ફૂલનો રંગ બદલાયો....(જોડાક્ષર વગરની વારતા)એક નાની છોકરી.તેનું નામ ગબુ.ગબુને ગીત ગાવાનું ખૂબ ગમે.તેણે રમકડાં સાથે રમવાનું ખૂબ ગમે.આખા ઘરમાં ગબુને તેનાં દાદા ખૂબ ગમે.ગબુ તેના દાદાસાથે રમે.દાદાનો ઘોડો બનાવે. ગબુ તેના ઉપર બેસી જાય.ગબુ સાથે રમવાનું દાદાને પણ ખૂબ ગમે.
એક દિવસની વાત છે.ગબુ ઘરના બગીચામાં રમતી હતી.તેના ઘરમાં એક સરસ બગીચો હતો.આ બગીચો  ખૂબ નાનો હતો.અહીં જાત જાતના ફૂલ હતા.રંગબેરંગી ફૂલ હતા.ગુલાબ,મોગરો,ચમેલી અને બારમાસી જેવા અનેક ફૂલના છોડ હતા.આ બગીચામાં ગબુ બધા જ ફૂલ સાથે વાત કરતી હતી.ગુલાબને તેના કાંટાની વાત કરતી.ચમેલીને તેના રંગની વાત કરતી.આમ કરતાં કરતાં ગબુ બારમાસીના છોડ પાસે ગઈ.આજે આ બરમાંસીનો રંગ જૂદો દેખાતો હતો.ગબુ મનમાં વિચારતી હતી’રોજ સફેદ રંગના ફૂલ હોય છે.આજે આ બારમાસીના ફૂલનો રંગ કઈ રીતે બદલાઈ ગયો?’ગબુને સમજાતું ન હતું.ગબુ દોડતી તેના દાદા પાસે પહોંચી ગઈ  ગબુ દાદાને કહે:’દાદા,આ ફૂલનો રંગ કઈરીતે બદલાયો?’દાદા અને ગબુ  ચાલતા ચાલતા બગીચા પાસે આવી  ગયા. બગીચાની ખૂરશીમાં દાદા બેસી ગયા.બેસીને દાદા ગબુને કહે:’જે રીતે આ છોડવાને આપેલું પાણી તેની ડાળ,ફૂલ અને પાનને પહોંચે છે તેમ.’
ગબુને સમજ પડતી ન હતી. દાદા ગબુને કહે:’’જો તુ રોજ આ છોડને પાણી આપે છે ને?ગબુ કહે હા દાદા:’દાદા કહે :’તેમાં મેં પેનમાં પૂરવાની શાહી નાખી હતી.આ શાહીનો રંગ વાદળી હતો....’આટલું કહી દાદા અટકી ગયા.ગબુ કહે:’દાદા આગળ શું થયું?ગબુને માથે હાથ ફેરવતા ફેરવતા દાદા કહે:’જો સફેદ અને વાદળી રંગ ભેગા થાય તો કયો રંગ બને?’દાદાનો સવાલ સાંભળી ગબુ કહે:’દાદા આસમાની રંગ થાય.આકાશ જેવો રંગ થાય.’દાદા કહે:’બસ એમ જ આ સફેદ રંગના પાન સુધી આ શાહી પહોંચી એટલે તેનો રંગ બદલાયો.’દાદા જોડેથી જાણી લીધા પછી ગબુ દોડતી ઘરમાં ગઈ.ગબુ ઘરમાં રાડો પાડતી હતી.ફૂલનો રંગ બદલાયો....ફૂલનો  રંગ બદલાયો.(૧૯ જાન્યુઆરી ૨૦૧૨)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી