હું તો આજીવન PM છું: પીલુ મોદી.
પ્રાઈમ મિનિસ્ટર પાંચ વર્ષ માટે હોય,હું તો આજીવન PM
છું:પીલુ મોદી
એક એવા નેતા.ખૂબ જ મજાક કરતા રાષ્ટ્રીય નેતા.
ગમે એની ફીરકી ઉડાવતા ગુજરાતના આ નેતા. માત્ર બીજાની ઠઠ્ઠા મશ્કરી નહિ,સૌ પહેલાં પોતાની
મશ્કરી પછી બીજાની. જે માણસ પોતાની જાત ઉપર હસી શકે એ ક્યારેય દુઃખી ન હોય. આપ પણ
પીલું મોદી સદાય ખુશ જ રહેતા. તેઓનું શરીર એટલું વિશાલ હતું કે તેઓ પોતાની જાત
માટે ગોલુ-પોલું શબ્દ વાપરતા. એક એવો PM
એટલે કે પીલું મોદી. જેમનાથી તાત્કાલિક PM ઇન્દિરા
ગાંધી પણ ડરતાં હતાં. કારણ કે તે નેતા સત્ય બોલવાથી ડરતા ન હતા. રજુઆત પણ એવી સરળ
કરે કે સૌ સહમત થાય જ. તેઓ રાજકારણમાં મોટા નેતા કહેવાતા.એમનો દાવો હતો કે મારા જાસુસ બધી જગ્યાએ છે. એક એવા નેતા જે સૌની
ખબર રાખતા હતા.
આજે
આપણે આવા આગેવાન પીલું મોદીની વિગત જોઈશું. લોકસભા અને રાજ્ય સભાના સભ્ય રહી
ચૂક્યા છે. સ્વતંત્ર પક્ષનું નિશાન તારો હતું. પીલું મોદી તારાના ચિહ્નન ઉપર
ચૂંટણી લડતા હતા. આ વખતે સૂત્ર હતું.'કોણ તારશે, તારો તારશે.'આવા
નેતા પીલુ મોદીનો જન્મ ૧૪ નવેમ્બર ૧૯૨૬માં મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ
હોમી મોદી વ્યવસાયકારી હતા.સાથે ગાંધીવાદી તરીકે તેઓ ઓળખાતા હતા. અંગ્રેજોના
સમયમાં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
યુપીમાં ગવર્નર તરીકે હોમી મોદીએ જવાબદારી નિભાવી છે. આપણે પીલુ મોદી વિષે આગળ
વધતા પહેલાં તેમના સ્કુલ સમયની વાત કરીશું. સ્કુલમાં તેમના મિત્ર હતા ઝુલ્ફીકાર
અલી બુટ્ટો જે પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. પીલુ અને ઝુલ્ફીકાર ખુબ જ
ગાઢ મિત્રો હતા. પીલુ મોદીએ ઝુલ્ફીકાર પર એક પુસ્તક લખ્યું હતું, જેનું શીર્ષક ‘ઝુલ્ફી માય ફ્રેન્ડ’ હતું. બંને મિત્રો રાજનીતિમાં સારા એવા
નેતા રહ્યા છે. પીલુ મોદી ગુજરાતના ગોધરામાં બે વાર સાંસદ રહી ચુક્યા છે. આ
નેતાગીરીના પહેલાં પીલુ આર્કિટેક હતા. તેમને ડીગ્રી અમેરિકાથી કરી હતી. ગોધરામાં
બે વખત સાંસદ પીલુ મોદી ‘સ્વતંત્ર પાર્ટી’ માં જોડાયેલ ન હતા.
આ સ્વતંત્ર પાર્ટીનું નિર્માણ રાજગોપલાચારીએ કર્યું છે, જેના
સંસ્થાપકના નામોમાં પીલુ મોદી પણ હતા. ગોધરા લોકસભાથી ૧૯૬૭ અને ૧૯૭૧માં સાંસદ
બન્યા. તેમનું સંસદી જીવન લગભગ ૧૪ વર્ષ જેટલું રહ્યુ હતું.
હવે
વાત કરીશું, પીલુ મોદીના કિસ્સાઓની જેમાં પ્રથમ કિસ્સો છે. તેમનો આ કિસ્સો આપને ગમશે.
રાજ્ય સભામાં બુમ બરાડા ચાલું હતા. કોઈનો આવાજ સંભળાતો ન હતો. આ કિસ્સો
રાજ્યસભામાં નોંધાયેલો છે. વર્ષ ૧૯૮0ની આ વાત છે. પીલુ મોદી જયારે કોઈક વિષય બોલી
રહ્યા હતા. રાજ્ય સભામાં ત્યારે સામેની બાજુ બેઠેલા હતા કોંગ્રેસના સાંસદ
જે.સી.જૈન. તેમની આદત હતી જયારે પણ પીલુ મોદી ભાષણ આપે ત્યારે રોક ટોક કરતા હતા. આ
વખતે પણ એમને રોકટોક કરી પરંતુ આ વખતે પીલુ મોદી ઊંચા અવાજે બોલી ઉઠ્યા, ‘સ્ટોપ બાર્કિંગ’ મતલબ કે ભસવાનું બંધ કરો. આવું સંભાળતા જ કોંગ્રેસના
સાંસદ જે.સી.જૈન બોલી ઉઠ્યા, સભાપતિ મહોદય તે મને કુતરો કહી
રહ્યા છે, આ અસંસદીય ભાષા છે. સભાપતિ મહોદયે કહ્યું કે આ
બોલેલું રોકોર્ડ્સમાં નહિ જાય. ત્યારે જે.સી.જૈન ખુશ થઈને પીલુ મોદી સામે જોઇ
રહ્યા. પણ પીલુ મોદી ક્યાં હાર માને એમ હતા, ફરી ઉભા થઈને
બોલ્યા ‘ઓલ રાઈટ ધેન, સ્ટોપ બ્રેઈંગ’ અને આ શબ્દ રાજ્યસભામાં
રોકોર્ડ્સ થઇ ગયો.
હવે
આપણે વાત કરીશું, પીલુ મોદીના બીજા કિસ્સાની. “હું સી.આઈ.એ. નો એજન્ટ છું”. આ એજન્સી
અમેરિકાની ખુફિયા એજન્સી છે. આ કોણ કહી રહ્યું હતું, ભારતીય
સાંસદ પીલુ મોદી કહી રહ્યા હતા. જયારે ઇન્દીરાગાંધીના શાસનમાં કોઈ વિપક્ષનો સાંસદ
તેમનો વિરોધ કરે તો તરતજ તેને વિદેશી ખુફિયા એજન્સીનો સભ્ય ગણી લેતા હતા. આથી
સ્વતંત્રપાર્ટીના પીલુ મોદી હંમેશા વિપક્ષ તરીકે સવાલો પૂછવાનો ધર્મ નિભાવતા હતા.
પીલુ મોદી અચાનક જ એક વખત ગળામાં એક તકતી પહેરીને સંસદમાં આવી પહોંચ્યા. એમાં
લખેલું હતું, ‘ આઈ એમ એ સી.આઈ.એ. એજન્ટ’. જયારે પીલુ મોદી
સેન્ટ્રલ હોલમાં પ્રવેશ્યા તો બધા જ સાંસદ સ્તબ્ધ થઇ ગયાં. રિપોર્ટરો ઘેરી વળ્યા
પીલુ મોદીને અને બીજા દિવસના બ્રેકીંગ ન્યુઝમાં ખુબ હલચલ મચી ગઈ.
પીલુ
મોદીના કિસ્સામાં આગળ વધીએ તો કિસ્સા નંબર ત્રીજો ‘જયારે નરેન્દ્રમોદી સાથે દસકો
પહેલાં શૌચાલય વિષે કરેલી વાત’. તે સમયમાં એમને ખબર પડી ગઈ હતી કે હવે
સ્વતંત્રપાર્ટીના દિવસો પુરા થઇ ગયાં છે. તો તેમને ચૌધરી ચરણસિંહ સાથે જોડાઈ ગયાં.
એકવાર ચૌધરી સાહેબના ઘરે વાતચીત થઇ રહી હતી,
ગામડાઓના વિકાસની. ચૌધરી ચરણસિંહ ખાતર,ટ્રેક્ટર,
જમીન, જેવી બાબતો પર વાત કરી રહ્યા હતા,
ત્યારે પીલુ મોદી બોલ્યા કે ગામડાઓમાં સાર્વજનિક શૌચાલયોની જરૂર છે.
ચૌધરી ચરણસિંહ બોલ્યા કે’ પીલુજી તમે પણ કેવી વાત લાવ્યા. પીલુ મોદી બોલ્યા કે,
‘ ચૌધરી સાહેબ તમે ગામમાં રહેલા
છો પણ તમે એક બાબત પર ધ્યાન નથી આપ્યું, કે ગામમાં
પબ્લિક ટોઇલેટ ન હોવાથી ગરીબ મહિલાઓને ખુબ જ તકલીફ પડી રહી છે’. ચૌધરી ચરણસિંહે
માન્યું કે હા ખરેખર આ બાબત ગંભીર છે, અને આ વ્યક્તિ પણ
ગંભીર માણસ છે. જયારે ચૌધરી સાહેબ પ્રધાનમંત્રી બની ગયાં પરંતુ પીલુ મોદીના તેવર
ના બદલાયા તેઓ જે પણ કહેતા એ સામે જ કહી દેતા. એકવાર પીલુ મોદીએ પ્રધાનમંત્રી
ચરણસિંહને કહી દીધું કે તમારા માટે તો ભારત બસ ઝાંસી સુધી જ છે. આવું કહેવા પાછળનો
અર્થ એમ હતો કે ચૌધરી ચરણસિંહ ઉત્તર ભારતના કિસાનો માટે ઝુંબેશ ચલાવતા, એમના માટે હંમેશા સાથ આપતા. આટલા માટે પીલુ મોદી એવું બોલ્યા હતા.
કિસ્સો
ચોથા નંબરનો પીલુ બોલ્યા,
‘હું પર્માનેન્ટ પી.એમ. અને તમે ટેમ્પરરી’. આવું કેમ બોલ્યા આપણે
આગળ વાત કરીએ. આ કિસ્સો ઇન્દિરાગાંધી અને પીલુ મોદીનો છે. આમ તો બંને વિપક્ષ પણ આમ
સામાન્ય જીવનમાં સારો સબંધો હતા. ઇન્દીરાગાંધી પીલુ મોદીના ભાષણ એક પણ છોડતા નહિ
હાજરી આપતા. પીલુ મોદીના ભાષણમાં જે અગત્યની બાબતો હોય તે નોંધી લેતા હતા. તેઓ
પત્ર સ્વરૂપે તારીખ લખીને મોકલાવતા હતા. પીલુ મોદી પત્રના ઉત્તર આપતા અને પત્રના
અંતમાં લખતા પી.એમ
પી.એમ. મતલબ પીલુ મોદી નહી કે પ્રધાનમંત્રી. તેઓ
પ્રધાનમંત્રી ઇન્દિરાગાંધીની સામે કહેતા કે,
‘આઈ એમ એ પરમાનેન્ટ પીએમ,યુ આર ઓન્લી ટેમ્પરરી
પીએમ’. આવું સાંભળીને ઇન્દિરાગાંધી હસી પડતા.
કિસ્સો
પાંચમાં નંબરનો, જેનું ટાઇટલ આપવા કહી શકાય કે ‘ત્રીજી વાર તમને નહિ મળું’. આ કિસ્સો
ઇન્દિરાગાંધીને મળવાની ‘ના’ પાડી તે બાબત છે. જયારે કોંગ્રેસ જુદા-જુદા ભાગોમાં
વહેંચાઈ રહ્યું હતું, ત્યારે ઇન્દીરાગાંધીએ કોંગ્રેસ રૂલિંગ
પાર્ટી બનાવી હતી. તેમની પાર્ટીમાં ઘણા એવા સાંસદ હતા જે પાર્ટી છોડીને ચાલ્યા
ગયાં હતા. જેની જગ્યા ભરવા અને હોનહાર નેતાની જરૂર હોવાથી. તેઓ પીલુ મોદીને
બોલાવતા અને ઇન્દીરાગાંધી પોતે ચા બનાવીને આપતા હતા. બે વખત તો બોલાવવા પર પીલુ
મોદી ગયાં, પરંતુ ત્રીજીવાર બોલાવવા પર ચોખ્ખી જ ‘ના’ પાડી
દીધી. પીલુ મોદી ત્રીજીવાર ગયાં નહોતા. તેથી ઇન્દિરાગાંધી મળ્યા અને પીલુ મોદીને
પૂછ્યું કે, ‘ કેમ તમે આવ્યા નહિ’; પીલુ
મોદીએ કહ્યું, ‘ હું જાણી જોઇને નહોતા આવ્યો, તમારૂ વ્યક્તિત્વ એટલું આકર્ષક છે કે જો હું ત્રીજીવાર આવ્યો હોત તો તમને
કદાચ હું સમર્થન કરી દેત.’ ઇન્દિરાગાંધી ચહેરા પર હાસ્ય રાખીને ચાલ્યા ગયાં.
તત્કાલીન વડાપ્રધાને ઇમરજન્સીમાં અનેક નેતાઓ અને વિરોધીઓની ધરોકડ કરી.એમાં પીલું મોદીને પણ જેલમાં જવું પડ્યું. અહીં જેલમાં સાદા શૌચાલય હતા. ભારે શરીરને લીધે પીલું નીચે બેસી શકતા ન હતા. આ અંગે ઇન્દિરા ગાંધીએ એમને પત્રલખ્યો અને કોઈ અગવડ હોય તો જણાવવા કહ્યું. આ વખતે પીલું મોદીએ સ્ટેન્ડિંગ ટોયલેટ કે ઉભું જાજરૂ બનાવી આપવા વિનંતી કરી.પીલું માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક એમને અનુકૂળ હોય તેવું ટોયલેટ તાત્કાલિક બનાવી આપવામાં આવ્યું. પોતાના વિચારો,વક્તવ્યો અને વિગતો માટે કાયમી સ્પષ્ટ એવા પીલું મોદી એમના ભારે શરીર માટે પણ ખાસ ચર્ચામાં રહેતા.ખૂબ જ ભારે શરીરને લીધે એમને સંસદમાં બેસવા ખાસ પ્રકારની ભારે ખુરશી અપાઈ હતી. આજે પીલું મોદી જીવતા નથી પરંતુ દિલ્હી સંસદ ભાવનમાં આજેય એમની ખુરશી પ્રદર્શન કક્ષમાં છે.
આમ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચેલા આ અલગારી નેતાને એમની
આજીવન હિંમત માટે શુભકામના.
Comments