કલા જીવી કલાકારનું નિધન...

ક્યારેક બધાની હાજરી વચ્ચે પણ એકલવાયા હોવાની લાગણી જન્મે ?પિતા બન્યા હોવા છતાં બાળકની જેમ રડવાનું મન થાય ?
ક્યારેક બાળકની જેમ, કદી ન મેળવી શકાય એવી વસ્તુ મેળવવાની જિદ કરવાની ઈચ્છા થાય ?
ક્યારેક એમ થાય કે વીતેલો સમય પાછો આવે અને આપણે બાળક બની જઈએ?

બનેબને. મારા મિત્ર અને ચિત્રકાર સાથે આમ જ બન્યું છે...
જેમની આંગળી પકડીને તે ચાલતાં શીખ્યાં,જેમની આંખે તે પોતે દુનિયા નિહાળતાં શીખ્યાં,જેમણે હાથમાં ચૉક પકડાવીને તેમણે ચીતરતાં શીખવ્યું,જેમના અસ્તિત્વ થકી જેમને ઓળખ મળી.ફરીદભાઈ.મારા મિત્ર અને એક અચ્છા ચિત્રકાર.પાઠ્યપુસ્તક મંડળના મુખપત્ર ‘બાળસૃષ્ટિ’માં અનેક વખત ચિત્રો અને મુખપૃષ્ઠ બનાવનાર ચિત્રકાર ફરીદભાઈના  પિતાજી એફ.એ.શેખ.જેમણે ફરીદભાઈ ને આંગળી પકડી ચીતરતા શીખવ્યું.તેઓ ફરીદભાઈની  આંગળી તરછોડીને પરવરદિગારને ત્યાં ચાલ્યા ગયા છે.

1930
માં અમદાવાદમાં જન્મેલા ફખરુદ્દીન શેખ ('એફ. એ. શેખ આર્ટીસ્ટ') નું 18 ફેબ્રુ. મંગળવારના રોજ ૮૩ વર્ષની વયે નિધન થયું છે. 5 પુત્રો અને 4 પુત્રીઓનો બહોળો પરિવાર ધરાવતા પિતાજી શેખસાહેબતરીકે જાણીતા હતા. કલામાં તેમને બાળપણથી રસ હતો. શરૂઆતમાં તે લોખંડની પેટીઓ (ટ્રન્‍ક) બનાવનાર કારીગર હતા. પછી તે ભીંતો પર જાહેરખબર ચીતરતા. કાળક્રમે તે થીએટરના હોર્ડિંગ પર કલાકારોના નામ લખનાર પેઈન્ટર, ટેક્સટાઇલ ડિઝાઈનર તથા વીઝીટીંગ કાર્ડ, બોક્સ, લોગો અને બ્રોશરની ડિઝાઈન બનાવનાર કમર્શીયલ આર્ટીસ્ટ બની રહ્યા. છેલ્લા શ્વાસ સુધી તે સક્રિય હતા. કલા તેમના લોહીમાં વહેતી હતી, જેનો વારસો તેમણે તેમના સંતાનોને પણ આપ્યો. તેમનું મૃત્યુ ભલે થયું, પણ તેઓ કલા થકી,કલાના માધ્યમથી જીવંત રહેવાના .

(ફરીદભાઈ એ કરેલ મેલની વિગતોને આધારે થોડા ફેરફાર સાથે.)

Comments

Farid said…
Thanks a lot... Sir.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી