વહુ અને માતાજી...
એક નગર માં શાહુકાર રહેતો હતો.તેને મિલકત અને ધન હતું. હા,શાહુકારને સંતાન ન હતું.તે સંતાન વિનાનો  હતો. તેને ઘણા જપ તપ કરી જોયા. બાધાઓ રાખી. ગરીબોને મદદ કરી.

બધુ જ સંતાન માટે કરી જોયું. પરંતુ એમને સંતાન  ન થયું. શાહુકાર આસપાસના ઘરમાં બાળકોનો રડવાનો કે રમવાનો અવાજ સંભાળે તો શાહુકાર દુઃખી થઈ જતો. કેટલીક વખતે આવા અવાજ સાંભળી તે રાજી  થતો. શાહુકાર ભગવાનનું જાપ અને દાન વધુ કરતો હતો. છેવટે એક દિવસ સવારે માતાજી આવીને શાહુકારને  કહે: ' તારા જપ અને તપ જોઈ આ દીકરો તને આપું છું. તારા ઘણા સારા કામને લીઘે એક જ દીકરો આપીશ. હા, આ દીકરો વીસ વરસનો થાશે એ સમયે એનું અવસાન થશે  આ બાબત કોઈ અટકાવી નહીં શકે.' માતાજી આટલું બોલી અલોપ થઈ ગયાં.


શાહુકારે વાત તેની વહુ ને કરી. તેની વહુ કહે: ' વીસ વરસ સુધી તો દીકરીના માં બાપ તરીકે જીવી શકાય. આજે સંતાન નથી એવું સૌ કહે છે. દીકરો વીસ વરસનો થાય અને અવસાન થાય તો કોઈ સંતાન વગરની તો નહીં કહે. ' શાહુકારને તો એની વહુ ખુશ એટલે એય ખુશ થઈ ગયો. મહિનાઓ પસાર થતાં ગયાં. નવ એક મહિના થયા અને શાહુકારને ઘરે દીકરાએ અવતાર લીધો. દિવસો પસાર થતાં ગયા. દીકરો મોટો થતો ગયો. શાહુકાર તો માતાજીની વાત ભૂલી જ ગયો હતો. એક વખત શાહુકારને દીકરાના હાથ પીળા કરાવવાની વાત સાંભળી એની વહુએ માતાજીની વાત કરી. શાહુકાર પણ,હવે ફિકર કરતો હતો.આમ છતાં સમાજના કહેવાથી શાહુકારને દીકરાના હાથ પીળા કરાવવા પડે એવું થયું. દીકરો પણ વીસ વરસનો થવામાં જ હતો. શાહુકાર ના દીકરાનું લગન થઇ ગયું. શાહુકાર એનાં દીકરાની વહુને એના પિયરમાં મૂકી આવે. થોડા દિવસ પછી વહુ પાછી ફરે એટલે એકાદ દિવસમાં શાહુકાર વહુને પિયર મોકલી દેતા હતા. હવે દીકરાના અવસાન માટે શાહુકાર ચિંતા કરતાં હતા.દીકરાનું અવસાન થાય તો આ વહુ દીકરી ને કોણ સાચવી શકે? સતત આવા j વિચારમાં શાહુકાર અને એમની વહુ રહેતાં હતાં. આ તરફ સમાજમાં લોકો શાહુકારને માટે સારી ખરાબ વાત કરતાં હતાં. સમાજના ડરથી શાહુકાર એના દીકરાની વહુને તેડવા જાય છે. આ વખતે શાહુકાર ખૂબ જ ગભરાયેલો, ડરેલો અને હારેલો લાગતો હતો.


 વહુને તેડી પરત ફરતાં શાહુકારની હાલત જોઈ દીકરાની વહું કહે: ' પિતાજી, આપને શું ફિકર છે. કશું છુપાવી ને ન  રાખો. મને વાત કરો. ' દીકરાની વહુ સામે જોઈ શાહુકાર કહે: ' વહું બેટા, આજે તમને હું લેવા આવી. આજે આપને હું તેડી જાઉં છું. પણ, મારો દીકરો વીસ વરસનો થશે એ જ દિવસે એનું અવસાન થવાનું છે. આ વાત મને એનાં જનમ પહેલાંની ખબર છે. હું તારો અપરાધી છું. મને માફ કરો, વહું દીકરા મને માફ કરો.' શાહુકાર તો રડતો હતો. એ બીજું કરી પણ શું લેવાનો હતો.

આ તરફ વહુ કહે. ' બાપુજી, આપ ફિકર ન કરો. હું બધું પાર પાડી લઈશ. ભલે માતાજી મારા પતિને લેવા આવે. હું એમને જીવ નહીં લઈ જવા દઉં. આપે મને આ જાણ કરી એટલે હવે મારા પતિ માટે આજથી  મારી જવાબદારી.' શાહુકાર તો હજુય રડતો હતો. એને દીકરાની વહુએ પાણી પાયું. શાહુકાર વહુને લઇ ઘરે આવી ગયો. દીકરો પાસે  ઊભો હતો. શાહુકાર એના દીકરાની વહુને લઇ સીધો ઘર મંદિર આગળ પહોંચી ગયો.

વહુ એ અહીં ભગવાનને નમન કરી લીધાં. પૂજા વિધિ ને અંતે વહુ બોલી મને ‘દીવો , પાણીનો લોટો ,થોડા અનાજ ને એક ગાય આપો. ' આ બધુ જ ઘરમાં હાજર હતું. વહુ સાસુ અને સસરાને વંદન કરીને કહે: 'રાતે મારા  ઓરડામાં કોઈ ના આવે.' વહું એના અંધારું થયાં પછી વહુ એ દરવાજા પાસે દીવો સળગાવી ને મૂકી દીધો. શાહુકારને ખબર હતી. એનો દીકરો તો કશું જાણતો જ ન  હતો. અડધી રાત થઈ હશે. માતાજીના કહેવાથી જે દેવદૂત દરવાજાની નજીક આવવા લાગ્યા તે દેવદૂત ને દીવાએ રોકી લીધા. દીવો કહે: ‘ અહિયાં મારી ચોકી છે. કોઈ અંદર નહિ જઈ શકે.જો કોઈ અંદર આવવાશે તો બધે જ આગ લગાવી દઈશ. જેમાં તમે રાખ થઇ જશો.દેવદૂત ડરી ગયા. એ પછી વિધાતા માતા એ નવા જ ચાર દૂત મોકલી દીધા. હવે વહુ એ દરવાજા પર પાણીનો લોટો મૂકી દીધો.જે ચાર દૂત અંદર આવવા લાગ્યા એમને પાણી ભરેલા લોટા એ રોકી દીધા. ' જો કોઈ અંદર આવશો તો હું છુપાઈ જઈશ. હું કોઈને હાથમાં નહીં આવું. બધાં તમે પાણી વગર મરી જશો. નવા આવેલ આ ચારે દૂત પાછા ગયા. 

આ તરફ વિધતા માતા એ આ વખતે આઠ દેવદૂત મોકલી દીધા. હવે શાહુકારના દીકરાની વહુ દરવાજા પર અનાજ મૂકી દે છે. અનાજ હોઈ , આઠ દેવદૂત પણ અંદર ન ગયા. હવે વિધાતા માતા એ  સોળ દૂત તૈયાર કરી મોકલી દીધા. આ વખતે વહુ એ દરવાજા પર ગાય ઉભી રાખી. ગાય હતી એટલે સોળ દેવદૂત અંદર જવામાં સફળ ન થયા. આ રીતે રાતના  ચારેય પહોર પુરા થઇ ગયા. જેટલા દૂત હતા એ બધાં પરત થયા. બધા દૂત પાછા આવી ગયા એટલે વિધિ માતા ખૂબ કોપાયમાન થયાં . તેમણે આ દેવ દૂતોને સજા ફટકારી. 


આ તરફ દેવદૂત ને સજા કરી વિધાતા માતા જાતે જ સવારે શાહુકાર ના ઘરે જાય છે. દરવાજા અંદર આવતાં  જ વહુએ જુકી ને તરતજ વંદન કરી લીધા. માતાજી એ   ‘ સુખી રહો' બોલી વહુના માથે હાથ મૂકી દીધા.. આ તરફ આ વહુ કહે છે ‘તમે મારા પતિને લઇ જઈ શકો છો .પણ તમે મને સુખી થવાના આશિષ આપેલ છે. હજુ એ વાતને સમય નથી થયો. આપ મારા સુહાગ ને લઇ જાવ તો આપના આશિષ આટલા ટૂંકા હશે, મારું સુહાગ જાય પછી મને શું આનંદ ને કેવું દુઃખ કે સુખ.' માતાજી એની સામે જોઈ ને ઉભા હતાં. વહુ એમને વિનંતી કરતી હતી. માતાજી એની વાત જાણે સમજી ગયાં. શાહુકાર ના દીકરાની વહુને સદા સુહાગન  કહી હાથમાં ફૂલ આપી ગયાં .

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી