કેમ?કેમ?કેમ?


એક છોકરી.તેનું નામ ધારા.ખૂબ નાની.કે.જી.માં ભણવા જાય.અરે ત્યાં તેનો સમય કડક શિસ્ત શીખવા પસાર કરે.તેની મમ્મી તેને ખાસી મદદ કરે.ખાસું બધું હોમવર્ક હોય તો પણ મદદ કરે.ધરાને એક થી પાંચ સરળતાથી લખે.જયારે તેણે ()લખવાના હોય ત્યારે તે ભરાઈ પડે.જયારે તેને ૬(છ)લખવાના હોય ત્યારે તે પૂછે:મમ્મી ‘ઉંધો?’તેની મમ્મી  હા પડે એટલે ધારા ઉંધો બે(૨) લખી નાખે.આવું ચાલતું જ હોય છે.ક્યારેય સાચી સમજ કેળવતા નથી.આવી સમજ આપવાને બદલે ટૂકો રસ્તો અપનાવીએ છીએ.કેટલાય સવાલો છે બાળકના મનમાં....
·         કેમ દિવસ રાત થાય?
·         કેમ ચાર પછી પાંચ?
·         કેમ પંખી ઉડતા હશે?
·         કેમ ટ અને ડ સરખ જેવા છે?
·         કેમ ૨ અને ૬ સરખા જેવા છે?
·         કેમ?કેમ?કેમ?આવા કેમ તમારા ધ્યાનમાં આવે તો મોકલો.મજા પડશે.



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી