સાચો ચાકર...
ઇતિહાસમાં જેનું નામ છે તેવો બાદશાહ.બધાં તેને મહંમદગીઝનો તરીકે ઓળખે છે. તે ગઝનીનો બાદશાહ હોય એટલે તેને ચાકરો તો અનેક હોય. તેનો એક ચાકર તેનું નામ અયાઝ. તે કાળો અને એક આંખે કાણો હતો. મહંમદગીઝની આ ચાકરને રોજ સાથે રાખે.બીજા ચાકરોને આ ન ગમે ઘણી વખત વાત-વાતમાં સૌ કહેતા કે, નામદાર આ કાળા અને કાણા ચાકારને તમે કેમ રોજ સાથે રાખો છો?’બાદશાહ કાંઈ જવાબ ન આપો બસ!બધાની વાત સાંભળી લેતો.
એક દિવસની વાત છે. બાદશાહને કોઈ કારણોસર મુસાફરી કરવાનું થયું. બાદશાહ સાથે બીજા દસ-બાર ચાકર હતા.બાદશાહની સવારી આગળ બીજા ચાકરો પાછળ આમ કરતાં-કરતાં બાદશાહ રણમાં જ ઉભા રહી ગયા. બાદશાહને ઉભા રહેવાનું કારણ પૂછતાં તે કહે મારો મોતીનો હાર તુટી ગયો.તેના મોતી અહીં-તહીં રેતીમાં જ પડી ગયા છે.વાત આગળ વધારતા બાદશાહ કહે:તમે આ મોતી શોધો જેને જેટલા મોતી મળે તેટલા તેણે રાખી લેવાના.’’
બાદશાહની વાત સાંભળી બધા ચાકરો મોતી શોધવામાં લાગી ગયા.બાદશાહતો આટલું બોલી આગળ વધી ગયા.લાખો-કરોડોના મૂલનાં મોતી શોધવા ચાકરો રોકાઈ ગયા.બીજા દિવસે બાદશાહે બધા ચાકરોને એક સાથે બોલાવી કોણે કેટલા મોતી શોધી લીધા! તેવા સવાલ કરતાં બધા એકપણ મોતી ન દેખાયું. બધાંને હતુ કે આ મોતી કાળા ચાકરને જ મળશે. બધા તેની સામુ જઈને કહે: તને કેટલા મોતી... વાત પૂરી થતાં પહેલા અયાઝ કહે હું તો નામદરની સાથે જહતો એટલે મને મોતી શોધવાનો સમય જ ન હતો.’’
બાદશાહ કહે: તે કેમ મોતી શોધવા મથામણ ન કરી? કાણો ચાકર કહે: નામદાર બધા ચાકર મોતી શોધવા જાય તો આપની સેવા કોણ કરે?’ અયાઝનો જવાબ સાંભળી બાદશાહ કહે:’’ બસ! આજ કારણથી હું અયાઝને કાયમસાથે રાખુ છું. ભલે તે કાળો કાણો કે, કદરૂપો છે.’ બીજા ચાકરો શું બોલે? બાદશાહ મહંમદગીઝની અને ચાકર અયાઝની અનેક વાતો આજેપણ ઇતિહાસમાં જોવા-વાંચવા મળે છે.
Comments