મિર્ચીના નાવેદને સલામ.


ભારત...કાશ્મીર...ગુજરાત...પાટીદાર....દલિત અને મનોરંજન.હા,આ બધા એક મંચ ઉપર છે.સૌને એક સાથે આ જ મુદ્દે જોઈ શકાય.આ મુદ્દો છે પાકિસ્તાનનો વિરોધ અને કાશ્મીર.વાત એમ બની કે સ્વ.જવાહરલાલ નહેરુથી લઇ શ્રી નરેન્દ્ર મોદી સુધી જે ન બોલી શક્યા તે એક કલાકારે કર્યું.રેડિયો મિર્ચીના જોકી નાવેદે આ કામ કર્યું.ચોક્કસ  મુદ્દા ઉપર ચર્ચા કરી નાવેદ વ્યક્તિ સાથે વાત કરે છે.તે વાતચીત પછી મિર્ચી પોતાના શ્રોતાઓને સંભળાવે છે.હા,આ વખતે નાવેદે કમાલ કરી બતાવી છે.
નાવેદે ઊર્દૂ ભાષામાં પાકિસ્તાનના નેતા સાથે વાત કરી.આ નેતાનું નામ યાકુબ ખાન.બેનજીર ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા.યાકુબખાન પાકિસ્તાની રાજ કારણમાં મોટું નામ.યાકુબ બિલાવલ ભુટ્ટોના નજીકના વિશ્વાસુ નેતા.બિલાવલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ છે.
નાવેદ તેમને ફોન કરે છે.ફોન ઉપડે છે.સલામ દુઆ થાય છે.યાકુબ ફોન કરવાનું કારણ જણાવવાનું કહે છે.નાવેદ કહે છે: ‘એક છોકરાને મેં નાનપણથી ભણાવ્યો છે.હવે છોકરો મોટો થયો છે.’યાકુબખાન ‘હં ,એમાં હું શું કરું? મને કેમ ફોન કર્યો?’નાવેદ કહે છે. ‘મેં ભણાવેલો આ છોકરો તેના પિતાજી પાસે છે.હવે તે છોકરો મને આપતા નથી.મને છોકરો અપાવો.’થોડું હસીને આ નેતા કહે છે: ‘છોકરો જેનો છે,તે ન આપે તો હું શું કરું?’આ વાત મેં સરળ અને ટૂકમાં લખી છે.વાત ત્રણ ચાર મિનીટ ચાલી પછી પાકિસ્તાની નેતા કહે: ‘છોકરો તમારો નથી તો તમે કઈ રીતે માંગી શકો?’નાવેદ કહે: ‘આ છોકરાને મેં ભણાવ્યો છે.નાનો હતો ત્યારથી મેં જ એને શીખવ્યું છે.’પાકિસ્તાની નેતા યાકુબ ગુસ્સા સાથે કહે છે, ‘ભાઈ માત્ર ભણાવવાથી એમ છોકરો ન મળે.’આ ખોટી માંગણી છે.નાવેદે તુરંત વાતચીતનો અંદાજ બદલીને કહ્યું:‘તો નામદાર,કાશ્મીરને તમે ભણાવ્યું છે.તમે તેના શિક્ષક છો,પિતાજી નથી.કાશ્મીર નહિ જ મળે.’

યાકુબ ખાન કહે:અરે!હમ મતદાન કરવાયેંગે.કાશ્મીરકી જમાત તય કરેગી.’નાવેદ કહે:મતદાન સારા હિન્દુસ્તાન કરેગા.હિન્દુસ્તાન કશ્મીર નહિ દેગા.’નાવેદે આ વાત તેમના નેતા બિલાવલને પણ જણાવવાનું કહ્યું.વધારામાં કહ્યું કે બિલાવલ ભુટ્ટો જ બાળક છે.તે અમારું બાળક(કાશ્મીર) કઈ રીતે લઇ શકે?અત્યારે ભારતમાં અનેક ઘટનાઓ સાથોસાથ ચાલતી આ અનોખી ઓડિયો કલીપ આપને મળે તો અવશ્ય સાંભળશો.નાવેદ ને જય હિન્દ.
(શ્રી માનુ ચાવડા Vtv ગુજરાતી દ્વારા આ કલીપ મળી.)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી