વજન વધે કે ઘટે?(જોડાક્ષર વગરની વાર્તા)
એક છોકરી.તેનું નામ ગબુ.ભણવાની વાત ગબુને ના ગમે.ગબુને ભણવા સિવાયની વાતમાં ખૂબ જ રસ.એક દિવસની વાત છે.ગબુ પાણીની ડોલ લેવા ગઈ.તેના હાથમાં સાબુ હતો.તે ડોલ લેવા જેવી નીચે નમી.તેના હાથમાંથી સાબુ પડી ગયો.સાબુ હાથમાંથી છટકી ગયો.સાબુ પાણી ભરેલી ડોલમાં પડી ગયો.હાથમાંથી છટકેલો સાબુ ખૂબજ ઝડપથી પાણીની ડોલ તરફ આગળ વધતો હતો.સાબુ ડોલમાંના પાણી સુધી તો ઝડપથી ગયો.ગબુએ મહેનત કરી પણ તે સાબુને ના પકડી શકી.સાબુ પાણી સુધી પહોંચી ગયો.પાણીમાં આ જ સાબુ ખૂબ ધીમે થી ડોલના તળિયા સુધી ગયો.ગબુએ આ જોયું.તેને પણ નવાઈ લાગી.
ગબુ વિચારતી હતી.આ સાબુ હાથમાંથી ગયો.પાની સુધીતો તે ઝડપથી ગયો.આ સાબુ પાણીમાં કેમ ધીમે તળિયે ગયો હશે?ગબુ વિચારમાં હતી.તેના દાદાએ આપેલું કામ તે ભૂલી ગઈ.ગબુતો પાણી ભરેલી ડોલ લઇ બહાર આવી.અહીં આવીને તેણે એક ઈંટ લીધી.આ ઈંટનું વજન વધારે હતું.આ ઈંટને તેણે દોરીથી બાંધી દીધી.દોરીથી બાંધેલી ઈંટનું તેણે વજન કરી જોયું..પાણીની અંદર અને બહાર તેણે વજન કરી જોયું.આ રીતે તેણે ચાર વખત કરી જોયા પછી મોટી બહેનને બોલાવી. ગબુ કહે: દીદી,આ ઈંટ નું વજન પાણીમાં વધારે થાય કે પાણીના બહાર?તેણી દીદી કહે:ગબુ પાણીમાં ઈંટ ભીની થાય એટલે વજન વધી જાય.ગબુ કહે:ના દીદી,પાણીમાં ઈંટનું વજન ઓછું થાય છે.ગબુ કહે પાણીની ડોલમાં સાબુ પડતા મેં જોયું.આ જોઈને મને આવું કરવાનું મન થયું.
દીદી પણ કેમ માને?તે ઘરમાંથી તેના દાદાને બોલાવી લાવી.દાદા કહે:ગબુ તને ડોલ લેવા મોકલી હતી.અહી શું કરે છે?દીદીએ બધી વાત કરી.દાદા કહે ગબુની વાત સાચી છે.ઈંટનું બહાર વજન કરતાં તેણી આસપાસ વાતાવરણ હોય છે.પાણીની ડોલમાં તેનું વજન ઓછું થાય છે.દીદી કહે:આવું કેમ થાય?દાદા કહે:દરેક નું વજન જુદા જુદા વાતાવરણમાં જુદું પડેજ.ડોલમાં આસપાસ પાણી હોઈ તેના વજનમાં આપણને ફેરફાર લાગે છે.
આપણી જોડે માપવા માટેનું વજનીયું હોય તો વજનમાં કેટલો ફેર પડે તે જાણી શકાય છે.ગબુ દોડતી દોડતી પાણીમાં વજન ઘટે, પાણીમાં વજન ઘટેતેમ બોલતી બોલતી દોડતી પસાર થઇ ગઈ. .
Comments