અનોખું જીવન...


આદિવાસીની અનોખી પરંપરા.આવાજ અનોખા તેમના રીવાજો.હા અનેક ખરાબ રીવાજો પણ ખરા.અહીં આપને ફોટો આપ્યો છે.વાલજી તેનું નામ.ઉંમર અંદાજે સોળ વર્ષ.આ નાનો નવો છોકરડો આજનો વરરાજો છે.તેની  પાછળ દેખાતી ભૌતિક સુવિધા તે વાલાજીનું મકાન છે.મકાન કરતાં નીચે જે પતરાનો ડાબો અથવા ડાબા જેવું કૈક દેખાય છે.આ દેખાય છે તે ધન સાચવવાની જગ્યા છે.હા,તેનો ઢોરવાળો  ડબો.તેમાંથી એક ભેસ ઓછી કરીને તે વરરાજો બન્યો છે.આટલા રૂપિયામાં સાથે તેની બહેનના પણ લગન થશે.આ વરરાજાનો લગન માટેનો સૌથી ખર્ચાળ ડ્રેસ છે.દુ:ખની વાત છે કે ભાઈ અને બહેન બન્ને પુખ્ત નથી. અનેક એવા સારા રીવાજો પણ છે.કોઈએ દહેજ આપવું પડતું નથી.કોઈ દીકરીને આત્મહત્યા કરવી પડતી નહિ.કોઈ દીકરી કે દીકરો જોવડાવવા પ્રયત્ન  કરતા નથી. આ ગામનો મોટો ભાગ  SAVE GIRLS CHILD વાંચી કે સમજી ન શકતો હોવા છતાં તેનો અમલ કરે જ છે.આવા અનેક સારા ગુણો પણ આ સમાજ ધરાવે છે.તેમની ઝાંપાની વાત મેં લખી જ છે.આપણે ગમે તેવું વિચારીએ...વિચાર કરવાની છૂટ છે.હા સૌથી ઓછા ખર્ચ અને સુવિધાઓ વછે પોતાની ઓળખ પણ આ સમજે બનાવી છે.તેમનું સરળ જીવન જોવું પણ લહાવો છે.આ લોકોનું જીવન સાદું અને સીધું.ભગવાનમાં તેમણે અતુટ વિશ્વાસ છે.(૦૩ નવેમ્બર ૨૦૧૧)  .

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી