અતો અને નતો:૩

નતો અને સોનપરી 

રાત અંધારી હતી.
શિયાળાની અંધારી રાત હતી.
નતો અંધારામાં એક ઝાડ નીચે બેઠો હતો.

ઘરથી લાવેલું ભોજન પૂરું કરી નતો બેઠો હતો. એને ઠંડી લાગતી હતી. ઘરેથી લાવેલ ગરમ શાલ ઓઢી એ બેઠો હતો. બાજુમાં જ એનો ભાઈબંધ, હા... પેલો ઉંદર બેઠો હતો. ઉંદરને ઠંડી ન લાગે એ રીતે આ નતો એને શાલ વડે ઢાંકી બેઠો હતો. થોડી વાર થઇ હશે. નદી કિનારે એક સુંદર પરી ફરી રહી હતી. થોડી વારમાં તો આ નાના દીકરાએ પણ આ પરીને ફરતી જોઈ લીધી. એક નાના ઉંદરને સાચવવા એક છોકરો ઠંડીમાં હેરાન થતો હતો.

 

પરી ધીરેથી આ છોકરા પાસે આવી. છોકરો ઉંદરને સાચવતો બેઠો હતો.પરી પાછળથી આવીને કહે:  ‘આટલી ઠંડીમાં ઉંદરને સાચવવામાં તને ઠંડી નથી લાગતી? આ સાંભળી છોકરો એક દમ ચમકીને ઉભો થઇ ગયો. પરી એની બાજુમાં ઉભી હતી. આ છોકરો કહે:  હા... આ મારો ભાઈબંધ છે. એનું નામ ઉદીયો છે. હું ઉદીયાને લઈને ગોદામમાં ગયો હતો. આજે આ ભાઈબંધ ગોદામમાં અનાજના દાણા ખાતો હતો. મારા બાપુજી આ જોઈ ગયા. એમણે મને આજે રાતે ઘરમાં ન આવવાનો આદેશ કરેલ છે. હું બહાર રહેવાનો હતો એટલે મારો  ભાઈ મને મારા સમાન અને આ ઉંદર સાથે અહીં મૂકી ગયો છે.  

પરીને જોઈ નાથીયો કહે: તમે કોણ છો અને આટલી ઠંડીમાં એકલા શું કરો છો. આ સાંભળી પરી કહે: ‘ હું પરીઓની રાણી છું.મારું નામ સોનપરી છે.’ મારાથી દિવસે બહાર નીકળી ન શકાય એટલે હું રોજ રાતે બહાર નીકળું છું. આ સાંભળી નાથીયો કહે: ‘મને મારા બાપાએ આજે ઘરે આવવાની ના પાડી, હું એટલે અહીં આવી ગયો. આ સાંભળી સોનપરી કહે: ‘જો હું તારા ભાઈબંધને પીળા રંગનો બનાવી દઉં છું. એને તારા ગોદામમાં મૂકજે.’

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી