ઐતિહાસિક નિર્ણય લીધો.
આખી
દુનિયામાં એક સમયે તેનું શાસન હતું. એવું કહેવાતું કે તેની સત્તાનો સૂરજ ક્યારેય
અસ્ત પામતો નથી.દુનિયામાં એક હથ્થુ રાજ ચલાવનાર બ્રિટન આજે કટોકટીમાં છે.’યુનાઈટેડ
કિંગડમ’ એટલે કે યુ.કે.માં થોડા દિવસ પહેલાં એક ઐતિહાસિક ઘટના બની.
વાત એમ
છે કે આજથી તેતાલીસ વર્ષ પહેલાં યુરોપિયન યુનિયન સાથે બ્રિટન જોડાયું હતું.આ
સંગઠનમાં અઠ્યાવીસ દેશ હતા.આ બધા જ દેશ એક જ છત્ર નીચે આવ્યા હતા.આપ આ વાંચી રહ્યા
હશો ત્યારે બ્રિટન યુરોપિયન યુનિયનનો હિસ્સો રહ્યું નથી.૨૩ તારીખે થયેલ રાષ્ટ્રીય
મતદાનમાં પચાસ ટકા કરતાં વધારે લોકોએ બ્રિટનને સંયુક્ત રાષ્ટ્ર્સંગમાંથી છૂટ થવાનો
અભિપ્રાય આપ્યો.રાજનીતિ તેને લોકમત માંગ્યો કહેવાય.
બ્રિટનમાં
રાણીના નામે સરકારનું સંચાલન ચાલે છે.જનમત સંગ્રહના પરિણામની અસર થઇ.સરકારના
વડાપ્રધાન પ્રધાન યુરોપિયન યુનિયનમાં રહેવાની તરફેણમાં હતા.લોકમત કે જનસંગ્રહમાં
સરકારના આયોજન અને તેની નીતિના વિરોધમાં ૫૧.૯ ટકા મત પડ્યા.આ કારણે હવે બ્રિટનના
વડાપ્રધાન કેમરુન રાજીનામું આપશે.વૈશ્વિક ચલણ એવાં પાઉન્ડમાં છેલ્લા એકત્રીસ
વર્ષનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે.અર્થતંત્રના જાણકારો કહે છે કે આને લીધે
ભારતનો રૂપિયો પણ નબળો પડશે.
એક વાત
સ્પષ્ટ કરાવી જરૂરી છે બે દાયકામાં અનેક દેશો કે દેશ સમૂહો આ રીતે સ્વતંત્ર થયા
છે.પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ પછી આ પ્રકારની વૈશ્વિક વ્યવસ્થા ઉભી થઇ હતી.જેમ
વિશ્વ નજીક આવતું ગયું.આંતર રાષ્ટ્રીય નીતિમાં ધરખમ ફેરફાર થયા. જે દેશો સંયુક્ત
રાષ્ટ્ર કે રાષ્ટ્ર્સંઘ સાથે જોડાયા હતા તે આજે,આજની પરિસ્થિતિને આધારે જુદા પડતા
થયા છે.લેખની શરૂઆતમાં લખ્યું તેમ બ્રિટનની સરકાર આ જનમત સંગ્રહમાં હારી ગઈ. હવે એકાદ
દિવસમાં બધું ગોઠવાઈ જાય તેવું નથી.સંયુક્ત સંગમાંથી બ્રિટન ભલે જનમત ધ્વારા અલગ
થવાનું વિચારે.હા,તેને અલગ થવા માટે અને તે માટેની બધી જ પ્રક્રિયા પૂર્ણ કરવા
માટે હજુ બે વર્ષ લાગશે.
અહી
વાંચકોને એ વાત પણ જણાવી દઈએ કે એકઠા થયેલ અઠ્યાવીસ દેશોની એક સંયુક્ત સરકાર ચાલતી
હતી.આ સરકારમાં દરેક દેશના વડા છ મહિના માટે આ સંયુક્ત સરકારના વડા બનતા હતા. સૌની
ભાગીદારી પેઢી.આ પેઢીમાંથી હવે બ્રિટન જુદું થયું છે.જોઈએ હવે સમય વિશ્વને કઈ તરફ
લઇ જશે.હા,એ નક્કી કે અત્યાર સુધીમાં બંને વિશ્વ યુદ્ધમાં અને વિશ્વના સંચાલનમાં
અગ્રેસર એવો એક દેશ આજે કોઈ કારણોથી અલગ થયો છે.કહેવાય કે કોઈનો સૂરજ કાયમી તપતો
નથી.
Comments