અતો અને નતો:૨

નતા ને થઇ સજા...એક દિવસની વાત છે.
શેઠ નતાને ઠપકો આપતા હતા. આજે નતો ગોદામમાં ગયો હતો. એની સાથે એનો ભાઈબંધ ઉદીયો પણ હતો. ઉદીયો અનાજ ખાતો હતો. શેઠ આ જોઈ ગયા. આ કારણે શેઠ એને વઢતા હતા. શેઠ નતાને રાડો પાડી બોલતા હતા. શેઠાણી બાજુમાં ઊભાં ઊભાં સાંભળતાં હતાં. શેઠે નતાને આજે ખાવા ન આપવા કીધું. આ સાથે શેઠાણી ને નતો    આજે રાતે ઘરની બહાર રહેશે એવી કડક સૂચના આપી. 

આ નતા માટે એનો મોટોભાઈ અતો, ઘરેથી જમવાનું સંતાડી લઇ ગયો હતો. જમવાનું લઇ નદી તરફ અતો અને નતો જાય છે. મોટોભાઈ ઘોડો લઇ નતા ને નદી સુધી મુકવા આવે છે. અતા અને નતા માટે શેઠ અને શેઠાણીને વધારે ઓછો ભાવ હતો.પરંતુ બંને ભાઈઓને એક બીજા માટે ખૂબ જ લાગણી હતી.આ બાઈઓ એકબીજાના ખાસ ભેરુ હતા. કહેવાય કે એએક બીજાના  ભાઈ બંધ હતા.

મોટાભાઈએ એના નાનાભાઈ માટે રાત બહાર રહેવા માટે અને જમવા માટેની સગવડ કરી હતી. નાનાભાઈ માટે ઓઢવા અને પાથરવાની બધી જ સગવડ કરી  રાખી હતી. નાનાભાઈ માટે એનો ભાઈબંધ ઉંદરને પણ સાથે લીધો હતો. આ ઉંદર સાથે રાખવાની સાથે ખાવા પીવાની સુવિધા કરી રાખી હતી. બંને ભાઈઓ અંધારામાં નદી કિનારે ગયા. નાના ભાઈને મૂકી થોડી વાર એની સાથે પસાર કરી એ ઘર તરફ પરત થયો. અતો,નતો અને ઉટીયો શિયાળાની રાતમાં શું કરશે એની ફિકર કરતો ઘોડો લઈને ઘર તરફ ગયો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી