અતો અને નતો:૯

 નતો થાકી ગયો...

આ તરફ એવું થયું.

નતો ગભરાતો હતો. સોનપરી એને મળવા આવી ન હોઈ એને ફિકર હતી.

આમ છતાં નતા ને ભરોસો હતો કે સોનપરી એને મળશે અને સહયોગ કરશે. આ માટે આખો દિવસ સોનાપરીના વિચારો કરતાં કરતાં આખો દિવસ પસાર થઇ ગયો. સોનાપરીના જ વિચારો આવતા હતા. સાંજ પડી. શેઠ અને શેઠાણી પરત ઘરે આવી ગયા હતા. સાંજ પડતા સુધીમાં નતો ગોદામમાંથી ઘરે પરત આવી ગયાં હતાં.

શેઠાણીએ જમવાનું બનાવવાની શરૂઆત કરી.

આજે નતાને ભૂખ લાગી ન હતી.

એને જાણે કોઈ વાતે ગમતું ન હતું.ઘરમાં પણ જાણે નતો એકલો એકલો ફરતો હતો. શેઠાણીએ જમવાનું બનાવી લીધા પછી એને બુમ મારી. ‘ નતા....એ નતા...’ નતો આ સાંભળી ધીરે રહી જમવા માટે આવી ગયો. જમવા બેઠો પણ આજે નતાએ ખાસ ખાધું ન ખાધું કરી ઊભો થઇ ગયો. અતો પણ આખી રાતનો જાગેલો હોઈ થાકી ગયો હતો. એણે પણ ઝડપથી જમવાનું પતાવી લીધું. અતો અને નતો સાથે જ એમના ઓરડામાં ગયા. 

ઠંડીના દિવસો હતા. ગોદડામાં પડતાની સાથે જ અતાને ઉંગ આવી ગઈ.નતો હજુ સોનાપરીના વિચારોમાં જ હતો. અડધી રાત થઇ. નતાને ઉંગ આવી ગઈ. રાતે નતાને ઉંગ આવી. જેવી ઉંગ આવી કે થોડી વારમાં જ તેને સપનામાં સોનપરી આવી.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી