ગુજરાતી ગૌરવ...આજનો દિવસ.૬૫મા સ્વતંત્રતા દિવસ.સૌ એ ઉજવણી કરી.દિવસને અંતે અન્નાહાજરેએ રાજઘાટ પર ધ્યાનમાં બેસવું પડ્યું.રામદેવજી મહારાજે ચિઠ્ઠી લખી વાડાપ્રધાનને ચેતવ્યા.અન્નાજી એ પૂછ્યું કે કયા મોઢે ધ્વજ ફરકાવશો.હું તો ટીવીમાં જોતો રહ્યો..મનમોહન સિંહ નુ મોઢું એવું જ હતું.શાળામાં છોકરાં શિવાજી બનીને આવ્યાં હતાં.કોઈએ મૂછો બનાવી હતી.ચાલુ નાટકમાં વરસાદ પડ્યો ને મૂછો મોટી થઇ.હરેશ ઠાકોર નામના આ ચોથા ધોરણના છોકરાએ જરાપણ વિચલિત થયા વગર તેનું નાટક પૂરું કર્યું.મને ગૌરવ થયું.આ છોકરો કલાકાર હતો.ખરેખર કલાકાર.આવા અનેક કલાકારો એટલે આ છોકરાં.મને આવા કલાકારો સાથે કામ કરવાની મજા પડે છે. વ્યવસાય જ એવો છે કે મને છોકરાં જ મળે.
આજના દિવસે ગુજરાતના ગૌરવની નોધ લેવાય તેવી વાત બની.ગુજરાતી ગૌરવના સ્લોગન સાથે કૈક નવું થયું.આજે વિજય મૂરતમાં એટલે કે ૧૨:૩૯ કલાકે એક ગુજરાત ગૌરવની નોધ લેવાય તેવું બન્યું.આ ગૌરવ વિષે આટલું....
* ગુજરાતીઓની આ ચેનલ...
* ૨૪ કલાકની નવી ગુજરાતી ન્યુઝ ચેનલ...
* પહેલી સેટેલાઇટ ગુજરાતી,આપણી સમાચાર ચેનલ....
* કેબલ અને સેટેલાઇટની સુવિધા સાથેની ગુજરાતી ચેનલ....
* ગુજરાતી ગૌરવના નાદ અને વાદસાથે સાચા સંવાદની ચેનલ...
* ગુજરાતના ગૌરવ વધારનાર નાદ અને સંવાદ શોધનારી ચેનલ...
મારા મિત્ર મનુભાઈ ચાવડા.તેમના ધ્વારા સમાચાર મળ્યા હતાં.આજે ઓપનીગ હતું.મેં તેમની પાસે જાણ્યું.શ્રી સતીશભાઈ મોરી(એમ.ડી.વી.ટી.વી.ગુજરાતી.)સાથે વાત કરી.આજના આ શુબ દિને શુભેચ્છા આપી.ખૂબ જ સહજતાથી તેમણે વાત કરી.મને મનમાં હતું કે આજના દિવસે વ્યસ્ત હશે.હશે જ. છતાં વાત થઇ.શાંતિથી વાત કરી.ખૂબ જ સરળ માણસ લાગ્યા.તેમની સાથે ગુજરાતની આ અનોખી સેવામાં જોડાયેલા શ્રી જગદીશભાઈ પાવરા(એમ.ડી.વી.ટી.વી.ગુજરાતી.) ને પણ અભિનંદન.શ્રી સતીશભાઈ મોરીની સાથે વાત થઇ.તેમની સરળ શૈલી મને ગમી.ગુજરાતીઓંની વાતને,અવાજને આગળ ધપાવવાના તેમના પ્રયત્નમાં સહભાગી થવા તેમના સંપર્ક નંબર અહીં આપું છું.
ગુજરાતી ગૌરવ...
· શ્રી સતીશભાઈ મોરી.......૯૮૨૫૩૨૪૬૦૨
· શ્રી જગદીશભાઈ પાવર...૯૮૮૭૬૪૦૬૧૨
આપણા ગુજરાતના ગુજરાતી ગૌરવને મારી શુભેચ્છા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી