ગાંધીજી...દેશભક્તિ...અને...સ્કીમ...૧૫ ઓગષ્ટ આવે એટલે ચારો તરફ દેશભક્તિની વાતો ચાલુ થઇ જાય.નેતાઓ નવા ઝભ્ભા શીવાડાવે.વેપારીઓં સ્કીમ આપે.પાણીપુરી થી લઇ પેન્ટ પીસ વેચનારા.અરે બધાને દેશ ભક્તિના જ વિચાર આવે છે.સૌ સ્કીમ આપે છે.સૌ ને સ્કીમો ગમે પણ છે.
આપણા નેતાઓ હવે તૈયાર કરેલું ભાષાણ વાંચી જશે.રાષ્ટ્રપતિ રાષ્ટ્ર ને સંબોધન કરશે.સરકસના સિંહની જેમ આપણે દેશની જનતા માટે,લશ્કરી તાકાતનું પ્રદર્શન થશે.આપણે ઘરે બેઠા ટી.વી.પર નાસ્તો કરતા કરતા આ પરેડ જોઈશું. એક જ જેવી વાતો. આપણો વિકાસ થઇ રહ્યો છે.આપણી પ્રગતિ સારી છે.બસ,મિત્રો એસ.એમ.એસ.કરી એક રૂપિયામાં સો મિત્રોને ૧૫ ઓગષ્ટની શુભ્ભેચ્છા પાઠવશે..મોબાઈલ વાળા પણ આ દિવસોએ સ્કીમ આપે છે.
માત્ર જાતીનું રાજકારણ લઈને ચાલનાર રાજકીય પક્ષો છે.આવી વાત જાહેરમાં ના સ્વીકારનાર પણ ચોક્કસ વિસ્તારમાં ખાસ જ્ઞાતિના નેતાને ચૂંટણીમાં દોડાવનાર બધા.બધાજ સરખા છે.પણ,ગાંધીજી...ગરીબ...કચડાયેલા...પછાત... અતિપછાત...આર્થિકપછાત...આ બધાના હામી આપણા નેતાઓ હવે તેમના પી.એ.ધ્વારા તૈયાર કરેલ ભાષણમાં ગાંધીજીનું નામ સ્કીમમા સેલ...સેલ...સેલ...લખેલું હોય છે. તેમ ગાંધીજી...ગાંધીજી...ગાંધીજી...આપણો આ નેતા વાંચતો રહે છે.બોલતો રહે છે.બાપુએ લખ્યું છે કે વિલાયત ભણવા જવાની વાત હતી.દરિયો પસારકરીને જવું પડે.મોહનદાસ(હા,ભાઈ ગાંધીજી જ.)ના સ માજના મુખીએ પંચની પરવાનગી માટે બેઠક બોલાવી.વાણીયાના પંચે તેમને દરિયો પસાર કાર્ય વગર વિલાયત જવા કહ્યું.વાણિયાનું પંચ માનતું હતું કે દરિયો પસાર કરવો તે મોટું પાપ છે.બસ મોહનને મંજૂરી ના આપી.મોહને જવાનો અડઘ નિર્ણય કરી લીધો હતો.સમાજે મોહનને નાતની બહાર જાહેર કર્યો.તેમના જીજાજી પણ સમાજની રૂહે તેમની પડખેથી હટી ગયા.ગાંધીજી ને વિલાયત ઉછીના પૈસા લઈને જવું પડ્યું.આજે નેતાઓ એવા ગાંધીજી ને યાદ કરે છે કે જેમણે તેમના દીકરાનો હક છીનવ્યો હતો. એક ગરીબને બ્રિટનની શિષ્યવૃત્તિ અપાવી.બ્રિટેનમાં ભણવા મોકલ્યો હતો.કોને શિષ્યવૃત્તિ અપાવી એની પસંદગી ગાંધીજીએ જ કરવાની હતી.તેમનો દીકરો રામ આ શિષ્યવૃત્તિ મેળવવાને ભાધી રીતે લાયક હતો.તેણે શિષ્યવૃત્તિ ના મળવા પાછળનું કારણ કે તેના બાપુજીનું નામ મોહનદાસ ક.ગાંધી હતું.બાપુના આનીર્નાયથી તેમના દીકરા સાથેના સંબંધો સારા કહેવાય તેવા ના રહ્યા.જેને શિષ્યવૃત્તી આપવામાં આવી તેણે ખાસ અંગત કારણો સાર કોલેજે ભારતમાં પરત મોકલી દીધા.
મને યાદ છે.ચારેક વર્ષ થયા હશે.નેશનલ લેવલની એક હિન્દી ન્યુઝ ચેનલ.સંસદસભ્યો અને મોટા નેતાઓને એક જ પ્રશ્ન કરે.
· તમને રાષ્ટ્રગીત આવડે છે?
· રાષ્ટ્રગીતના લેખક કોણ છે?
· વંદેમાતરમ્ ગીતના સર્જક કોણ છે?
· ગાંધીજીનું આખું નામ શું છે?
આપણે શરમાવું પડે તેવી હાલત હતી. આ નેતાઓ માંથી ૯૫% નેતાઓ હા ૯૫% નેતાઓ કેમેરા સામે બોલી શક્ય ના હતા.ના...તેમને કેમેરાની બીક નથી.સમાચારમાં આવવું તો ગલીના નેતાને પણ ગમે,આતો દીલ્લ્હી ના હતાં...અરે,લાલુ પ્રસાદ યાદવના પક્ષના એક નેતાને પુછવામાં આવ્યું કે ગાંધીજીના પિતાજીનું નામ શું છે...???જવાબ આવડતો ન હતો.ચલો માફી અપાય.નિશાળમાં ભણતાં ગણા બાળકો આનો જવાબ નના આપી શકે.જેવું જેનું લેવલ...પણ આ રાજ્યસભાના સદસ્ય કહે...ગાંધીજી હમારે પૂજ્ય હૈ...ઉનકે પીતાજીકે આદર્શસે હમ નહિ ચલતે કી, પૂજ્ય ગાંધીજીકે પીતાજીકા નામ યાદ રખે.(આ નેતાએ દેશના મંત્રી મંડળમાં જવાબદારી નિભાવેલ છે.)મધ્ય પ્રદેશના એક નેતા તો રાષ્ટગીત ગાતા ગાતા વંદેમાતરમ્ ગાવા લાગ્યા હતાં.
બાપુએ તેમની આત્મકથામાં લખું છે,મારા એક જ મુદ્દાના બે વિચારો અલગ લાગેતો મારા છેલ્લા વિચારોને સાચા માનવા.બાપુ બિહારમાં હતાં.સાથે બા(નેતાજી...કસ્તુરબા)પણ હતાં.બાને ખાસ કોઈ પ્રવૃત્તિ ન હતી.બાપુએ તેમને અહીં છોકારાંને ભણાવવાનું સૂચન કર્યું.બા કહે: મને તો હિન્દી આવડતી નથી.આ છોકરાં ભોજપુરી બોલે છે.મારે શું કરવું?બાપુ કહે:તું એમને સારી રીતે જીવતા શીખવ.ચોખ્ખાઈ નું મહત્વ શીખવ એજ મોટું શિક્ષણ.બાપુએ તેમના પછી તેમનું નામ બોલનાર માટેના વિશેષ સૂચનો સત્યના પ્રયોગોમાં બીડાણ આપવાનું હતું.તેમાં લખી શકાયું હોત કે સારી રીતે કઈ રીતે જીવવું.(નેતાઓ માટે) અરે જે દેશમાં ગ્રેજ્યુએટને કોઈ પટાવાળાની નોકરી નથી આપતું તે દેશનો વહીવટ કરવા માટે કોઈ લાયકાત વગરનો માણસ પણ ચાલે.અરે,વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ શું કામનું.અહીં કોટાની લડવા માટે ભારતનો નાગરિક હોવું જ ફરજીયાત છે.ભારતના આદર્શ નાગરિકના લક્ષનો બાળકોને શીખવવામાં આવે છે.આજના નેતાઓને આદર્શ માનવાનું બાળકોને કહેયાય તેમ છે?આજકાલ નેતાઓ નેતાગીરીની સાથે શાળાઓના સંચાલકો પણ બનવા લાગ્યા છે.ક્યાં ભારતનું ભાવી અને ક્યાં આપણા નેતાઓ.આપના દેશમાં પાસ થવા માટે ૩૫% હોય તો ચાલે.પ્રવેશ લેવો હોય તો ૭૫%.જોઈએ. તો શું ૭૪.૯૯% સુધીનાને નાપાસ માનવા?હું એજ્યુકેશનનો માણસ છું.એવું વિચારો કે જેને જે ભણવું હોય તે ભણે.દરેક વ્યવસાય માટે અભીયો ગ્યતા કસોટી લઈને પ્રવેશ આપવાનો.મિત્રો F.A.L.T.U. પિક્ચર જોવા જેવું છે. મારી સોસાયટીનો ચોકીદાર સભાન છે.સભાન છે બોર્ડર પર ઉભેલો યુવાન.સભાન છે નાના બાળકની માતા સભાન છે બધા જ સભાન છે. નેતાઓ પણ.હા,નેતાઓ સભાન છે તેમની ખુરશી સાચવવા.
આપણે શું કરી શકીએ તે ખબર નથી પણ વિચારવું રહ્યું.હા એક શેર થી માર લખવાને વિરામ આપીશ.

ભટકે તો ક્યાં હુઆ,કોઈ ગામ નહિ.ગુમરાહ તો વો હૈ જો નીકાલેહી નહિ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી