અવનવું...દેશ પ્રેમનું...


આપણો દેશ.
આપણો ભારત દેશ.
અનેક વિવિધતા ધરાવતો દેશ.
સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ.અન્ના હજારે ને ગાંધીજીની સમાધીપાસે ધ્યાન મા બેસવું પડે.સરકાર તેમને જેલમાં ધકેલે.અન્ના હજારેની સાથે ભારતના તમામ વર્ગના લોકો જોડાય.ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા.આ વાત કોઈ નાની નથી.આપણો દેશ અનેક રીધે વિવિધતા ધરાવે છે. આપણો દેશ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ.આ દેશના ગૌરવની વાત કરવમા હું નાનો છું.રાષ્ટ્રના વિકાસમાં તેની ઓળખ જરૂરી છે.ઇન્ડિયન એર લાઈન્સનો સિમ્બોલ વર્ષો થી એક છે.અમુલ ડેરીનો સિમ્બોલમા એક નાની છોકરીનો છે.પારલેજી જેવી કંપનીનો પણ સિમ્બોલ એક જ છે.પ્રતીક એટલે સિમ્બોલ અથવા નિશાની.
મારે વાત કરવી છે.રાષ્ટ્રીય પ્રતીકોની.આ પ્રતીક શબ્દને આપણે નીશાની શબ્દના સમાનર્થી તરીકે ઓળખીયે છીએ. સામાજિક,માનસિક,શારીરિક,વહેવારિક,ભૌતિક,અરે હા,બૌધિક.....બૌધીકોએ લખ્યું છે કે ઇક અને ઇકા પ્રત્યય લાગે તો ઇ હસ્વ લેવી.પ્રતિક પણ લખાય છે.નિયમમાં એવું કેમ?અત્યારે તેની વાત નહીં. હા,પ્રતીક એટલે નિશાની.રાષ્ટ્રીય પ્રતીક એટલે રાષ્ટ્રની નિશાની.આપણા દેશમાં પણ તેના આગવા પ્રતીક છે.રાષ્ટ્રધ્વજને બનાવવા અને ફરકાવવા માટે અનેક નિયમો છે.આવા નિયમો તેનું ગૌરવ વધે અને આ ગૌરવ જળવાય તે માટે છે.
એક વખતણી વાત છે.આપણો દેશ આઝાદ થયો.તે વખતે સંદેશાવ્યહાર આજના જેવો ન હતો.આખા દેશમાં બધાજ પ્રદેશોમાં ખબર ન હતી કે ખરેખર આપણે આઝાદ થયા.આ કારણે ગોટાળા થયા હતા.લક્ષદ્વીપ ટાપુની આ વાત છે.તેણી પાસે મિનિકોચ ટાપુ પર આવું જોવા મળ્યું.વાત એમ બની કે ત્યાં દીવાદાંડી હતી. અહીંના અધિકારી ભારતીય હતા.તેમણે ભારતની આઝાદીની જાણ ન હતી.આ અધિકારીતો રોજ બ્રિટિશ યુનિયન જેક ફરકાવતો હતો.આવું છેક ૧૯૫૬ સુધી ચાલ્યું.અંગ્રેજોને આ વાતની ખબર પડી.આ ધ્વજ તેમણે સન્માન સાથે પરત લીધો.આજે પણ આ ધ્વજ બ્રિટિશ મ્યુસીયમમાં જોવા મળે છે.
રાષ્ટ્રગીત લખ્યું રવીન્દ્રનાથ ટાગોરે.કહેયાય છે કે જ્યોર્જપંચમ(પાંચમા) નામના રાજા ભારત આવ્યા ત્યારે તેમની સન્માનિત કરવા લખાયું હતું.મને તો આ ગીત ગમે છે. છે.આ ગીતને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવાનું ગમે છે.ગૌરવ એ વાતનું છે કે આ ગીતના સર્જક શ્રી રવીન્દ્રનાથ ટાગોરે બાંગલાદેશનું રાષ્ટ્ર ગીત પણ લખ્યું છે.બે રાષ્ટ્રગીતનું સર્જન કરવાનું ગૌરવ પ્રાપ્ત કરવું ખૂબ મોટા સન્માનની વાત છે.UNO એ આ ગીતનીધૂન ને વિશ્વની લોકપ્રિય ધૂન તરીકે જાહેર કરી છે.
રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે.પહેલા આ ગૌરવ સિંહ પાસે હતું.૧૯૭૦ પછી વાઘની સંખ્યા ઘટવા લાગી.તે પછી ભારત સરકારે ખાસ મિશનને અંતે સિંહને બદલે વાઘને આ સ્થાન પ્યું.કમળનુ ફૂલ રાષ્ટ્રીય પ્રતીક છે.ભારતીય જનતા પક્ષનું પ્રતીક પાંચ પાંખડીવાળુ છે.આ ભારતીય જનતા પાર્ટીનું પ્રતીક મધ્યપ્રદેશના પાઠ્યપુસ્તાકોમાં છપાયું.તેનો વિવાદ પણ થયો.પુસ્તક પરત ખેચવું પડ્યું.આ પુસ્તક મારી પાસે છે.
ગુજરાતમાં જીવનજ્યોત સંસ્થા(જૂનાગઢ)ના સભ્યો ગુજરાતમાં સૌથી ઉંચી જગ્યાએ ૨૦૦૯ થી ધ્વજવંદન કરે છે.જુનાગઢનો ગીરનાર એટલે સૌથી ઉંચો.તેણી ટોચપર આ કામ કરનાર મિત્રો ૧,૧૩૭ મીટર ઝંડો ફરકાવે છે.આ કામમાં મીતેશભાઇ દવે અને તેમના દસ એક મિત્રો જોડાયા છે.આવા દેશ ભક્તોને મારા વંદન.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી