સાંઈરામને અભિનંદન...
સાંઈરામ દવે.ગુજરાતના એક શિક્ષક.હાસ્ય કલાકાર તરીકે ખ્યાતનામ.રાજકોટ જિલ્લાને આજે તેમણે ગૌરવ અપાવ્યું છે.રાજકોટ જીલ્લાના ગાંડલની શાળામાં નોકરી કરે છે.આજે તેમને માણસો એક કલાકાર તરીકે ઓળખે છે.
એક કલાકાર તરીકે પણ તેમણે ગૌરવ અપાવ્યું છે.આ વખતે આપણાં સૌ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે તેમનું એક પ્રસિદ્ધ ગીત છે. એના શબ્દો સરસ છે.અનેક વાર ગયું છે ....છે સ્વર્ગથીય વ્હાલી ,અમને અમારી શાળા...આ ગીતને મહારાષ્ટ્ર રાજ્યના પાઠયપુસ્તક મંડળ,પૂના એ ધોરણ:૪ ના મહારાષ્ટ્રરાજ્યના પુસ્તકમાં અભ્યાસક્રમમાં સમાવેલ છે.ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત આ ગૌરવવંતા શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન.
Comments