જય હિન્દ સેનાના સૈનિક: કેપ્ટન લક્ષ્મી સહેગલ

આઝાદ હિંદ ફોજ’ના સૈનિકો ભારત આવી ગયા. દેશના પહેલા વડાપ્રધાન બન્યા. નહેરુજી આગળ તેમણે પ્રસ્તાવ મૂક્યો. કાનપુરની એક સરકારી મહિલા હોસ્પિટલમાં માનદ સેવાઓ આપવાની ઓફર કરી. એ પણ મંજુર ન થયું. છેવટે ‘આઝાદ હિંદ ફોજ સહાયતા સમિતિ’ની રચના થઈ. જેનું કામકાજ સહગલ સંભાળતા હતા. ક્યારેય યોગ્ય કહી શકાય તેવી સુવિધા ન જ મળી.

જીવનમાં ત્રણ પ્રકારના વ્યક્તિ હોય. ઇનોવેટર, ક્રિએટર અને ફોલોઅર્સ. આ ત્રણેય પ્રકારના લોકો ઇતિહાસ બનાવે,વાંચે કે લખે એવું બને છે. વ્યક્તિગત સૂઝ તેમજ સમજણ વગર ઇતિહાસ સાથે જોડાવું એ શક્ય નથી. આજથી નવ વર્ષ પહેલાંની આ વાત છે. સત્તાણું વર્ષની ઉંમરે એક ઇતિહાસ જાણે પૂરો થયો. ઇતિહાસ આમ તો પૂરો ન થાય. પણ દેશની આઝાદી સાથે જોડાયેલ વ્યક્તિ માટે આવું લખી શકાય.

લક્ષ્મી સહગલ એમનું નામ. અહીં ગમે તેટલું લખું છતાંય એ ઓછું જ લાગે એવી આ વ્યક્તિ. ગુલામીથી કંટાળેલો પરિવાર. આઝાદી માટે બધું જ કરવા તૈયાર પતિ પત્ની. એમનું નામ  સ્વામિનાથન અને અમ્મુ સ્વામિનાથન. સ્વામીનાથન પરિવારમાં  બે દીકરીઓ.એમાંથી મોટી દીકરી લક્ષ્મી. તેનો જન્મ  જન્મ ૧૪ ઓક્ટોબર ૧૯૧૪ના દિવસે થયો હતો. તેમના પિતાજી વકીલ. માતા મહિલાઓ માટે જાહેર જીવન જીવતાં. તેઓ સમાજ સેવિકા તરીકે જ ઓળખાય. સમાજસેવિકા.  પરિવાર ગાંધી વિચારની આભમાં હતો. અહીં લક્ષ્મી કેમ બાકાત રહેઆગળ જતાં તેમની એક સહેલી સુહાસિની ચટ્ટોપાધ્યાય.તેમનાં મોટાં બહેન સરોજીની નાયડુ. એમની જોડે રહેતાં રહેતાં સામ્યવાદના સંસ્કાર મળ્યા. માતા સમાજ સેવક હોઈ ગરીબોની હાલાકી દૂર કરવા તે ડોકટર બનવા વિચાર્યું હતું. છેવટે 1938માં તેઓ એમ.બી.બી.એસ. થયાં. વધુ  અભ્યાસ કરી  ગાયનેકોલોજીસ્ટ થયાં. એ પછી ટાટા એરલાઈન્સના પાઈલટ પી.કે.એન.રાવ સાથે લક્ષ્મીનાં લગ્ન થયાં.  છ મહિનામાં એમના લગ્ન જીવનમાં વિવાદ થયો. છૂટાં પડ્યા અને સીંગાપોર પહોંચી ગયાં. ભારતની માફક ત્યાં પણ અંગ્રેજોની સત્તા હતી.અહીં લક્ષ્મી તબીબ તરીકે સેવા આપતાં હતાં. બીજું વિશ્વ યુદ્ધ અને તેના પરિણામો તેમણે જોયાં હતાં. અનુભવ્યું હતું. દેશની ગુલામીથી વ્યથિત હતાં. અહીં ઘાયલ સૈનિકોની સારવાર કરી.

 ૧૯૪૩માં સુભાષચંદ્ર બોઝે ‘આરઝી હકૂમત’ની ઘોષણા કરી. અહીં આઝાદ હિંદ સરકારનાં મહિલા મંત્રી તરીકે ઉપસ્થિત હતાં. ડૉ. લક્ષ્મી સ્વામિનાથન એમનું નામ. આ સમારંભમાં ડૉ.લક્ષ્મી પણ હાજર હતાં. અહીં  ‘ઈન્ડીયા ઈન્ડીપેન્ડન્સ લીગ’ના અધ્યક્ષ તેમજ ‘આઝાદ હિંદ ફોજ’ના સુપ્રિમ કમાન્ડર તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી થઈ..વિશ્વ યુદ્ધમાં જાપાનીઓને શરણે અનેક હિંદી સૈનિકો હતા. કેપ્ટન મોહનસિંહે આઝાદ હિંદ ફોજની રચના કરી. જાપાને તે સમયે રાજકીય ગણતરી સાથે સહકાર આપ્યો. કેપ્ટન મોહનસિંહ બઢતી પામીને ‘જનરલ’ બનાવાયા. રાજકીય રીતે એમનો પ્રભાવ ન હતો.

 જાપાનીઓએ તેમની અવગણના કરવા માંડી. છેવટે મોહનસિંહ ‘આઝાદ હિંદ ફોજ’ સમેટી લેવા વિચાર્યું. સાથીઓને આ મંજૂર નહોતું. છેવટે મોહનસિંહે ફોજ છોડી. ફોજમાં ત્યારે 25 હજારથી વધુ સૈનિકો.  ‘ઈન્ડીયા ઈન્ડીપેન્ડન્સ લીગ’ સાથે ભળી ગયા.લીગ તેમજ ફોજ બન્નેનું અધ્યક્ષપદ સુભાષબાબુને સોંપાયું. એ વખતે ડૉ. લક્ષ્મીએ દેશ માટે સેવા કરવાની ઓફર આપી હતી. નેતાજીએ આ વાત સ્વીકારી. ડૉ. લક્ષ્મી અહીં કેપ્ટન બન્યાં.ડૉ. લક્ષ્મીને આજીવન ‘કેપ્ટન લક્ષ્મી’ સુભાષબાબુ બોલાવતા. સિંગાપોરની મહિલાઓની હાલત જોઈ. ડૉ. લક્ષ્મી એ ‘આઝાદ હિંદ ફોજ’ની મહિલા રેજીમેન્ટ રચવાનો વિચાર કર્યો.“જેનું નામ ઝાંસી રાખવામાં આવ્યું.

સીંગાપોરમાંથી તો ઠીક, એશિયામાંથી સૈન્યમાં મહિલા જોડાય તે કપરું હતું. ઝાંસીની રાણી સાથે યુદ્ધ લડનારા ગોરો અમલદાર બોલેલો કે,' લક્ષ્મીબાઈ બહાદુર હતી. એના જેવી ફક્ત એક હજાર સ્ત્રીઓ ભારતમાં હોત તો અમારું રાજ સ્થપાયું ન હોત. બસ, આ જ કારણે સુભાષબાબુ એક હજાર મહિલાઓ એકઠી કરવા કહ્યું.  ડૉ. લક્ષ્મી હવે શું કહે? આઝાદ હિંદ ફોજના અધિકારી મહિલાઓને તાલીમ આપે એવી વ્યવસ્થા થઈ.એક હજાર મહિલાઓને સુભાષબાબુ સંબોધન કરવાના હતા. સૌને નિયમિત તાલીમ આપવાનું નક્કી થયું. સભાનો નિયત દિવસ આવી પહોંચ્યો. નેતાજીનું આગમન થયું. મહિલાઓએ નેતાજીને ‘ગાર્ડ ઑફ ઓનર’ આપ્યું. આ જોઈને નેતાજી રાજી થયા. કેપ્ટનનું કામ પોતાની મહિલા સૈનિકોને દોરવવાનું અને મહિલાઓને જોડવાનું કામ શરૂ થયું. કેટલીય મહેનત પછી ‘રાણી ઝાંસી રેજિમેન્ટ’માં મહિલાઓ જોડતી થઈ.

દસ પંદર સ્ત્રીઓથી શરૂ થયેલી રાણી ઝાંસી રેજિમેન્ટ. ધીમે ધીમે તેમાં મહિલાઓ વધવા માંડી. વિપરીત પરિબળો નડયાં. કેપ્ટન લક્ષ્મી લશ્કરી  સલાહકાર પ્રેમકુમાર સહગલના સંપર્કમાં આવ્યાં. બન્ને  વચ્ચે પ્રેમ પરિણમ્યો.આઝાદી પહેલાં પહેલાં રેજિમેન્ટ વિખરાઈ ગઈ.માર્ચ, ૧૯૪૬માં લક્ષ્મી અને પ્રેમકુમાર લગ્નથી જોડાયાં. લક્ષ્મી હવે લક્ષ્મી સહગલ બન્યાં. અંગ્રેજ સરકારે આઝાદ હિંદના ટોચના નેતાઓને પકડ્યા.મુકદ્દમો ચલાવવાની ઘોષણા કરી. આ કારણે દેશમાં આઝાદીની લહેર ઉઠી. છેવટે અંગ્રેજ સરકારે આગેવાનોને નિર્દોષ જાહેર કર્યા.

‘આઝાદ હિંદ ફોજ’ના સૈનિકો ભારત આવી ગયા. દેશના પહેલા વડાપ્રધાન બન્યા. નહેરુજી આગળ તેમણે પ્રસ્તાવ મૂક્યો. કાનપુરની એક સરકારી મહિલા હોસ્પિટલમાં માનદ સેવાઓ આપવાની ઓફર કરી. એ પણ મંજુર ન થયું. છેવટે ‘આઝાદ હિંદ ફોજ સહાયતા સમિતિ’ની રચના થઈ. જેનું કામકાજ સહગલ સંભાળતા હતા. ક્યારેય યોગ્ય કહી શકાય તેવી સુવિધા ન જ મળી. આઝાદી પછી નહેરુ જાપાન ગયા. જાપાન સરકારે આઝાદ હિન્દ ફોજના ખજાનાનું સોનું અને રોકડ પરત કર્યાં. એ રકમ કેટલી હતી? અને એનું શું થયું? આવા સવાલોના કોઈ જવાબ ન મળ્યા.

 

ઈન્દીરા ગાંધીના શાસનકાળમાં સ્વાતંત્ર્યસેનાનીઓની બહાર પડેલી બીજી યાદીમાં ‘આઝાદ હિંદ ફોજ’ના સૈનિકોનો સમાવેશ થયો. પ્રેમકુમાર સહગલ પંચોતેર વર્ષની ઉંમરે ૧૯૯૨માં અવસાન પામ્યા.ડૉ.લક્ષ્મીએ કાનપુરના આર્યનગર વિસ્તારમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેકટીસ શરૂ કરી. તે સૌથી ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ હતાં. દવા લેવા આવનાર મહિલાને ક્યારેક ક્યારેક તે આર્થિક સહાય કરતાં.રાજકીય રીતે ડૉ.લક્ષ્મી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીનાં સભ્ય હતાં. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમણે ડૉ.અબ્દુલ કલામ સામે ઉમેદવારી નોંધાવી. રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં તે પ્રથમ મહિલા ઉમેદવાર હતા. ભારત રત્ન એ.પી.જે. અબ્દુલ કલામનો વિજય થયો.સાચા અર્થમાં ક્રાંતિકારી અને પ્રેરણાદાયી જીવન જીવી જનાર કેપ્ટન લક્ષ્મી સહગલને લાલ સલામ.





Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી