કંગનાની બબાલ; પદ્મશ્રીમાં જ વિવાદ.
આ વખતના પદ્મશ્રીમાં બે માટે વધુ ચર્ચા છે.
એક સત્ય માટે પાકિસ્તાન છોડ્યુ. બીજીને પાકિસ્તાન
મોકલવી જરૂરી છે.
કંગના બોલે એ ગમે પણ,ફિલ્મમાં. એજે ન બોલે એને સમર્થન કરનાર તૈયાર છે.એને
સપોર્ટ કરનાર સૌ મૂર્ખ નહિ મૂર્ખના સરદાર છે. પાકિસ્તાનના સૈનિક કાઝી માટે કહીએ
એટલું ઓછું. આ બે પદ્મ પુરસ્કાર પછી એ નક્કી કે સારા અને સાચને મળે એ બરોબર.સારી
પ્રક્રિયા પરંતુ આવી ગાંડી માટે એ જ અધિકારીઓએ સ્વીકારવું જોઈએ કે ભૂલ થઈ.ભારત.
વિશ્વની સૌથી મોટો લોકશાહી દેશ એટલે ભારત. ભારતના આમ જોઈએ તો ભાગલા પડ્યા. એક ભાગ મહંમદઅલી પાકિસ્તાન ભેગા લઈ ગયા.
આજે આ વાતોની આસપાસ જોડાયેલ કેટલીક બાબતો અને વર્તમાન વિવાદ અંગે વાત કરીશું.
વાત જાણે એમ બની.
સરહદ પાર કરતી વખતે તેના ખિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા. શરૂઆતમાં તેના પર પાકિસ્તાની જાસૂસ(Pakistani spy) હોવાની શંકા હતી. પરતું એકવાર તે
ભારત આવ્યા પછી, પઠાણકોટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં લશ્કરી અધિકારીઓ દ્વારા
પાકિસ્તાની સેનાની તૈનાતી અંગે પૂછપરછ કરવામાં આવી હતી.ઝીણાનું પાકિસ્તાન
કબ્રસ્તાન બની ગયુંપાકિસ્તાની સૈન્યનો મુકાબલો કરવા માટે મુક્તિ બહિનીને ગેરિલા
યુદ્ધની(Guerrilla
warfare) તાલીમ આપવા
પૂર્વ પાકિસ્તાન જતા પહેલા તેને મહિનાઓ સુધી સલામત ઘરે લઈ જવામાં આવ્યા હતા. આ
ઉપરાંત પાકિસ્તાનમાંથી ભાગી જવાનું કારણ દર્શાવ્યું હતું કે, ઝીણાનું પાકિસ્તાન કબ્રસ્તાન બની
ગયું છે. તેમની સાથે બીજા વર્ગના નાગરિકો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો જેમને કોઈ
અધિકારો નહોતા.
આવા વ્યક્તિત્વનું સન્માન દેશના દરેક નાગરિકને ગમે.
હવે બીજી વાત.
કંગના. એક અભિનેત્રી. જેમ અભિનેતા ફિલ્મમાં અભિનય કરતાં
ગવાય પણ અને કોઈ ઇજા ન હોય. એવું જ કંગનાનું થયું. લક્ષ્મીબાઈનું ચલચિત્ર બનાવી
કરોડો કમાયા. બોલવા માટેના સંવાદ અને સ્ક્રિપ્ટ યાદ રાખી હોય તોય આવા બફાટ ર ન
કરત. પદ્મશ્રી વડે એમનું સન્માન થયું. પહેલું નિવેદન આઝાદી
અને સાચી આઝાદી વચ્ચે રહ્યું.1947 થી 2014 વચ્ચે એ ગૂંચવાયાં. બીજા જે
પદ્મશ્રી છે એ સામે સૌને નજરમાં આ બે આવ્યા.
ગરીબ,લાચાર, અભણ,કલાકાર કે
સામાન્ય માણસને આ સન્માન મળ્યા. મૂળ પાકિસ્તાની વ્યક્તિ અને 1971માં ભારતને સહયોગ કરનાર ભારતનું
નાગરિકત્વ સ્વીકારનાર મહારથી કાઝીને પદ્મશ્રી ખરેખર શોભે. એમનું નામ પસંદ કરનાર
ગૃહમંત્રાલયને અભિનંદન. હા, પેલી કુ. કંગના. દર બે મહિને બે
ગતકડાં કર્યા હતાં તોય પદ્મશ્રી સન્માન. જે ગૃહ વિભાગને કાઝી સર માટે અભિનંદન એ જ
વિભાગને કંગના માટે સવાલ.
આવા કલાકારો શું કરે કે ચર્ચામાં રહે? એમના માટે ચર્ચામાં રહેવું જરૂરી છે. ઠંડીથી બચવા
તાપણું કરવું પડે પણ આ રીતે ઘર ન સળગાવ્યા કરાય એવું કોણ સમજાવશે?
હશે.
આજે આટલું.
પણ હવે એ બોલશે તો ફરી મો..ટો.. લેખ લખીશ.
Comments
કંગના બોલે કે ન બોલે,,, હવે એના માટે લાંબુ લખીને સમય બરબાદ કરશો નહીં. ,,,, " એ તો એવું જ હોય."