મોટા

 

         


          વડોદરા પાસે આવેલું નાનું ગામ. ગામનું નામ સાવલી. અહીં  આશારમભાઈ રહે.તેમને એકદિકરો તેનું નામ ચૂનીલાલ. તે કાલોલમાં ભણે.અહીં ચૂનીલાલે ચાર ધોરણ સુઘીનું ભણવાનું પુરૂં કરી લીધુ. કલોલમાં આગળ ભણવાની સગવડ ન હતી.ચુનીલાલને ભણાવતા ધનુભાઈને આ જાણ હતી.તેમણે ચુનીલાલને વધુ આગળ ભણવાની સગવડ કરી આપી.અહીં સગવડ હોઈ ચૂનીલાલ બી.એ.સુધી પહોંચી ગયા.તેમણે અહીં  સુધી ભણતા ઘણી વખત પહેલો નંબર હાંસલ કરી ધનુભાઈ સાહેબને ભણાવવાની સગવડ કરી આપવા બદલ ગૌરવ લેવડાવતા.

            ઓગણીસમી સદીના બે દસકા પસાર થઇ ગયા.ઓગણીસો એકવીસમાં ગાંધીજીએ અસહકારની હાકલ પાડી.પહેલાંથી જ દેશદાઝ હતી. બસ,ચૂનીલાલ અસહકારની લડતમાં જોડાયા.તેમણે ગોરાઓની શાળામાં ભણવાનું છોડી ગાંધીજીની શાળામાં જોડાયા. અહીં ગાંધીજીના રંગે તે વધુને વધુ વધુ રંગાયા.એકવાર ગાંધીજીએ ભણતરની ગાડી ગામડે-ગામડે પહોંચાડવાની વાત કરી. આ વાત ચુનીબાઈના મન અને મગજમાં ઘર કરી ગઈ.

              ગામડે-ગામડે ફરતાં અનેક ઉપાધિઓમાં ચૂનીલાલ ફસાઈ ગયા.કામ કરવાની આંધળી ભાવના અને તેમાં સફળતા ન મળતાં તેમના પર નિરાશા ઘેરી વળી. તેમણે તેમનું જીવન ટૂંકાવવા કાવવા નદીમાં  ભૂસકો મારી દીધો.નદી જાણે  ચૂનીલાલને બચાવવા માંગતી હતી. નદીએ ચૂનીલાલને બેહોશ કરી નદી કિનારે લાવીને મૂકી દીધા.

              અહીં જીવન બચતાં જ જાણે તેમના નવજીવનની શરૂઆત થઈ.બીલયોગી મહારાજના સહયોગથી તેમણે ‘હરિ ઓમ’નામની એક નાની શાળાની શરૂઆત કરી. તેમણે ધીરે-ધીરે તેમની શાળાની કામગીરી વધારી.તેમણે અંતરિયાળ શાળાઓને ઓરડા બાંધી દીધા.વરંડા અને પાણીની સગવડ પણ અનેક શાળાઓને આપી. તેમણે કેળવણી માટે સૌને સહાય કરી.યુવાનોને માટે ઘણું-ઘણું છપાવવામાં તેમણે મદદ કરી.જીવનના અંત સુધીમાં તેમણે સેવાનું કામ જ જાળવી રાખેલું. તેઓ કેળવણી માટેના ભેરુ હતા.સૌના માટે લાભકારક કામના તે મૂક આગેવાન હતા. આ ચૂનીલાલ એટલે પૂજનીય મોટા. 

              પછાત ગામોમાં કેળવણીનું કામ કરતા ગુરૂજીઓને સારૂં કામ કરવા બદલ ‘પૂ.મોટા’ માનપદ આપવામાં આવે છે.આજીવન સેવાના ભેખધારી પૂ. મોટાને આજે પણ કેળવાયેલા ગુજરાતના લોકો એક સેવક તરીકે યાદ કરે છે.                               

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી