બટન ખોલો - અક્ષર સુધારો : લે , આ વાત સાવ જ ખોટી.


એક છોકરો.બીજા ધોરણમાં ભણે.સાંજે ઘરે આવી તે રડતો હતો. મમ્મીએ પૂછ્યું:’બેટા શું થયું.?’દીકરો કશું જ જવાબ આપતો નથી.પપ્પા ઘરે વહેલા આવી જાય છે. દીકરો તો વધારે રડવા લાગ્યો.મમ્મીએ કહ્યું: ‘બેટા,શું થયું.બોલ તો ખરો.’દીકરો કહે મારી હોમ વર્કની નોટમાં મારી મેડમે હોમવર્ક આપ્યું છે.’પપ્પા કહે: ‘બેટા,એમાં રડવાનું શું? હોમ વર્ક કરી લેવાનું.’લાવો દિકા...હું હોમવર્ક કરાવું.દીકરો કહે; ‘પપ્પા,શું હોમ વર્ક લખ્યું છે તે સમજાતું નથી.મેડમ ખૂબ જ કડક છે.મને પનીશમેન્ટ કરશે.અર્ધ ગુજરાતી અવસ્થામાં સંવાદ ચાલતો હતો.
પપ્પાએ નોટબુક ખોલી.પપ્પાએ પણ વાંચવા પ્રયત્ન કર્યો.મમ્મી પણ ‘ડોન્ટ વારી માય સન...આઈ વિલ..પપ્પા છે ને....ડોન્ટ વરી...આપણે કરીશું...મમ્મીએ પણ મહેનત કરી.પરિણામ ન મળ્યું.છેવટે નાના દીકરાએ પપ્પાને વોટ્સ એપ કરવા કહ્યું.એક ફોટો પાડી સરને મોકલાવ્યો.સરે મોકલાવ્યું.(Sara akhsare be vakhat BODYna ango vishe lakhavu.)સારા અક્ષરે બે વખત બોડીના અંગો વિષે લખવું.ફરીથી અર્ધ ગુજરાતી સંદેશ.દીકરાના પપ્પાએ ઉજાગરો કરી બે વખત સારા અક્ષરે લખાવ્યું.પણ સાહેબ સુધી સાચી વાત ન પહોંચી કે ‘આપના હસ્તાક્ષર હસતા નથી.’
ખરાબ અક્ષર અધુરી કેળવણી છે.આવું ગાંધીજી માનતા અને આકરું વલણ રાખતા.આજેય દરેકને એમ હોય છે કે મારા અક્ષર સારા હોય.પોતાના ખરાબ હોય તોય દીકરા કે દીકરી માટે અનોખી લાગણી રાખે અક્ષર સારા કેમ થાય?બાળ કેળવણી સાથે જોડાયેલ સૌ આ માટે કામ કરી રહ્યા છે.કહેવાય છે કે હાથનું પોપચું,આંગળીઓ અને આંગળીઓના ટેરવાં કેળવાય તો જ અક્ષર સારા આવે.નાના ધોરણમાં અક્ષરના વળાંક પ્રત્યે સભાનતા રાખી હોય તો અક્ષર સારા આવે.પણ આ હાથ કેળવવા કરવાનું શું?

આ સવાલ દરેકના મનમાં હોય.કેટલાક કહે છે કે માટીના રમકડાં કે સર્જનાત્મક કામ કરવાથી હાથ કેળવાય.હવેતો ચીનની માટી આવી.રમકડાં બને.હાથ ન કેળવાય.પણ જો ઘરે બાળકને કપડાં વાળતી વખતે બટન બંધ કરાવીને કે બંધ બટન ખોલવાની પ્રવૃત્તિ કરાવવામાં આવે તો હાથ,તેની આંગળીઓ અને આંગળીના ટેરવા સરળતાથી કેળવાય છે.કોઈ એક શાળામાં આવી પ્રવૃત્તિ કરાવી પ્રભાવ પાડવામાં આવે છે.શું આવી નાની વાતોનું આપણે ધ્યાન ન રાખી શકીએ?બટન ખોલો અક્ષર સુધારો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી