કેમેરાની આંખ કરમાઈ...



ભારત જેવો વિશાળ દેશ.આ દેશમાં અનેક વ્યક્તિઓ એવી છે જે ખરેખર દુનિયામાં ભારતની ઓળખ છે.ભારતના આવા પહેલાં મહિલા ફોટો ગ્રાફર એટલે હોમાઈ વ્યારાવાલા.આજે તેમનો જીવનદીપ બુજાયો.આવાં મહિલા.તેમનું આજે નિધન થયું.આ ફોટોગ્રાફરે ભારતના અનેક વ્યક્તિ વિશેષના ફોટા પડ્યા.અરે...તેમની રીલ ઉતારી પણ કહી શકાય.આ મહિલા ફોટોગ્રાફરના  ફોટામાં એક અનોખું વિઝન હતું.
પ્રથમ મહિલા ફોટો ગ્રાફર.અનેક ફોટા તેમના નામે આજે પણ અમરકથા સમાન છે.ભારત અને વિશ્વની અનેક હસ્તીઓના ફોટા તે ખેચી શકયા હતા.જયારે છોકરીઓ અને શિક્ષણનું અંતર હજારો ગાઉનું હતું. જમાનામાં તેમણે ક્ષેત્રમાં નામના હાંસલ કરી હતી.ભારતના પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફરનું બિરુદ  પણ તેમના નામે હતુ.જયારે એક ફોટો પાડી તેને  જોવા માટે કલાકોની મહેનત થતી તે જમાનામાં તેમના ચિત્રો વિશ્વમાં ખ્યાતી પ્રાપ્ત કરતા હતા.આજે પણ તેમનો પાડેલો ફોટો આપણા ઘરમાં હોય તો તે સ્ટેટસની વાત ગણાય.આવા પ્રસિદ્ધ અને પ્રથમ મહિલા ફોટોગ્રાફર એટલે હોમાઈ વ્યારાવાલા.પદ્મશ્રી હોમાઈ વ્યારાવાલા.ભારત સરકારે તેમનું પદ્મ સન્માન આપીને ૨૦૧૦ માં સન્માન કર્યું હતું.ફોટો ખીચના ના હૈ...આવું લખ્યું હોય ત્યાં જવાહરલાલ નહેરુનો ફોટો પડવાની હિમ્મત તેમણે કરેલી.જવાહરલાલ નહેરુના  મોઢામાં સિગરેટ છે,તે એડવીન નામની મહિલાની સિગરેટ સળગાવે છે.આવા અનેક ફોટા તેમના નામે છે.યુદ્ધ વખતે બોર્ડર પર પણ તેમણે આ ફોટા પડવાનું કામ કરેલું.મીસીસ કેનેડીના વાળાની લટ બનાવી આપતા પંડિતજી તેમના ફોટામાં દેખાય છે.તેમણે બ્લેક એન્ડ વાઈટના જમાનામાં વિવિધ શહેરના રંગ દર્શાવતા.જીવન મૂલ્યના પણ અનેક ફોટા આપ્યા છે,તેમણે વિચાર પ્રેરક ફોટા પણ આપ્યા છે.ગાંધીજી.જવાહરલાલ,મધર ટેરેસા,ઇન્દીરા ગાંધી અને દેશ વિદેશના અનેક નેતાઓ,મોટી વ્યક્તીઓંને તેમણે અજુગતી રીતે કેદ કર્યા છે.કેમેરાની તેમની કરામત પણ એવી કે કશું જ બોલ્યા વગર તે બધું જ કહી જાય. (૧૫ જાન્યુઆરી ૨૦૧૧)










Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર