ગાંધીબાપુનું બ્રહ્મચર્ય

 

ગાંધીજી અને બ્રહ્મચર્ય

 

ગાંધીબાપુ એટલે સત્ય. સત્યના પ્રયોગો આજેય વિશ્વમાં સૌથી વધુ વેચાયેલું પુસ્તક છે. આ પુસ્તકમાં એમણે બ્રહ્મચર્ય અંગે લખ્યું છે. એ ઉપરાંત એમણે આ અંગે નથી લખ્યું તે અંગે કેટલીક વિગતો આપી છે.


ગાંધીજી એટલે દેશના બાપુ.

આપણા રાષ્ટ્રપિતા ગાંધીબાપુ.

એમના અનેક વિચારો આજે વિશ્વમાં જીવતા જોવા મળે છે. સૌથી મહત્વના વિચારો પૈકી બાપુ સાથે જોડાયેલ વિગત એટલે બ્રહ્મચર્ય. બાપુએ કોની કોની સાથે બ્રહ્મચર્યનો પ્રયોગ કર્યો એ અંગે અનેક વિગતો જોવા મળે છે. ગાંધીજીએ મનુ ઉપરાંત અન્ય કોની જોડે બ્રહ્મચર્યનો પ્રયોગ કર્યો એ અંગે અનેક વિગતો જોવા મળે છે. 


ગાંધીજીએ પોતાના ભત્રીજાના પુત્ર કનુલાલની પત્ની આભા, દેશનાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ડૉ.સુશીલા નૈયર ઉપરાંત સમાજવાદી નેતા જય પ્રકાશ નારાયણની પત્ની પ્રભાવતી દેવીની સાથે પણ બ્રહ્મચર્યનો પ્રયોગ કર્યો હતો. 


સૌથી પહેલાં ડૉ.સુશીલા નૈયર. જે ગાંધીજીના પર્સનલ સેક્રેટરી પ્યારેલાલનાં નાનાં બહેન.તે ગાંધીજીનાં પર્સનલ ડોક્ટર પણ હતાં. સુશીલા નૈયર ૧૯૫૨માં દેશનાં સ્વાસ્થ્ય મંત્રી હતાં. મશહુર લેખક વેદ મહેતા. જે ભારતીય મૂળના અમેરિકી લેખક હતા. તેઓએ એક પુસ્તક લખ્યું.  પુસ્તકનું નામ હતું ‘મહાત્મા એન્ડ હીસ એપોસ્ટલ્સ’. આ પુસ્તકના બસો અગિયારમાં પાને એવો દાવો છે કે, બાપુ સુશીલા નૈયરની સાથે નગ્ન સ્નાન કરતાં હતા.

વેદ મહેતાના કહ્યા અનુસાર ૧૯૩૮માં  આ પ્રયોગોના કારણથી સેવાગ્રામ આશ્રમમાં હોબાળો થઇ ગયો હતો. ત્યારબાદ ગાંધીએ આશ્રમમાં તેમના અનુયાયીઓને ૧૨ સપ્ટેમ્બર ૧૯૩૮માં એક ગુપ્ત પત્ર લખીને સુશીલાની સાથે નગ્ન સ્નાન કરવામાં એમને દલીલ આપી હતી કે, “જયારે હું નાહીં રહ્યો હોઉં ત્યારે એજ સમયે સુશીલાને પણ નહાવા દઉં છું. ન્હાતી સમયે હું મારા શરીરને એની સાડીથી ઢાંકી દઉં છું. જયારે તે નાહીં રહી હોય તે સમયે હું મારી આંખો જોરથી બંધ કરી દઉં છું.  હું બસ અવાજથી એ અનુમાન લગાઈ શકું કે તે સાબુનો ઉપયોગ કરી રહી છે.”  વેદ મહેતા જ નહિ ખુદ ગાંધીજી પણ માનતા હતા કે સુશીલા એમની સાથે સ્નાન કરતી હતી. ગાંધીજી મનુબેન સાથે પણ બ્રહ્મચર્યનો પ્રયોગ કરતા હતા. આ કારણથી સુશીલા નૈયરને મનું થી બહુ જ નફરત થઇ હતી. એમને મનુને પોતાના રસ્તા પરથી હટાવવા માટે મનુને પ્યારેલાલ એટલે કે સુશીલા નૈયરના ભાઈ સાથે લગ્ન કરવા માટે દબાણ કરાયું હતું. પ્યારેલાલ ગાંધીજીના સેક્રેટરી હતા. તેઓની  ઉમર મનુથી બમણી હતી. દુઃખી થઈને મનુએ ૧ જાન્યુઆરી ૧૯૪૬માં પોતાની ડાયરીમાં લખ્યું કે, “સુશીલાબેન મને તેમના ભાઈ પ્યારેલાલ સાથે લગ્ન કરવાનું કહી રહી છે, પરંતુ મેં એમને ચોખ્ખી જ ‘ના’ પડી દીધી. બાપુએ કહ્યું મને કે સુશીલા પોતાના હોશમાં નથી.મનુબેનની ડાયરીમાંથી  ૧ જાન્યુઆરી,૧૯૪૭ના રોજ થયેલ નોંધ મુજબ ગાંધીજી મનુંબેનની ડાયરીમાં રોજ પોતાના હસ્તાક્ષર કરતા. આથી ડાયરી પર કોઈ પણ શંકા ના કરી શકાય. મનું અને ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગ પર પણ શંકા ના કરી શકાય.

હવે આપણે વાત કરીશું ‘આભા ગાંધી’ વિષે. આભા ગાંધી બાપુના ભત્રીજાના પુત્ર કનુલાલ ગાંધીની પત્ની હતી. ગાંધીજીએ આભા સાથે પણ બ્રહ્મચર્યના પ્રયોગો કર્યા ત્યારે તેઓ સોળ  વર્ષનાં હતાં. આભાએ પોતેજ મશહુર લેખક વેદ મહેતાને જણાવ્યું હતું કે તેઓ માત્ર 16 વર્ષના હતા ત્યારે તેઓએ ગાંધીજીના સાથે સુવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે આભાબેનને લાગતું હતું કે ગાંધીજીને ઠંડના લીધે કંપકંપી થતી હશે, તેથી તેમને ગાંધીજીને ગરમ કરવા માટે આ કામ સોંપવામાં આવ્યું હશે.

આપણે વેદ મહેતાના ઇન્ટરવ્યુંમાં જે સવાલો પૂછ્યા તે જોઈએ...

 

વેદ મહેતા: શું તમે તે સમયે કપડાં પહેરેલા રાખતાં હતાં?

આભાબેન: તેઓ મને કપડાં ઉતારવાનું જરૂર કહેતા હતા, પરંતુ મને યાદ છે ત્યાર સુધીનો હું પેટીકોટ અને ચોળી પહેરી રાખી હતી.

વેદ મહેતા: શું ત્યારે ગાંધીજી કપડાં પહેરેલા રાખતા હતા?

આભાબેન: મને યાદ નહિ કે તેઓ કોઈ કપડાં પહેરતા હતા કે નહિ, એ વિશે મને વિચારવું પણ ગમતું નથી.

ત્યારબાદ ગાંધીજીએ પોતે તેમના નજીકના મુન્નાલાલ શાહને પત્ર લખ્યો કે આભાએ તેમની સાથે સુવાથી ઇનકાર કરી દીધો હતો. ૬ માર્ચ ૧૯૪૨માં લખેલો પત્ર પ્રકાશિત થયો છે. તે પત્ર સહેલાઈથી મળી શકે છે. ડૉ. સુશીલા નૈયર અને આભાબેન ઉપરાંત ત્રીજી વ્યક્તિની આપણે વાત કરીશું. બ્રહ્મચર્યના પ્રયોગોમાં જેમનું નામ છે, પ્રભાવતી દેવી. જે ભારતના મહાન સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ(જે.પી.) નાં પત્ની હતાં. આ એજ જે.પી.છે જે ૧૯૭૫માં ઇન્દિરાગાંધીના વિરુદ્ધમાં આંદોલન કર્યું હતું. ખેર, તેઓ પોતાના લગ્નના થોડાક જ સમય બાદ પ્રભાવતી દેવીએ ગાંધીજીની સંગતમાં આવીને આજીવન બ્રહ્મચર્યનો પ્રણ લઇ લીધું. તેઓએ આટલો મોટો નિર્ણય લેતાં પહેલાં પોતાના પતિને પૂછ્યું પણ નહોતું. મજબુરીમાં જે.પી.ને આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવું પડ્યું હતું. જે.પી.ને બાળકો પર ખુબ જ પ્રેમ હતો, પરંતુ પત્ની પ્રભાવતીના બ્રહ્મચર્યને લીધે જીવનભર સંતાનસુખથી વંચિત રહ્યા. જે.પી.એ ક્યારેય ગાંધીજીને માફ નહોતા કર્યા. જે.પી. અને તેમના પત્ની વચ્ચે ઘણીવાર લડાઈઓ પણ થઇ. પ્રભાવતી ગાંધીજી સાથે કેવા પ્રકારનો સબંધ રાખતા હતા. તેનું વર્ણન ગાંધીજીએ તેમના સહયોગી મુન્નાલાલ શાહને ૬ માર્ચ ૧૯૪૫માં લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે.  ગાંધીજીના શબ્દે આપણે વાંચીએ, પ્રભાવતી ઘણીવાર મને ગરમી મળે એ માટે મારી સાથે સૂતાં હતાં. જયારે તે થર-થર કાંપતી જમીન પર મારા માટે પડી હતી તો હું એને મારામાં સમેટી લેતો હતો. આ ઘણી પૂરી કહાની છે. છ માર્ચ ૧૯૪૫ના પત્ર મુજબ

ગાંધીજીની દ્રષ્ટીએ બ્રહ્મચર્યની શું પરિભાષા હતી એ જાણવા મળે છે. આમ તો ગાંધીજીએ બ્રહ્મચર્ય પર ઘણા લેખો લખ્યા, પોતાની આત્મકથામાં પણ ઉલ્લેખ કર્યા; પરંતુ કઠીન દાર્શનિક આયામને સામાન્ય લોકો ક્યારેય પણ સમજી ના શક્યાં કે બ્રહ્મચર્યની પરિભાષા શું છે.

ગાંધીજીએ બ્રહ્મચર્યને સરળ શબ્દોમાં સમજાવ્યો કે, ‘જે મનુષ્ય કામ વાસનાથી હંમેશા દૂર છે, જે સદા ઈશ્વરની ભક્તિ કરીને સુંદરથી સુંદર નગ્ન સ્ત્રીની સાથે નગ્નવસ્થામાં રહીને અને ત્યારબાદ પણ યૌન ઉત્તેજના ના થાય. તે જ બ્રહ્મચારી કહેવાય.’  ગાંધીબાપુનો પત્ર ૧૮માર્ચ ૧૯૪૭નો આજેય જગ જાહેર છે.

ગાંધીજીના આ સરળ જવાબ પર લોકોના પ્રશ્નો ઉદભવ્યા કે કોઈ બ્રહ્મચારીને સુંદર નગ્ન સ્ત્રી સાથે સુવું જ કેમ પડે? શું જરૂર છે બ્રહ્મચારીને બ્રહ્મચાર્યની તપાસ કરીને. 

ગાંધીજીના આધ્યાત્મિક સહયોગી આચાર્ય વિનોબા ભાવેએ એના પર ગંભીર પ્રકાશ દાખવ્યો. ગાંધીજીએ ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૬ના વિનોબા ભાવેને પત્ર લખ્યો કે તેઓ મનુબેનની સાથે બ્રહ્મચર્યના પ્રયોગ કરી રહ્યા છે. જવાબમાં વિનોબા ભાવેએ ઉત્તરમાં પુરા બ્રહ્મચર્ય દર્શન વિષે બોલ્યા કે, “હું બ્રહ્મચર્યના તમારા સિદ્ધાંતોથી સહમત નથી. સ્ત્રી પુરુષનો કોઈ પણ પ્રકારનો ભેદ આદર્શ બ્રહ્મચર્યના વિરુદ્ધ છે. હું આ વિષય પર કોઈ જ પ્રકારની ચર્ચામાં પડવા માંગતો નથી”

આચાર્ય વિનોબા ભાવેએ બ્રહ્મચર્ય વિશે ગાંધીજીને એવી દલીલ કરી હતી કે “ જે બ્રહ્મચારી છે તેને પ્રયોગ કરવાની જરૂર જ નહિ અને જે બ્રહ્મચારીને એમ લાગે કે તે અધુરો બ્રહ્મચારી છે. પોતાના પર શંકા હોય તો એને આવા પ્રયોગોથી દુર રહેવું જોઈએ.” હવે સવાલ એવો ઉઠે છે કે ગાંધી અધૂરા બ્રહ્મચારી હતા કે પૂર્ણ બ્રહ્મચારી. અથવા તેઓ બ્રહ્મચારીના પ્રયોગોમાંથી પાસ થયાં કે નાપાસ. આવા સવાલોનો સ્પષ્ટ જવાબ ક્યારેય પણ મળી નથી શક્યો.

ગાંધીજીનું લખેલું પુસ્તક ‘કી ટુ હેલ્થ’માં પેજ નંબર છેતાલીસ પર ગાંધીજીએ લખ્યું છે કે “ હું નહિ કહી શકું કે હું પોતાની વ્યાખ્યામાં પૂર્ણ બ્રહ્મચર્ય સિદ્ધ કરી દીધો છે. પરંતુ મારું એવું માનવું છે કે તે દિશામાં મેં પ્રગતી કરી છે. જો ઈશ્વરની કૃપા રહી તો હું આ જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકીશું. મારા અમુક બ્રહ્મચર્યના પ્રયોગ હજુ અવસ્થા સુધી નથી પહોંચ્યા કે જનતાના લાભ માટે બધા સામે રાખી શકાય. પણ મને જયારે પણ સંતોષપ્રદ સફળતા મળશે તો હું બધા માટે બધાની સામે રાખીશ”.

આથી સાબિત થાય છે કે ગાંધીજીએ પણ માન્યું કે તેઓ પૂર્ણ બ્રહ્મચારી નથી બની શક્યા. અને એમના પ્રયોગો કઈ અવસ્થા સુધી પહોંચ્યા, અને સામાન્ય લોકો માટે તે કેટલા લાભદાયી હતા. આ સવાલો પણ ક્યારેય પણ ગાંધીજી જવાબના આપી શક્યા અને તેમનું મૃત્યુ થઇ ગયું.

Comments

RAMAJI ROTATAR said…
ખૂબ જ સુંદર માહિતી
Unknown said…
A well balanced criticism.
Manthan said…
આ બધો એનો ઢોંગ છે,
ભારતીય દર્શનમાં આવા પ્રયોગોને સ્થાન જ નથી.
गांधीजी बहु होशियार मनुष्य थे। साँप मरे और लाठी भी न तूटे। सूझबूझ से सोचे तो गांधीजीने अपनोंके साथे हमेंशा पराया वर्तन ही किया है। आज देशमें जो भयानक स्थिति निर्माण हुई है इसका श्रेय भी उन्हींको ही जाता है। सही माइनेमें ये उनका छुपा हुआ डरावना रूप था। सच्चे राष्ट्रपिता नही है। इतिहास ये बात की गवाही देता है।
ગાંધીજી વિશે કંઈ પણ ટીપ્પણી કરવી એ કદાચ આપણા અધુરા જ્ઞાન ની નિશાની કે પછી ગાંધી વિરોધી વિચારધારા અને ગોડસે સમર્થક માં ખપાવી દેવાનો પુરજોશમાં પ્રયાસ ચારેબાજુથી થાય છે. બાકી ગાંધીજી એ તો પોતાની ઊણપો જાહેર કરેલી જ છે.
વાહ, ભાવેશભાઈ...ખુબજ સંતુલિત રીતે એકદમ સચોટ માહિતી આપી, સાથે સાથે ગાંધીજીને ઓળખી ને તેઓના વિશે અભિપ્રાય બાંધવાનું ખુબજ સિફત પૂર્વક વાંચક ઉપર છોડી દીધું. આપને ખૂબ ખૂબ ધન્યવાદ.
સાચા બ્રહ્મચારી તો સ્વામી દયાનંદ સરસ્વતી , સ્વામી વિવેકાનંદ જેવા મહાન આત્માઓ હતા. બ્રહ્મચારી નું તેજ ઝગારા મારતું હોય. ગાંધીજી માટે મને કોઈ માન કે આદર નથી. ગાંધીજીએ પોતાના વ્યક્તિત્વના જોરે ભારતને જે નુકશાન પહોચાડ્યું છે તેટલું તો વિદેશી આક્રમણખોરો એ પણ નથી પહોચાડ્યું.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી