એમ પ્રેરણા ન લેવાય...લગભગ આઠ એક દાયકા પહેલાની આ વાત છે.એક મોટું શહેર.અહીં એક યુવાન.તે નદીના વિશાળ કિનારા પાસે ઊભો હતો.તેના મનમાં અનેક વિચારો ચાલતા હતા.તેણે ભગવાનને છેલ્લે પ્રાર્થના કરી.’હે ભગવાન,તે મને આ દુનિયામાં મોકલ્યો.હવે હું તારી પાસે આવું છું.આત્મહત્યાએ મોટું પાપ છે.આ પાપ કરવા હું જઈ રહ્યો છું.’ આટલું બોલી તે નદીમાં કુદવા જતો હતો.પાછળથી કોઈએ તેને એકદમ પકડી લીધો.પૂરી તાકાતથી કુદકો લગાવવા છતાં તે ત્યાં જ ઊભો હતો.તેણે એ તરફ જોયું.એક થોડો વધારે ભણેલો માણસ તેણે પકડીને ઊભો હતો.તેણે પકડ મજબુત રાખી હતી.આત્મહત્યા કરવા આવેલ યુવાન એકદમ ગુસ્સે થઇ ગયો.તે કહે:’તમે કેમ મને બચાવી લીધો?’નદીકિનારે બચાવનાર તે માણસ કહે:’ભલા માણસ તુ યુવાન છે.તને આત્મહત્યા કરતાં મેં રોક્યો.કારણ કે ’તુ તારા જીવનનું ઘડતર કરી શકે છે.આટલું બોલી આ ભણેલા માણસે કહ્યું:’તુ એક કામ કર...એક યુવાન લેખકનું પુસ્તક લાવ..તુ વાંચ...તારા મનમાંથી આત્મહત્યાનો વિચાર દૂર થશે.આત્મહત્યા કરવા આવનાર કહે:’તમે કઈ રીતે ખાતરી આપી શકો?’ આ બચાવનાર કહે:’હું પણ આત્મહત્યા કરવાનું વિચારતો હતો...મને આ પુસ્તક મળ્યું..મેં વાંચ્યું....આજે મારો કરોડોનો કારોબાર છે.’આ વાત સાંભળી તે યુવાન કહે:’આવું કયું પુસ્તક છે જેના લીધે તમારું જીવન પરિવર્તન થયું?’બચાવનાર કહે:’ Adventures of Huckleberry Finn and The Adventures of Tom Sawyer આ બે પુસ્તકના નામ સાંભળી યુવાને હતું તે બધું જ જોર કર્યું.તે હાથ છોડાવી સીધો નદીમાં કૂદી ગયો.તેના છેલ્લા શબ્દો હતા.આ પુસ્તકનો લેખક માર્ક ટ્વીન  હું જ છું.અનેક આવા પુસ્તકો આપને લઈએ છીએ.લખનારની તો આ વ્યવસ્થા છે.ખરીદનાર ખરીદે છે અને વિકાસ લેખક અને પ્રકાશકનો થાય છે.(૧૬ જાન્યુઆરી ૨૦૧૨)


(ચાણક્ય ગુરુએ ભૂલ તરફ ધ્યાન દોરતાં તેનો સુધારો કરી ફરી લખું છું.બે પુસ્તકના અને તેના લેખકનું નામ યાદ કરાવવા બદલ ચાણક્ય ગુરુનો આભાર. પુન:આભાર)

Comments

Hmmm write bhaveshbhai. ......
PANKAJ DAVE said…
Bhai.....andar thi jage te sachu
PANKAJ DAVE said…
Bhai.....andar thi jage te sachu

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી