ભેંસના ભાગ

 

 

 ગામ નાનુ. નામ તેનું નાનાવાડ.અહી એક પટેલ રહે.તેમનું નામ પશાભાઈ તેમને તે દિકરા.મોટા ગગો અને બીજા માગો. ગગો-માગો ભાઈ તેમને કાયમનો ઝધડો હોય.નાની-નાની વાતે તે વિવાદમાં ઉતરી પડે. પશા પટેલને મનમાં થતુ આ કાયમ આ રીતે લડતા રહે છે. તેમને ભેગા રહેવુ પડે તેવું કાંઈક કરુ. પટેલ બે-પાંચ દિવસમાં વિચારી લીધુ તેમણે ગગા-મગાને એક ભેંસ લઈ આપી આ ભેંસમાં માલિક તરીકે ગગાભાઈ અને મગભાઈ.

          પટેલ મનમાં હતુ આમ કરતાં ગગો-મગો ભેગા કામ કરતા થશે પણ ઉંધુ થયુ.ગગો અને મગો વધારે ઝધડા કરતા થયા ગગો કહે: ‘ભેંસ મારી છે. મારે તેને જે ખવડાવવું હોય તે ખવડાવું મગો ચારો નાખે એટલે ગગો અડધો ચારો ફેંકી દે અને તેને બીજું કાઈંક આપે. પશા પટેલ આ બધુ જોતા હતા.તેમણે આ ભેંસના બે ભાગ પાડી દીધા આગળનો ભાગ મગાનો પાછળનો ભાગ ગંગાનો પટેલને હતુ હવે ભેંસ ભૂખી નહી રહે ગમે તે એક તેને ધરાઈને ખવડાવશે વાત સાચી પણ આ તો નવું જ થયું માગો ખવડાવે એટલે ગગો દોહવા ન બેસે.ગગો દોહવા બેસે એટલે ગગો ભેંસને માથાના ભાગે લાકડી મારે. ભેંસને ભડકાવે.

         મગો કાઈંક કહે તો ગગો રોકડુ પરખાવે આગળનો ભાગ મારો છે. મારે તેને ખવડાવવું હોય એટલે ખવડાવુ મારવુ હોય એટલે હું મારુ આ વાતની પશા પટેલને જાણ થઈ તેમણે ભેંસના ભાગ નવેસરથી કરી દીધા. હવે આગળનો ભાગ ગગોનો હતો માગો ભેંસને દોહવા બેસે એટલે માગો પણ ભેંસને મારે પશા પટેલ કંટાળી ગયા.તેમણે ભેંસ વેચી દીધી પટેલને હતુ હાશ,હવે રાહત પણ આતો ગગો અને મગો ભેંસ કોના લીધે વેચવી પડી તેનો વિવાદ થયો. છેવટે પશા પટેલે તેઓને જોડે બોલાવી વાત કરી. પટેલ કહે: ‘જુઓ, તમે બે ભાઈ છો શા માટે ઝધડો છો? મારા મરી ગયા પછી તમે આમ જ ઝઘડશો?બે ભાઈ કેવા સંપીને રહે!’    

          પટેલ ની વાત સંભાળી ગગો કહે:મગો મને કાયમ ઝાટકે જવાબ દે છે મારી વાત પણ સંભાળતો નથી.મગો ગગો એવું બોલે છે ધીમે ધીમે, કોઈને સંભાળવું ન ગમે પટેલ કહે: હું કેવું બોલુ છુ?ગગો-મગો કહે: તમે સમજાય એવું જરૂરી મોટા અવાજે સૌને આનંદ આપો તેવુ બોલો છો.’ ખુબજ ઓછુ બોલો છો છતાં અમને ગમો છો .પટેલ કહે:‘હું વધારે પડતુ બોલતો નથી  રાડો પાડતો નથી બસ! કોઈપૂછે તો થોડુક વિચારીને જવાબ આપુ છુ તમે પણ આ રીતે કરી જુઓ. હવે ગગો-મગો પશા પટેલની જેમ બધાની સાથે બોલતા અને જવાબ આપતા હવે ગગો-મગો સંપીને રહે છે. તમે સંપીને રહો છો?તમે કઈ રીતે બોલો છો વિચારજો...

-પશા પટેલ આ બધુ જોતા હતા. તેમણે આ ભેંસના બે ભાગ પાડી દીઘા આગળનો ભાગ મગાનો, પાછળનો  -પટેલ કહે: હું વધારે પડતુ બોલતો નથી.રાડો પાડતો નથી.બસ!કોઈ પૂછે તો થોડુ વિચારીને જવાબ આપુ છુ.’       

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી