બે નરેન્દ્ર એક વિશ્વ.
આજે અનોખો દિવસ.
આજે સ્વામી વિવેકાનંદની જન્મ તારીખ.
આજે વિશ્વમાં 'દીકરી' જ સંતાન હોય તેવા માતા પિતાનો દિવસ.
વિશ્વમાં ભારતની ઓળખ બનાવનાર અને ઓળખ ઊભી કરનાર વિવેકાનંદ.
તેમનું સાચું નામ નરેન્દ્ર.
આજથી ૧૫૦ વર્ષ પહેલાં નરેન્દ્રના નામની બોલબાલા હતી.આજે પણ છે.નરેન્દ્ર નામ છે.વિશ્વમાં ઓળખ છે.એક સંત હતા.એક એવા જ અલ્લડ અને અક્કડ છે.
ડૉ.કમલેશ ઉપાધ્યાય કે જેમણે ગુજરાતમાં વિવેકાનંદ ઉજવણીના આયોજન અને અમલીકરણ માટે સતત મથામણ કરી.એકાદ વખત આવા કાર્યક્રમ અન્વયે હું તેમણે મળી ચુક્યો છું.એક અદના માણસ અને સર્વ મિત્ર કમલેશ ભાઈએ એક વખત મને જોડાક્ષર વગરની વાર્તા લખવા કહ્યું.શરત એ કે આ વાર્તા જોડાક્ષર વગરની હોવી જોઈએ.
વિવેકાનંદનું સાચું નામ નરેન્દ્ર.જોડાક્ષર આવે.પણ છેવટે તેમના વિષે લખ્યું.મારી પાસે લખેલું હતું.આજે અહીં આપું છું.
વગરની આં વાર્તા બંને નરેન્દ્રને અને વિવેકાનંદ વિષે લખાવનાર ડૉ.કમલેશ ઉપાધ્યાયને અર્પણ.
વિવેકાનંદ

શિયાળાના દિવસો હતા.આમ પણ શિયાળામાં રાત લાંબી હોય.દિવસો ટૂંકા હોય.રાત લાંબી હોવાથી બધોને ઊંગવાની મજા પણ આવે.આખા શહેરમાં બધાં ઊંગતાં હતાં.સૂરજ ઉગવાની વાર હતી. ઘણાં લોકો જે સવારે વહેલા જાગતા તેમનો આવાજ સંભાળતો હતો.પોશવદ સાતમ અને સોમવારનો દિવસ હતો.કોલકાતા શહેરના એક વકીલના ઘરમાં દોડધામ ચાલતી હતી.સવારના છ વાગવામાં હતા.આવા શુભ દિવસે કોલકાતાના આ વકીલના ઘરમાં પારણું બંધાયું.ઘરમાં દીકરાનું આગમન થયું.સૌ ખૂશ હતાં.આખા શહેરમાં વકીલનું ખૂબ મોટું નામ હતું.આખા શહેરમાં આ વકીલનું નામ આદરથી લેવાતું હતું.આ ઘરમાં આ નાનો છોકરો ઉછરતો હતો.સમય જતા છોકરો મોટો થયો.
છોકરો મોટો થતા જ તેને શાળામાં ભણવા બેસાડી દીધો. આખા કોલકાતા અને તેની આસપાસના ગામનાં છોકરાં અહીં ભણવા આવતાં.નાનપણથી વકીલના છોકરાનું ઘડતર ખાસ રીતે કરવામાં આવતું.અનોખ ઘડતરને લીધે આ છોકરો જુદો પડતો હતો.તે ભણવામાં ચતુર ,નીડર અને હોશિયાર હતો.ખૂબ જ ધનવાન અને મોટા પરિવારનો હોવા છતાં આ છોકરો બધાની સાથે જ રમતો અને ભણતો. એક દિવસની વાત છે.શાળામાં સાહેબ ભણાવતા હતા.સાહેબના ભણાવવાની રીત છોકરાને અનુકૂળ ન હતી.સાહેબ ભણાવતા હતા.છોકરાં વાતો કરતાં હતાં.છોકરાં કંટાળતા હતા.સાહેબનું ભણાવવાનું સતત ચાલતું હતું.સાથોસાથ છોકરાની વાતો પણ ચાલતી હતી.સાહેબ છોકરાથી કંટાળી ગયા. એ તરફ સાહેબ ભણાવતા હતા.છોકરાં વાતો કરતાં હતાં.સાહેબે એકદમ રાડ પાડી.એકાદ બે છોકરાં આરામમાં હતાં.કેટલાંક છોકરાં કવિતા ગાતાં હતાં.કેટલાંક કાગળનું વિમાન બનાવી ઉડાડતા હતાં.અમુકતો જાણે આરામ કરવા જ અહીં હાજર હતાં.સાહેબે રાડ પાડી:’હું તમને ભણાવું છું અને તમે વાતો કારો છો? મેં અહીં શું વાત કરી તે મને કોણ કહેશે?બધાં છોકરાં એક બીજા સામે જોતા હતાં.હવે સાહેબને કોણ જવાબ આપશે તે બધા જોતા હતાં.છોકરાં શું જવાબ આપે?કેટલાંક છોકરાને સાહેબના સવાલની પણ ખબર ન હતી. એક બીજાની સામે જોતા છોકરાં પૈકી આ વકીલનો છોકરો ઊભો થયો.
આ છોકરાને જોઈ સૌને નવી લાગી.બધાને હતું આ નવો છોકરો શું જવાબ આપશે?સાહેબ કહે:’બોલ તારે શું કહેવું છે?’ સાહેબ બોલવાનું પૂરું કરે તે પહેલાં આ છોકરો સાહેબનું બોલેલું બધું જ એના જેવું જ બોલી ગયો.સાહેબને પણ થયું કે આ છોકરો બધું કઈ રીતે બોલી ગયો.શાળા છૂટવાનો તો સમય થઇ જ ગયો હતો.સાહેબે આ શાળાના બીજા ગુરૂજીઓંને આ છોકરા વિશે વાત કરી.આ છોકરાને એક જ વખત વાંચેલું અને સાંભળેલું બધું જ યાદ રહી જતું હતું. આ છોકરો મોટો થઈને આખી દુનિયામાં વિવેકાનંદને નામે પોતાની એક જુદી ઓળખ બનાવી.(૧૦/૦૧/૨૦૧૩)
Comments