અદ્ભુત રાજનેતા પ્રણવદા

 દરેક પક્ષના લાડકા પ્રણવમુખરજી...

દરેક રાજકીય પક્ષ સાથે અંગત સબંધ રાખનાર,જાળવી રાખનાર અને આજીવન સક્રિય રાજકારણમાં રહ્યા છતાં જેમના કોઈ વિરોધી નથી. આવા વિરોધી વગરના દેશના ઓછા નેતા પૈકીના એક એવા પ્રણવદા અંગે વિગતે ચર્ચા કરીશું.

આપણે વાત કરીશું.

ભારતના તેરમાં રાષ્ટ્રપતિ પ્રણવમુખરજી. રાષ્ટ્રપતિ તરીકે તેઓ  ૨૦૧૨થી ૨૦૧૭ સુધી રહ્યા.તેમની ઈચ્છા રાષ્ટ્રપતિ બનવા માટેની હતી જ નહિ અને સોનિયા ગાંધી પણ નહોતા ઈચ્છતા કે પ્રણવદા રાષ્ટ્રપતિ બને. પ્રણવમુખરજી કોંગ્રેસ માટે વફાદાર રહ્યા. છતાં બીજી પાર્ટીમાં  તેમનું પ્રભુત્વ એવું જ રહ્યું. પ્રણવ મુખરજીને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા. મુખરજીનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૫માં બંગાળના ગામડામાં થયો હતો. તેમના પિતાનું નામ કીંકર મુખરજી. તેઓ બહુ મોટા રાજકીય આગેવાન હતા . તેમણે દેશની આઝાદી માટેના આંદોલનમાં ભાગ ભજવ્યો હતો. ૧૯૪૨માં પોલીસે વોરંટ આપી દીધું હતુ કે કીંકર મુખરાજીને અરેસ્ટ કર્યા. જયારે પોલીસ કીંકર મુખરજી ના ઘરે ગઈ ત્યારે પ્રણવ મુખરજી નાના હતા . ત્યારે પોલીસે પ્રણવ મુખરજી ને પૂછ્યું કે કયા ગયા ઘરના બધા તો જવાબ આપ્યો કે ગાય ખાઈ ગઈ. ત્યાર બાદ તેમની ભણવાની શરૂઆત થઈ.એમણે માસ્ટર કર્યું. પોલીટીકલ સાયન્સ હિસ્ટ્રી અને લો ની ડીગ્રી  મેળવી. કલકતાથી યુનિવર્સીટીથી કર્યું હતું.૧૯૬૩ના સમયમાં પ્રણવ મુખરજી પોલીટીક્સમાં એકિટવ થયા .૧૯૬૯ માં તે રાજ્યસભામાં ચૂંટાઈને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા. વિ.કે.મેનન જયારે ચુંટણી લડી રહ્યા હતા,ત્યારે ઇન્દિરા ગાંધીએ પહેલી વખત પ્રણવ મુખરજીને જોયા હતા. ત્યારબાદ હંમેશને માટે એમના પર ઇન્દિરા ગાંધીની છત્રછાયા રહી. ૧૯૬૯માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા. ત્યારબાદ તેમને ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટના યુનિયન ડેપ્યુટી મિનિસ્ટર બનાવ્યા. ૧૮૮૨થી ૧૮૮૪ દરમિયાન તેઓની સૌથી અગત્યના એવા ફાઈનાન્સ મિનિસ્ટર તરીકે રહ્યા. એજ સમયગાળામાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આર.બી.આઈ.ના ગવર્નર હતા. ૧૯૬૯માં તેઓ ડેપ્યુટી મિનિસ્ટર બન્યા અને ૧૯૮૦ દરમિયાન લીડર ઓફ ધ હાઉસ બની ચુક્યા હતા. ઇન્દિરા ગાંધીની જેટલી પણ મીટીંગ થતી ત્યારે તેમની ગેરહાજરીમાં પ્રણવ મુખરજી એમના વતી મીટીંગ કરતા હતા. ૧૯૮૪માં જયારે ઇન્દિરા ગાંધીનું અવસાન થયું. ત્યારબાદ રાજીવ ગાંધી સત્તામાં આવ્યા એમના આવ્યા પછી ઘણું બધું બદલાઈ ગયું હતું. રાજીવ ગાંધીની સરકારમાં તેઓ સૌથી વધુ અનુભવી નેતા હતા. પરંતુ રાજીવ ગાંધીએ ધીરે-ધીરે કરીને પ્રણવ મુખરજીના દરેક પદ છીનવી લીધા. ત્યારબાદ રાજીવ ગાંધી સાથે એમના સબંધ સુધાર્યા. પ્રણવ મુખરજીને હાથ પણ મિલાવી લીધો પણ જ્યા સુધી રાજીવ ગાંધી પદ પર રહ્યા ત્યાર સુધી તો એમને કોઈ પદ પર આવવા દીધા નહોતા. ત્યારબાદ તેમને પશ્ચિમ બંગાળ કોંગ્રેસ કમિટી માં મોકલી દીધા. ત્યાં પણ એમના પદથી ખસેડીને એમની જગ્યાએ પ્રિયરંજનદાસ મુનશીને પદ આપી દીધું. પછી થોડા સમય બાદ કોંગ્રેસ કમિટીમાંથી કાઢી દીધા. આટલું બધું તેમની સાથે થયું. છેવટે એમને કોંગ્રેસમાંથી બરખાસ્ત કરી દીધા. વર્ષો સુધી કોંગ્રેસ માટે કામ કર્યું હોવા છતાં તેમને બરખાસ્ત કરી દીધા. આવી એમને કલ્પના પણ નહોતી કરી. એક ઈન્ટરવ્યું માં એમને પૂછવામાં આવ્યું કે રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીની તુલના વિષે તમારા શું મંતવ્યો છે? ત્યારે પ્રણવ મુખરજીએ ઇન્દિરા ગાંધીના પક્ષે જ સારું બોલ્યા હતા. 

પ્રણવ મુખરજીએ હાર ના માની અને તેમને એક નાની પાર્ટી બનાવી દીધી. રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ(RSC) બનાવી. શરૂઆતના તબક્કે સારા એવા નેતા એમાં જોડાયા અને પ્રસિદ્ધિ પણ મળી. પણ જયારે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં એમની પાર્ટીને  એક પણ સીટ ન મળી. આ સમયે પ્રણવ મુખરજીની હાલત બહુ જ ખરાબ થઇ ગઈ. એવું લાગતું હતું કે હવે પ્રણવ દાદાનું પોલીટીકલ કરિયર ખતમ થઇ ગયું. તે સમયે તેઓ એકલા પડી ગયાં હતા. કોઈ એમને મળવા પણ જતું નહોતું. શિલા દીક્ષીત અને પ્રણવ મુખરજીના મિત્ર સંતોષ મોહનદેવ એમને સાથ આપ્યો. એમને રાજીવ ગાંધીને સમજાયા કે આપ એમની સાથે એવું ન કરો. તમે એમને પાર્ટીમાં લાવી દો. પાર્ટીને પણ લાભ થશે. ત્યારે રાજીવ ગાંધી અને પ્રણવ મુખરજી બંને ભેગા થયાં અને રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ અને કોંગ્રેસને એક કરવામાં આવ્યું. ત્રણ વર્ષ પછી ૧૯૮૯માં કરાર થયો હતો. અને પ્રણવ મુખરજીને કોંગ્રેસમાં લાવવામાં આવ્યા. એમને કોઈ પોસ્ટ નહોતી મળી. જયારે ૧૯૯૧માં પી.વી.નરસિંહરાવ ની સરકાર આવી તે સમયગાળામાં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. પી.વી.નરસિંહરાવ અને પ્રણવ મુખરજી બંને સારા મિત્રો હતા. નરસિંહરાવે પ્રણવ મુખરજીને ઇન્ડિયન પ્લાનિંગ કમિશનના ચેરમેન બનાવ્યા. ૧૯૯૮થી ૧૯૯૯ દરમિયાન સોનિયા ગાંધી કોંગ્રેસના પ્રેસીડેન્ટ બન્યા. સોનિયા ગાંધી અને પ્રણવ મુખરજીના સબંધ સારા રહ્યા. તેથી ૨૦૦૦ની સાલમાં પશ્ચિમ બંગાળના કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા. ત્યારબાદ ૨૦૦૪માં ઇન્ડિયન નેશનલ કોંગ્રસે ચુંટણી જીતીને ગઠબંધનની સરકાર બનાવી હતી. 


૨૦૧૨માં પ્રણવ મુખરજીએ એમના પદ પરથી રાજીનામું આપી દીધુ. કેમેકે રાષ્ટ્રપતિ ની ચૂંટણી આવી રહી હતી. તે સમયે સોનિયા ગાંધી અને મમતા બેનરજીની મીટીંગ થઇ અને ત્યાં પ્રણવ મુખરજીના નામ પર સહમતી પણ બની. પરંતુ ઠીક એક કલાક બાદ મમતા બેનરજીએ નક્કી કરેલ સહમતીથી બદલી ગયાં. કારણ એ હતું કે તેઓ મીટીંગ બાદ મુલાયમસિંહ યાદવ ને જઈને મળ્યા હતા. મુલાયમસિંહ યાદવ એવું ઈચ્છતા હતા કે એ.પી.જે.અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. અબ્દુલ કલામનું નામ ચાલ્યું પણ, બધાને ખબર હતી કે કલામ આટલી બધી પાર્ટીઓના લાભ માટે રાષ્ટ્રપતિ બનવાનું પસંદ નહિ કરે. આવા સંજોગ ઉપરાંત પણ કોંગ્રેસે પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ બનાવાના પ્રયાસો ચાલુ જ રાખ્યા. કોંગ્રેસને ખબર હતી કે બીજી પાર્ટીઓ નથી ઈચ્છતી કે પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બને. એમાંય મુલાયમસિંહ યાદવ ખાસ નહોતા ઈચ્છતા. પરંતુ કોંગ્રેસને ખબર હતી કે ગઠબંધનની બીજી પાર્ટીઓ નહિ માને તો માયાવતીના સહકારથી પણ કામ થઇ જશે. આખરે પ્રણવ મુખરજીના નામ પર સહમતી થઇ. પ્રણવ મુખરજીની સામે હતા પી.એ.સંગમા. પ્રણવ મુખરજીને આશરે સાત લાખ જેવા મૂલ્યના વોટ મળ્યા હતા. અને પી.એ. સંગમાને આશરે ત્રણ લાખ જેવા મૂલ્યના વોટ મળ્યા. પ્રણવ મુખરજીનો વિજય થયો. જુલાઈ ૨૦૧૨ ના રોજ ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા. આ સમય એમના માટે સુવર્ણ સાબિત થયો હતો. પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ બનાવવા માટે સોનિયા ગાંધીનો બહુ મોટો ફાળો રહ્યો હતો. સોનિયા ગાંધીને એવું લાગતું હતું કે ૨૦૧૪માં કોંગ્રેસની સરકાર ના આવે તો બીજો કોઈ ઉમેદવાર આ પદ માટે આવી જાય. તો આ પદ ઉપર કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હોય જેથી કોંગ્રેસ માટે સારું રહે. આ આશય થી આ વ્યવસ્થા થઈ.

અગાઉ ૨૦૦૭માં જયારે ચુંટણી થવાની હતી ત્યારે ગઠબંધનની સરકાર એવું ઈચ્છતી હતી કે પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બને. પરંતુ સોનિયા ગાંધી એવું ઈચ્છતા હતા કે પ્રણવ મુખરજી હારી જશે તો એમનું પોલીટીકલ કરિયર ખતમ થઇ જશે.એના કરતા તે એમ ઈચ્છતી હતી કે એમની સાથે રહીને એમને સલાહકાર બનીને રહે. ૨૦૦૬માં ફોરેન મિનિસ્ટર બનાવ્યા. અને કેબીનેટ માં પણ જગ્યા મળી હતી. જે કેબીનેટ મનમોહનસિંહે બનાવી હતી. ૨૦૦૯થી લઈને ૨૦૧૨ ના સમયગાળા દરમિયાન એમને ફાઈનાન્સ મિનિસ્ટરની પોસ્ટ મળી હતી. તે સમયગાળા દરમિયાન સારા એવા કર્યો કર્યા. GSTનું  માળખું બનાવવામાં પ્રણવ મુખરજીનો ખુબ જ સાથ રહ્યો હતો. જે NHDP (NATIONAL HIGHWAY DEVELOPMENT PROJECT) જે અટલ બિહારી વાજપેયીએ શરુ કર્યો હતો. બધા જ હાઇવેને સુધારવા અને કનેક્ટ કરવા માટે શરુ કર્યું હતું. આ કાર્યમાં પ્રણવ મુખરજીએ ખુબ જ સાથ આપ્યો અને એજ સમયગાળા દરમિયાન અમેરિકા માં તીવ્ર મંદી આવી રહી હતી. જેથી ભારતની ઇકોનોમિ પણ નીચે જતી રહી હતી. આવા કપરા સમયે પ્રણવ મુખરજીએ દેશની ઈકોનોમી સુધારવામાં તેમનો અગત્યનો ફાળો છે. એમને  વિશ્વ કક્ષાનો ‘બેસ્ટ ફાઈનાન્સ મિનિસ્ટર એવોર્ડ’ મેળવ્યો. હવે ૨૦૧૨ માં સોનિયા ગાંધીને એવો અહેસાસ થયો કે રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખરજી જ યોગ્ય છે. ૨૦૧૪ ની ચુંટણી વિષે જેવી સોનિયા ગાંધીએ કલ્પના કરી હતી તેવું જ થયું. સૌથી ખરાબ રીતે કોંગ્રેસ ને નિષ્ફળતા મળી માત્ર ૪૪ સીટો જ મળી હતી. અને સત્તામાં આવી મોદી સરકાર. તેમનો કાર્યકાર સમય ૨૦૧૭ સુધીનો રહ્યો હતો.

આવા અનોખા લોકનેતા ને આજે બી ધ ચેન્જ વતી પૂણ્ય સ્મરણ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી