કહેવત કહેકથા...(જોડાક્ષર વગરની વાર્તા)
વાતોના વડા...
કાયમ એકલી વાતો જ થાય,કશું જ કામના વધતું જાય.
સમય વાતોમાં જ પસાર થાય,તો વાતોના વડા કહેવાય.
નાનું ગામ.ગામનું નામ સણથ.ગામ નાનું પણ દરેકને ગમે તેવું.અહીં એક આગેવાન.તેમનું લાલાબાપા.તે આ ગામના મુખી.નાના ગામડામાં મુખીનું ખૂબ માન હોય.આખા ગામમાં કોઈના પણ ઘરે મહેમાન આવે.તેને મુખીના ઘરે ચા-પાણી કરવા જવું જ પડે.ગામના લોકો પણ મુખીને ખૂબ માન આપે.ગામના ચોકમાં મુખીનું મોટું મકાન.આ મકાનમાં મહેમાનને બેસવા એક જુદો જ ઓરડો.મુખીના બધા જ મહેમાન આ ઓરડામાં બેસે.આવી બધી જ વાતમાં એક વાતનું દુ:ખ.લાલાકાકા વાતોના ખૂબ શોખીન.
એક દિવસની વાત છે.આ ગામમાં નાનજી સુથાર રહે.ગામમાં સુથારી કામ કરે.તેના ઘરે છોકરી અવતરી.નાનાજીને એક દીકરો હતો.તે બીજા ધોરણમાં ભણતો હતો.તેને નાની બહેન આવી.આખા ગામમાં સમાચાર પહોંચી ગયા.નાનાજી તેમને દવાખાનેથી ઘરે લઈને આવી ગયો.આખા ગામના લોકો નાનાજીના ઘરે જાય.છોકરી અને તેની માના સમાચાર પૂછે.ગામડામાં લોકો સંપીને રહેતા હોય.જે આવે તે નાનાજીના ઘરે ચા પીવે.આમ કરતાં કરતાં દસ દિવસ પસાર થઇ ગયા.આજે નાનાજીને શહેરમાં જવાનું હતું.છોકરીની અને તેની માને સારવાર માટે લઇ જવાના હતા.નાનાજીનો છોકરો નિશાળમાં ગયો.તેની વહુ અને નાની છોકરીને લઇ ઘરેથી પસાર થયો.શહેર જવા તેના પરિવાર સાથે ગામના ચોકમાં ઊભો હતો.
મુખીના ઘરમાંથી નાનજી અને તેનો પરિવાર દેખાતો હતો.મુખીએ બુમ પાડી:'અરે નાનાજી.છોકરીને લઈને શહેરમાં જાય છે?''હા,આજે તેને રસી મુકાવવાની છે.'નાનજી મુખી સાથે વાત કરતો હતો.મુખી કહે:લે આ છોડીને લઇ આવ,હું શુંકન કરાવું.'મુખીએ શુકન કરાવવા બોલાવેલ હોઈ જવું જ પડે.નાનજીને હતું કે શુકન કરવા બોલાવે છે.છોકરીના હાથમાં મુખી કઈક આપશે.નાનજી ગયો.મુખીએ તેને બેસવા ખુરશી આપી.મુખીએતો વાત શરુ કરી.કોઈ એક ગામમાં છોકરીનો જનમ થાય તો કંકુ વહેચી શુકન આપે છે.છોકરનો જનમ થાય તો નાળીયેર આપવામાં આવે છે.આપણા ગામમાં છોકરીનો જનમ થાયતો વડા બનાવીને વહેચવાનો રીવાજ હતો.હવે જમાનો બદલાય છે......મુખીની વાતો ચાલતી જ હતી.આ નાના ગામમાંથી શહેરમાં જવા એક જ ગાડી હતી.આ ગાડી છુટી જાય તો શહેર સુધી ચાલતા જવું પડે. મુખીની વાત પૂરી થતી ન હતી.હવે મુખી શુકન આપે કે ના આપે.નાનજીને ગાડીની ફિકર હતી.ગાડી આવીને ગઈ.પણ મુખીની વાત પૂરી ના થઇ.નાનાજીને છેક સાંજ સુધી મુખીની વાત સાંભળવી પડી.ગામના મુખી એટલે થાય પણ શું?નાનાજી તેના પરિવાર સાથે સાંજ પડે ઘરે આવી ગયો.
બીજો દિવસ થયો.નાનજી ફરી તૈયાર થઇ ગયો.તે તેના પરિવાર સાથે શહેર જવા ઊભો હતો.તે ગામના ચોકમાં ઊભો હતો.મુખી એ આ જોયું.મુખીએ નાનજીને બુમ પાડી.નાનાજી બિચારો શું કરે?તે ગયો,મુખીએ તેને આવકાર આપી બેસવા પાટલી આપી.મુખીએતો વાત શરુ કરી.કોઈ એક જગાએ છોકરીનો જનમ થાય તો કંકુ વહેચી શુકન આપે છે.એક દેશમાં છોકરાનો જનમ થાય તો......બસ આતો મુખી....તેમની વાતો ચાલતી જ હતી.છોકરનો જનમ થાય તો નાળીયેર આપવામાં આવે છે.આપણા ગામમાં છોકરીનો જનમ થાયતો વડા બનાવીને વહેચવાનો રીવાજ હતો.રમણભાઈના ઘરે છોકરાના જનમ વખતે આવું ના કરતાં હવે થોડું બદલાય છે.હવે જમાનો બદલાય છે......મુખીની વાતો ચાલતી જ હતી.
નાનજી કહે:બાપા,તમારી વાત સાચી.પણ મનેતો તમે શુકનને નામે બે દિવસથી બોલાવો છો.કાલે મારાથી શહેરના જવાયું.આજે મારે રસી અપાવવાની છે.મારે જવું જ પડશે.મુખી કહે:પણ તારી છોકરીના શુકંતો લઇ જા.'નાનાજી કહે:'એમ હું કઈ રીતે શુકન લઇ જાઉં.તમે શુકનના વડાને બદલે આ વાતોના જ વડા કરો છો.'આમને આમ મારે કામ ના થાય તો વાતો સાંભળીને શું કરવાનું?
મુખી સમજી ગયા.નાનજી હવે તેમની વાત સાંભળશે નહિ.મુખી કહે:'હા પહેલાં છોકરાં.જા તેને રસી અપાવી આવ.વડાની વિધિ તો પછી કરીશું.'નાનાજી પણ ઊભો થઇ નીકળી ગયો હતો.મુખીની વાત સાંભળી તે પણ મનોમન બોલતો હતો....વાતોના વડા...(૩૧ જાન્યુઆરી ૨૦૧૨)
શ્રી ગૌતમભાઈ ઇન્દ્રોડીયાએ મોકલાવેલ કહેવત પરથી...
Comments
Jadeja sir and thakor sir.thanks.