જમાદારે ગાંધીજીને ગોળી મારી...


સાત દાયકા કરતાં થોડા વર્ષો પહેલાની આ વાત છે.સપ્ટેમ્બર મહિનો હતો.૧૯૪૪ના સમયની આ વાત.સવારના અગિયાર વાગવામાં હતા .થોડા સમય પછી ગાંધીજી અને ઝીણા એકબીજાને મળવાના હતા.બાપુ તેની તૈયારી કરતા હતા.આ વખતે ગાંધીજી જે આશ્રમમાં રોકાયા હતા તેની બહાર અનેક લોકો ગાંધીજી અને ઝીણાની વિરુદ્ધમાં સૂત્રો બોલાવતા હતા.આ વાતની ગાંધીજીને પણ ખબર હતી.બાપુને પ્રદર્શનકારીઓ અને તેમના વિરોધની જાણ કરવામાં આવી હતી.

આશ્રમની બહાર એંસી કરતાં વધારે કાર્યકરો હજાર હતા. કાર્યકરો હિંદુ મહાસભાના આગેવાનો સાથે અહીં ઊભા હતા. કાર્યકરોનો એક નેતા હતો. નેતાને સૌ જમાદાર તરીકે ઓળખાતા હતા.જમાદાર તેના સાથીઓને સૂચનો આપતો હતો. કાર્યકરો કોઈપણ રીતે ગાંધીજીને ઝીણાથી મળતાં રોકવા માગતા હતા.ગાંધીજી માનતા હતા કે કોંગ્રેસ અને મુસ્લિમલીગ બન્ને આઝાદીની વાત કરે તો બ્રિટીશ હકુમત આઝાડીની માગણી સ્વીકારે. માટે બાપુ ઝીણાને સમજાવતા હતા. સમજ સ્પષ્ટ કરવા બાપુ જીણાને માળવા જઈ રહ્યા હતા.આખો મહિનો બાપુએ  ઝીણાને મળવા જાણે પસાર કર્યો હતો. મહિનાની ઓગણીસ તારીખ સુધી.પહેલીથી ઓગણીસમીસપ્ટેમ્બર  ૧૯૪૪ના ઓગણીસ દિવસોમાં  બાપુ ચૌદ વખત ઝીણાને મળ્યા હતા.હિંદુ મહાસભાના માણસોને દેશના ભાગલા પસંદન  હતા.બાપુએ ઝીણાની ફોર્મ્યુલા,પાકિસ્તાનની માગણીની વાત માની લીધી હતી.
આવા વાતાવરણમાં બાપુ આશ્રમમાંથી બહાર નીકળે અને કઈ થાય તે પહેલાં પોલીસ આવી ગઈ. પોલીસે હિંદુ મહાસભાના કાર્યકરોની ધરપકડ કરી.તપાસમાં પેલા જમાદાર પાસેથી  એક ખંજર મળ્યું.જમાદારે પોલીસ તપાસમાં ખંજર મુસ્લિમ લીગના કાર્યકરોથી બચવા રાખ્યું હોવાનું  કબુલ્યું હતું.  વાતની બાપુને જાણ કરવામાં આવી.બાપુ કહે :'ભલે તે મને મારે એમાં મને વાંધો નથી.મને હિંદુ મહાસભાનો આગેવાન વીર સાવરકર મારેતો મને વધારે માન મળ્યું કહેવાય.મને તો કોઈ આવો નાનો નેતા મારી શકે.' ઘટના પછી જાણે એવું બન્યું કે...
અઠઠાવીસ જાન્યુઆરીનો દિવસ.સાલ હતી ૧૯૪૮.બાપુ મનુબેન સાથે વાત કરતા હતા.બાપુએ માંનુંબેનને કહ્યું કે:'જો કોઈ મને બંદુકની  ગોળી મારશેતો હું સાચો મહાત્મા.જો મને તાવ આવે કે નાની ફોલીપણ થાય તો સમજવું  કે હું ઢોંગી મહાત્મા હતો.'માંનુંબેનની  સાથે અભાબેન પણ વાતમાં જોડાયા હતાં. વાતને બે દિવસ થયા.આજે તારીખ હતી ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ દેશ આઝાદ હતો..બાપુ  બિરલા હાઉસમાં હતા.પાંચ વાગ્યાની પ્રાર્થનામાં બાપુ આજે દસ મીનીટ મોડા હતા. પ્રાર્થના માટે જઈ રહ્યા હતા. વખતે તેમણે ત્રણ ગોળી મારવામાં આવી.બાપુને ગોળી મારનાર બીજો કોઈ નહિ.હા,પેલો ખંજર વાળો જમાદાર હતો. જમાદાર એટલે નથુરામ વિનાયક ગોડસે  હતો.(૨૪ જાન્યુઆરી ૨૦૧૨)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી