શીખવાનું શીખવીએ...
નાના સવાલ.ક્યારેક જવાબ ના મળે.આવું અનેક વખત બને છે.આપણે ધ્યાન આપતા નથી.આવું છોકરાં કરેતો. slow learner…poor parformanc…poor parformar…જેવા નામ આપીએ છીએ.આ નામ કોઈ રીતે વ્યાજબી નથી.એક થી પાંચ આપણા માટે સરળ છે.પણ હું કહું કે મુન પછીની સંખ્યા કઈ છે?તમે જવાબ નહિ આપી શકો.એક,બે,ત્રણ,ચાર અને પાંચ...one,two,three four અને five ખબર હોયજ.પણ,અંદ,રૂન્દ,મુન,નળ અને પુંગી.હોય તો તમે કહી શકો કે મુન પછી નળ આવે.આ વાત તાર્કિક નથી.હા તમારા જવાબમાં એક,બે.....પાંચમાં અંદ,રૂન્દ.....પુંગી જ હોય.આ થયું સમજ આધારિત શિક્ષણ.આપણે શીખવવા મથીએ છીએ.જરૂર છે શીખવાનું શીખવવાની.
આ માટે બાળકને સવાલ કરતું કરીએ.તેણે વિચારીને જવાબ આપવો પડે તેવા સવાલ કરીએ.સતત વાતો કરીએ.આપણી જાણકારી આપવાને બદલે તેને જાણવાનો માર્ગ બતાવીએ.દુનિયામાં કોઈ સ્લો લર્નર નથી.હા,આપણી શૈલીમાં ફેર છે.
એક ગુરૂજી.સજીવ નિર્જીવ ભણાવતા હતાં..તમની આસપાસ જરૂરી સામગ્રી હતી.સાહેબ એક પછી એક વસ્તુ બતાવતા હતા.છોકરાં સાહેબના હાથમાંની વસ્તુ જોઈ જવાબ આપતાં હતાં.નિર્જીવ... સજીવ... નિર્જીવ...
સાહેબનો ઉત્સાહ પણ વધ્યો.તેમણે બગીચામાંથી વેલ બતાવીને દૂરથી પૂછ્યું.આ વેલનું પાનું સજીવ કે નિર્જીવ.છોકરાં સાહેબનો આ પ્રશ્ન સમજી ના શક્યાં.અમે પણ હતા.અમારેતો શું થાય છે તે જોવાનું હતું.સાહેબે વેલનું તોડ્યું.હાથમાં પકડી રાખીને પૂછ્યું.આ પાનું સજીવ કે નિર્જીવ.છોકરાં વિચારમાં પડ્યા.કોઈ સજીવ કહે...કોઈ નિર્જીવ.સાહેબ બન્ને બાજુ ના જવાબને સમજતા હતા. એક છોકરો ઉભો થયો. છોકરાનું નામ શ્રવણ.તે કહે:’સાહેબ,વેલ પર ચોટેલું પાન સજીવ કહેવાય.હાથમાં હોય તે પાનું જીવ વગરનું હોય.
આ જવાબ એક શીખાનારનો નહિ...શીખવાનું શીખાનારનો જ હોય.
Comments