પહેલી મમ્મી આર્ડી....



આપણે માનવ.આપણને ગૌરવ.કાળા માથાના મનુષ્ય કે માનવીપણાનું ગૌરવ.આપણું ગૌરવ આપણી આસપાસ જોવા મળે.આપણા ગૌરવને આપણી રીતે સમજવાનો એક પ્રયત્ન કરીએ છીએ.જ્યાં કઈ ના  સમજાય ત્યાં હશે!આમ જ હોય તેમ વાત કરીને જવાબ તરફ દૂર લક્ષ સેવીએ છીએ.હમણાં એવું જ કઈક બન્યું.એક છોકરીએ તેની મમ્મીને પૂછ્યું.:મમ્મી  તુ મારી મમ્મી ખરી.....પણ,પહેલી મમ્મી કોણ?તેની મમ્મીએ જવાબ આપ્યો.આ છોકરીને તેનાથી સંતોષના થયો.થોડાક એક દિવસ પછી આ વાત મેં જાણી.થોડા મિત્રોની મદદ લીધી.આજે મારી પાસે તેનો જબાબ છે.મારી સમજ મુજબનો આ જવાબ છે.આ બેબીએ પૂછેલા સવાલનો આ કદાચ નજીકનો જવાબ હોઈ  શકે.


આજનો  આધુનિક માનવ હોમો સેપિયન્સ તરીકે ઓળખાય છે.આ હોમો સેપિયન્સ એટલે એવો જીવ જે વાનરમાંથી બનેલા આધુનિક માણસનું રૂપ છે.આ માટે ભૂતકાળ તપસીએતો ખબર  પડે કે અરડીપીથેક્સ નામનો વાનર માણસની જેમ ચાલાતો હતો.આફ્રિકામાં પણ આવો ચાલતો વાનર દેખાયો હતો.આ આફ્રિકન વાનરનું નામ ઓસ્ટ્રેલોપીથેક્સ હતું.હોમો ઈરેક્ત્સ અને હેબીલીસ ટટ્ટાર ચાલતા માનવ હતા.તેમના કદમાં મોટો તફાવત હતો.અત્યારના આધુનિક માણસની ખોપરી પણ શોધવામાં આવી  છે.માનવ પરિવારનો  આ પહેલો સભ્ય એટલે હોમો રુડોલફેન્સીસ.તે આપણા માનવ કુટુંબનો પહેલો સભ્ય.તેની ખોપરીની ચકાસણી કરી છે.આ ખોપરીની ચકાસણીનું કામ કરનાર કહે છે કે તે ૨.૫ મિલિયન વર્ષ પહેલાનો અવશેષ છે.

પણ,સવાલ છે કે સૌથી પહેલી મમ્મી કોણ?

જવાબ છે આર્ડી.આર્ડી એટલે આપણી શોધાયેલી પહેલી મહિલા.આર્ડિના શરીરના હાડકાં  ચાલીસ લાખ વર્ષ જૂના છે.આ હાડકાનું વજન પચાસ કિલોગ્રામ છે.તેની ઊંચાઈ ચાર ફૂટ હતી.તેના શરીરની  બનાવટ ચકાસવા આ હાડકાની મદદથી તેના શરીર રચનાની એક માહિતી તૈયાર કરી.આ માહિતી ખૂબ રોચક છે.આ માહિતી પ્રમાણે કહીએતો આ મહિલાનું જીવન જંગલમાં જ હશે.તે ધીરેથી ચાલતી હશે.તે ચાલતી વખતે ઠેકડા મારતી હશે.તે ઝાડ પર સરળતાથી  ચડતી હશે.કારણ આવા કૌશલ્ય વગર તેનું જીવન શક્ય ના બને.આ મહિલાના શરીરના કુલ પૈકી ૧૨૫ હાડકાં આજદિન સુધી મળ્યાં છે.આ હાડકાને આધારે તેના શરીરનો સ્કેચ તૈયાર કરાયો છે.મેં તે જ સ્કેચ અહીં ચિત્રમાં આપ્યો છે.'આર્ડી'  સર્ચ કરવાથી ઘણી માહિતી મળે છે.આ પછી વૈજ્ઞાનિકોએ નવું જ વિચાર્યું.અનેક વાતો ફરીથી ખૂલી.અનેક મુદ્દા ફરીથી વિચારાયા.પહેલાં હતું કે આપણા પૂર્વજ વાનર છે.પણ હવે કહેવાય કે ચિમ્પાનજીના અને આપણા બંનેના પૂર્વજ વાનર હતા.એક શબ્દ છે,વર્ણશંકર.તેનો અર્થથાય ભેગું કરીને કરેલું.અથવા બેનું જુદું જુદું ભેગું થયાથી તૈયાર થયેલું.આવું અને મારીમચડીને ભેગું કરેલુંના અર્થમાં પણ લઇ શકાય.તેવા અર્થમાં સમજી શકાય.વાનર અને માનવ બંનેના પૂર્વજો એક.તેમના જીવન સતત  ઉત્ક્રાંતિને લીધે બદલાતા ગયા. આજે આપણે કાળા માથાના માનવી તરીકે ઓળખાવવાનું ગૌરવ મેળવીએ છીએ.કહેવાય કે બે અલગ જાતિઓ સતત ફેરફાર સાથે  પસાર થઇ.

આપણે બધા માનવ થયા.આપણે સતત બદલાતા ગયા.પણ આપણાં અંશ જેવા ચિમ્પાનજી જંગલમાં રહ્યા.તે જંગલ મુજબ જીવન જીવતા હોઈ તે એવી  રીતે જ કેળવાયા.તે સતત ના બદલાઈ શક્યા.એમ કહેવાય કે:’માનવ અને ચીંમ્પાનજીના સરખા પૂર્વજ હતા.આ પૂર્વજના કુળનું સંતાન આર્ડી હશે.હ્યુમન ઈવોલ્યુશન રીસર્ચના વૈજ્ઞાનિક ટિમ વાઈટના જણાવ્યા મુજબ આર્ડી પૂર્વજ નથી  પણ તેની સૌથી નજીક છે.વાઈટ કહે છે કે ૬૦ થી ૭૦ લખ વર્ષ પહેલાં માનવ અને વાનરના પૂર્વજ એક હશે.અત્યાર સુધી પહેલી મમ્મી કોણ તે ખબર નથી  હા,આર્ડીના અવશેષો ૪૦ લાખ વર્ષ જૂના છે.આર્ડી આજના હોમો સેપિયન્સ એટલે આધુનિક માનવાની પહેલી શોધાયેલી મમ્મી કહેવાય.હશે તેના પૂર્વજ ના મળે ત્યાં સુધી આર્ડી જ આપણી પહેલી મમ્મી. (૨૨ જાન્યુઆરી ૨૦૧૨) 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી