મહિલા શિક્ષણમાં ભારતની શરૂઆત

 

આજથી 130 વર્ષ પહેલાં ગુજરાતમાં મહિલા ડૉકટરની કલ્પના કરવી મુશ્કેલ હતી. તે સમયે, જ્યારે સ્ત્રી ઘરની બહાર નીકળી શકતી ન હતી ત્યારે, સ્ત્રીશિક્ષણની તો વાત જ શી કરવી! આવા જમાનામાં, ઓગણીસમી સદીના અંતમાં, ગુજરાતમાં બે સ્ત્રી ડૉક્ટરો આવી વસ્યા અને તેમણે ગુજરાતની મહિલાઓની ખૂબ સેવા કરી.

ગુજરાતમાં સ્ત્રીઆરોગ્ય સેવાના શ્રીગણેશ કરનાર આ બે મહિલા ડોક્ટરો હતા ડૉ મોતીબાઈ કાપડિયા અને ડૉ રુખમાબાઈ રાઉત.આપે 19મી સદીના અંતમાં હિંદુસ્તાનના સ્ત્રી સમાજમાં જાગૃતિ આણીસ્ત્રીશિક્ષણની જ્યોત જગાવનાર પંડિતા રમાબાઈ સરસ્વતીઆનંદીબાઈ ગોપાલરાવ જોશી અને કાદંબિની ગાંગુલીની કહાણીઓ વાંચી છે.

હિંદુસ્તાનની પ્રથમ બે પ્રસિદ્ધ મહિલા તબીબો ડૉ આનંદી ગોપાલ જોશી અને ડૉ કાદંબિની ગાંગુલીએ સ્ત્રી સશક્તિકરણ વિમેન એમ્પાવરમેંટ – નો પાયો નાખ્યો. તેમનાં પગલે રુખમાબાઈ રાઉત, મોતીબાઈ કાપડિયા અને અન્ય અસંખ્ય સ્રીઓને સમાજમાં આગળ વધવાની પ્રેરણા મળી.

ગુજરાતમાં મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે અમૂલ્ય સેવા પ્રદાન કરનાર ડૉક્ટર મોતીબાઈ કાપડિયા અને ડૉકટર રુખમાબાઈ રાઉતને ગુજરાતી સ્ત્રી સમાજ હંમેશા યાદ કરશે. તેમણે અમદાવાદ, સુરત અને રાજકોટમાં તબીબી સેવાઓ આપી.

અઢારમી સદી સુધી વિશ્વભરમાં સ્ત્રી શિક્ષણ પ્રતિ સમાજ ઉદાસીન હતો. ત્યારે  વિમેન એમ્પાવરમેંટ તો શું, ફીમેલ એજ્યુકેશનનો વિચાર સુદ્ધાં થઈ શકતો ન હતો. વિદેશી આક્રમણો પછી હિંદુસ્તાનમાં સ્ત્રીવર્ગની સ્થિતિ દયનીય બની ગઈ હતી. અમેરિકા અને યુરોપમાં સ્ત્રીશિક્ષણના પ્રસાર સાથે મહિલા વર્ગમાં ચેતના ફુંકાઈ, તે પછી ભારતમાં સ્ત્રીઓની સામાજિક સ્થિતિ વિશે જાગૃતિ આવી.

પંડિતા રમાબાઈ સરસ્વતી સમગ્ર ભારતમાં સુધારાવાદીઓને ઝકઝોરનાર દેશનાં અગ્રેસર મહિલા સમાજસેવક. ઇંગ્લેંડ અને અમેરિકા બંને દેશોમાં જઈને મહિલા ઉત્કર્ષના પ્રયત્નો આદરનાર પંડિતા રમાબાઈ સરસ્વતીએ ભારતમાં સ્ત્રી સશક્તિકરણ – વિમેન એમ્પાવરમેંટનાં બીજ રોપ્યાં.

હિંદુસ્તાનનાં પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ: કાદંબિની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં હિંદુસ્તાનમાં સ્ત્રી શિક્ષણના પ્રસારની લહેર ઊઠી.

કોલેજનું ઉચ્ચ શિક્ષણ લઈ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ હિંદુસ્તાની નારીઓ કાદંબિની ગાંગુલી (1861-1923) અને ચંદ્રમુખી બાસુ (1860-1944) હતાં. તેઓએ બેથ્યુન કોલેજ (કલકત્તા યુનિવર્સિટી, પશ્ચિમ બંગાળ) માંથી 1883માં બીએની ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી.

કાદંબિની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ બ્રિટીશ એમ્પાયર (ઓવરસિઝ) નાં પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ. તે પછી ચંદ્રમુખી બાસુ એમએની માસ્ટર્સ ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં.

કાદંબિની ગાંગુલી, દેશમાં જ ભણીને, કલકત્તા મેડિકલ કોલેજ માંથી જીબીએમસીમેડિકલ ડિગ્રી મેળવીનેડોક્ટર થનાર સર્વ પ્રથમ ભારતીય મહિલા બન્યાં. હકીકતમાંડૉ કાદંબિની ગાંગુલી સમગ્ર સાઉથ એશિયામાં વેસ્ટર્ન મેડિસિનમાં પ્રેક્ટિસ કરનાર પ્રથમ મહિલા ડૉક્ટર હતાં.

 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી