ઉત્તરાયણ અને મકરસક્રાંતિ ભેદ અને સમાનતા...



આજથી ૧૪૦૦ વર્ષ પહેલાંની વાત છે. ઉત્તરાયણ અને મકર સક્રાંતિ બન્ને એક જ દિવસે હતા.ત્યારથી આ બન્ને સાથે જ બોલાય છે.મકરસક્રાંતિ ને આપણે ઉત્તરાયણ અથવા ઉતરાણ કહીએ છીએ.આ બન્ને પર્વો હિંદુ સંસ્કૃતિને આધારે છે.બંનેનો અર્થ પણ જુદો છે.

ઉત્તરાયણ:’ઉત્તર’ અને ‘અયન’આ બે શબ્દોથી ઉત્તરાયણ શબ્દ વ્યવહારમાં આવ્યો.ઉત્તર એટલે ઉત્તર દીશા.અયન એટલે જવું.ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ જવું  તેમ સમજાય.સૂરજ  રોજ આકાશમાં ખસે છે.કદીક બપોરે માથા પર આવે.ક્યારેક માથે વહેલો આવે.ઉનાળાનો દિવસ લાંબો હોય છે.ઉનાળામાં સૂરજ બપોરે માથા પર હોય છે.આ માટે મધ્યાહન શબ્દ પ્રચલિત છે.શિયાળામાં સૂરજ દક્ષિણ દિશામાં હોય છે.સૂરજ રોજ એક જ રસ્તે આવજા કરતો નથી.છેક દક્ષિણ દિશામાં છેલ્લે સુધી જઈ તે પરત ફરે છે.અહીંથી તે ઉત્તર તરફ આવે છે.સૂરજની આ ઉત્તર તરફ સરકવાની ગતિ શરુ થતી હોઈ તેને ઉત્તરાયણ કહેવાય છે.
મકરસક્રાંતિ:મકર એટલે રાશી અને સક્રાંતિનો અર્થ થાય પ્રવેશવું.ગઈ કાલ સુધી સૂરજ ધન રાશિમાં હતો.આજે તે મકર રાશિમાં પ્રવેશ કરશે.આપણા શાસ્ત્રમાં કુલ બાર રાશી છે.દરેક માણસનું નામ કોઈ એક રાશિનું પ્રતિનિધિત્વ કરે છે.સૂરજને એક રાશિમાંથી બીજી રાશિમાં જવાનું હોય છે.બાર રાશિમાં ફરતાં તેને એક વર્ષ લાગે છે.
હવે સમજો....

·         ઉત્તરાયણ એટલે ૨૨ મિ ડીસેમ્બર.આ દિવસ ટૂકો અને રાત લાંબી હોય છે.તે ક્યારેય બદલાય નહિ.આવું વર્ષોથી છે.જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધી આમ જ રહેશે.
·       
મકરસક્રાંતિ બદલાય છે.આપણે તેનું ધ્યાન જ રાખતા નથી.સૂર્ય અને ચંદ્ર રાશિનું જીવનમાં મહત્વ હોવાનું માનનારા પણ છે.(૧૪ જાન્યુઆરી ૨૦૧૨)

Comments

ખુબજ સરસ
http://abhyaskram.blogspot.com/

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર