કાગડો અને શિયાળએક કાગડો.તે જંગલમાં રહે.એક આંખે કાંણો.સૌ તેને કાંણો કાગડો કહીને બોલાવે.આખું જંગલ તેણે આ જ નામે ઓળખે.આ કાગડાને ભૂખ લાગે.સૌ ને ભૂખ લાગે.આપણે તો ઘરે ખાઈએ.કોઈના ઘરે ખવાય તેવું હોય તો તેમના ઘરે ખાઈએ.આ કાગડાને એવું કશું જ નહિ.તે ગમે તેના ઘરે જાય.બહાર પડેલું.એથાવાદનું કે ગમે તે લઇ આવે.ઝાડ ઉપર બેઠાં બેઠાં તે ખાય.
એક દિવસની વાત છે.કાગડાને ભૂખ લાગી હતી.બપોરનો સમય હતો. ખોરાકની શોધમાં તે આમતેમ ઉડતો હતો.તે આમતેમ ઉડતો હતો.આ સમયે તેણે જોયું.એક ભરવાડ તેનાં ઘેટાં બકરાં ચરાવતો હતો.ભરવાડનાં ઘેટાં બકરાં ચરતાં હતાં.ભરવાડ એક ઝાડ નીચે બેઠો હતો.તે અહીં બેસીને તેનું ખાવાનું ખાતો હતો.કાગડાએ આ જોયું.કાગડાને થયું ‘આ ભરવાડ રોજ ઘરેથી જ ખાવાનું લાવતો હશે.મારે શું કામ ગામમાં જવું?આવું મનોમન વિચારી કાગડો ભરવાડની પાસે ગયો. કાગડો તેની પાસે ગયો.ભરવાડ પાસે જઈ તે કાકા....કાકા....કરતો હતો.ભરવાડે આ જોયું.ભરવાડને તેની દયા આવી.તેણે રોટલાનો એક ટૂકડો કાગડા સામે ફેકી દીધો.

કાગડાએ આ જોયું.તે રાજી થયો.તેણે ફેંકેલો ટૂકડો લઇ લીધો. ભરવાડે ફેંકેલો ટૂકડો ચાંચમાં લઇ લીધો.અહીંથી તે સીધો ઝાડ પાસે ગયો.ઝાડની એક ડાળ ઉપર જઈ કાગડો બેસી ગયો.કાગડો ડાળ ઉપર બેસી ગયો.અહીં બેસી તે રોટલો ખાવાની તૈયારી કરતો હતો.
કાગડો રોટલો ખાવા જ જતો હતો.તે રોટલો ખાવા જ જતો હતો.એટલામાં એક શિયાળ આવી ગયું.શિયાળને કાગડા પાસેથી રોટલાનો ટૂકડો લઇ લેવો હતો. આમ પણ જંગલમાં રહેનાર જીવોમાં શિયાળ ખૂબ જ હોંશિયાર માનવામાં આવે છે.શિયાળે કાગડાના હાથમાંથી રોટલાનો ટૂકડો લઇ લેવાનું આયોજન વિચારી લીધું હતું.

શિયાળ ઝાડની નીચે ઊભો રહી ઉંચે દળ ઉપર જોતો હતો.થોડી વાર જોઈ લીધા પછી કાગડાને કહે, ‘ભાઈ, જરા સમજો તો ખરા.આ ખાવાનો સમય નથી.હાલ ગાવાનો સમય છે.’કાગડાએ શિયાળ સામે જોયું.તે હજુ રોટલો ખાવાની તૈયારી કરતો હતો.કાગડો  મનોમન વિચારતો હતો, ‘મારી  પાસે રોટલો તો છે.હવે ભલેને ગાવાનો સમય હોય કે ખાવાનો.આ શિયાળ શું કહે છે તે જોઈ લઉં.’કાગડો મનોમન વિચારતો હતો. કાગડો શિયાળની વાતમાં આવી ગયો.શિયાળની વાત સાંભળી તે મનોમન રાજી થયો.તે ફુલાઈ ગયો. શિયાળ આ જોઈ રાજી થયું.તે વાતને આગળ વધારતા કહે: ‘આજે મને તમારું ગીત સાંભળવાનું થયું છે. મારી આ વિનંતી  તમે માનો.મારી આપણે એક વિનંતી છે.આપ મને ગીત સંભળાવો..!’
કાગડો વખાણ સાંભળી રાજી થયો.તે વધુ ફુલાયો. તેણે ગીત ગાવા માટે ગાવાની તૈયારી કરી.કાગડાએ સૂર પકડીને ગાવાની શરૂઆત કરી. ‘સા...ગયું  ને મોઢામાંથી પૂરી પડી ગઈ. શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાનો ટૂકડાને ઝીલી લીધો.સીધો જ તેના મોઢામાં ઝીલી લીધો. રોટલો શિયાળના મોઢામાં આવતાં જ તે અહીંથી ભાગી ગયું.આ તરફ કાગડો  ‘સા...રે....ગ...’ગાતો હતો.કાગડો તો ગાવામાં મશગુલ હતો.તેની આંખો બંધ હતી.કાગડાએ ‘સા...રે...ગ...મ...’ગાઈને આંખ ખોલીઓ.અહીં  તો શિયાળ ન હતું.કાગડો પણ સમજી ગયું.પણ શું થઇ શકે?

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી