સોનાનાં ડોશીમા
એક ઘરડા ડોશી હતા.

એમને એક દીકરો. દીકરાને એક વહુ.

 ઘરમાં એક કૂતરો. આખા ઘરમાં ડોશીમાં,દીકરો,વહુ અને કૂતરો રહે. દીકરો ભોળો પરંતુ એની વહુ બહુ કચ વાળી. વહુ ડોશીને પસંદ કરતી ન હતી.એક દિવસ વહુને ઉપાય મળી ગયો. વહુ એના વર ને કહે: ‘આપણા ખેતરમાં ચણાની ખેતી કરી છે.એ બધા લોકો આવતાં જતાં લઇ જાય છે. જેથી આપણને નુકસાન થાય છે.જો સાસુમા ખેતરમાં રહે તો આપણું નુકશાન ઓછું થાય. મા ને રહેવા માટે ઝુંપડી બનાવી દઈએ. સાસુમાને દેખરેખ માટે રાખી લઈએ.ત્યાં પાણી અને જમવાની સગવડ કરી દઈએ. છોકરાને પણ થયું ખેતર માં નુકસાન થાય તો આ વાત ખોટી નથી.દીકરાએ એની માને વાત કરી. ને દોશી કહે: ‘મારું શું? હું તો ભાગવાન ની માળા ખેતર માં જ ફેરવીશ. 

ભગવાનની સેવા કરીશ ને સાથે ખેતરની દેખરેખ પણ રાખીશ. ખેતીનું નુકસાન પણ નહીં થાય. છોકરા એ બીજા દિવસે ખેતરમાં ઝુંપડી બનાવી આપી ને પીવા માટે પાણીનું ઘડો મૂકી દીધો. સવાર સાંજ માટે જમવાનું ભોજનની સગવડ કરી.

એક દિવસની વાત છે.

મહાદેવ શંકર પરિવાર સાથે ધરતી ઉપર આવી ગયા હતા. શંકર ભૂમિ લોકમાં હતા. ભગવાન શંકર આ છોકરાના ખેતરમાં આવી ગયા. ખેતરમાં ચણા કરેલા હતા.લીલા છમ ચણા જોઈને શંકર ભગવાનને ચણા ખાવાનું મન થયું. 

ભગવાન શંકર ડોશી પાસે ગયા. ડોશી એ અમને ખાટલો પાથરી બેસવા વિનંતી કરી.શંકર ભગવાન બીજા રૂપમાં અહી આવી ગયા હતા. ડોશી બીજા વેશમાં આવેલ ભગવાન શંકર ને ઓળખતી ન હતી. ડોશી કહે: ‘કેમ ભાઈ શા માટે આવવાનું થયું? મહાદેવ કહે: ' મને ચણા ખાવાનું મન થયું છે. તમે કહો તો હું થોડા ચણાના છોડ તોડી ખાઈ લઉં. આ સાંભળી ડોશી કહે: ‘બેટા ચણા કાચા ખાવા થી પેટ દુ:ખવા લાગે છે.તું ચણા ઉખાડીને લઇ આવ. તને એ ચણા શેકી આપું. ભગવાન ચણાના છોડ ઉખાડવા માટે ગયા. છોડ એકઠા કરી દીધા. 


ડોશીએ ભગવાનને ચણા શેકી દીધા. ડોશી સુપડાથી ચણા જુદા કરીને ભગવાનને આપતી હતી. ભગવાન કહે: આટલા બધા નહીં. થોડા તમે રાખો,તમે ખાજો. ' ડોશી કહે: ‘ખાઓ બેટા, ખાવાથી કોઈ વસ્તુ પૂરી નથી થતી.ખાઓ ભગવાને આ ચણા ખાધા. ડોશી એ ઘડામાંથી લોટો ભરી ભગવાનને પાણી પાયું.પાણી પીધા પછી ડોશીને પૂછતાં ભગવાન કહે છે. ' કેમ,ખેતરમાં રહો છો? દીકરો નથી કે શું?' દોશી કહે: ‘ મારે પણ તમારા જેવો દીકરો છે. એનેય વહુ છે. દીકરો મારી બહુ સેવા કરે છે. પણ, મારી વહુ ખુબ ચબાવડી છે. એને અને મારે જરાય મેળ થતો નથી. મારા દીકરાની વહુએ જ મને અહિયાં ખેતરની દેખરેખ માટે મૂકી દીધી છે.' ભગવાન કહે: તમે અહીં શું કરો છો. કયા કયા કામ કરો છો.' 

ડોશીમા ભગવાનને કહે:બેટા હું બેસી ને ભગવાનની માળા કરું છું. સાથે અમારા ખેતરની દેખરેખ પણ રાખું છું. મહાદેવને ભોળી માસુમ ડોશીમાં ની વાત સાંભળી રાજી થયા. તેઓ પરત ફરતા હતા. આ સમયે આ ભગવાન બની આવેલ માણસ ડોશીમાને કહે:' મા...મા તું, આંખો બંધ કર. ડોશી એ આંખો બંધ કરી ને મહાદેવે એના શરીર ઉપર ધીરે ધીરે હાથ ફેરવતા હતા.ભગવાનનો હાથ ફરતાં જ ડોશીમા આખા સોનાનાં થઇ ગયાં.' છેવટે ભગવાન ડોશીમા ને કહે: ' મા ...આંખો ખોલો. હું જાઉં છું. 


એમ કહી ને હાથ જોડી ૐ બોલી એ જવામાં હતા. ‘બેટા જાઓ, તમને યાદ આવે અને અહીં આ તરફ હોવ તો ફરી જરૂરથી આવજો.' ડોશીમાં બોલતાં હતાં. પણ અહિયાં આવવું હોય તો જરૂર આવજો. ભગવાન તો થોડું ચાલી અલોપ થઈ ગયા. રાત પડી, ડોશીમાં સૂઈ ગયાં. સવાર થઈ વહુએ ભોજન બનાવી ખેતરમાં આપવા આવી. વહુએ જોયું તો ડોશીમા તો ચક..ચક.. સોનાની જેમ ચમકતાં હતાં.વહુ એ જોયું.વહુતો ડોશીમાં સામે જ જોઈ રહી હતી. એણે તો ડોશીમાને અડકીને જોઈ ચકાસી લીધું. ડોશીમા તો સોનાનાં થઈ ગયાં હતાં. શું થયું એવું પૂછતાં ડોશીમાએ અગાઉના દિવસે સાંજે થયેલ વાત કરતાં કહે:એક માણસ આવી ગયો. મે એમને શેકેલા ચણા ખાવા માટે આપતાં એ ખુશ થયાં. પરત ફરતાં એમણે મને આંખો બંધ કરાવી અને હાથ ફેરવતાં હું સોનાની આખી બની ગઈ છું. વહુએ તો એના ઘરે જઈ પતિને વાત કરી. 

ડોશીમા ને લઇ આવો પછી વાતો કરીશું એમ કહી વહુએ બધી જ વાત એના ઘરવાળા ને કહી દીધી. બળદ ગાડું જોડી માને લેવા દીકરો અને વહુ ખેતરમાં ગયા. ડોશીમાને ઘરના હિંચકામાં બેસાડી દીકરો કહે: ‘ મા, તમે હીંચકા નીચે પગના મૂકશો. તમારે જે જોઈ તું હશે એ હીંચકા ઉપર પર મળી જશે. ડોશીમા સોનાનાં ની થઇ ગયાં હોય વહુ બહુ સેવા કરવા લાગી. ડોશીમા ને તો ઘરમાં કશું જ કરવું પડતું નથી. વહુ હીંચકા ઉપર જ બધું કામ કરાવતી અને સેવા કરતી હતી. હિંચકા પર ખાવા આપે, પાણી આપે. ખૂબ સેવા કરે. આ તરફ ડોશીમા ઘરે આવી ગયાં એટલે ખેતરમાં કોઈ ન હતું. આ કારણે નુકશાન વધુ થતું હતું. વહુને હતું કે આ વખતે મારી મા ને બોલાવી લઈશ. એ ખેતરમાં જશે. ખેતર સચવાશે અને સોનાની થઈ પરત આવશે. આવું વિચારી વહુએ એના પતિને કહી દીધું: ' આપણાં ખેતરમાં દેખરેખ રાખવા માટે મારી મા ને બોલાવવાનું વિચારું છું. થોડા દિવસ અહીં આવશે અને મને એના આવવાથી વધારે ગમશે.' ડોશીમાને દીકરાએ હા પાડી દીધી.

બીજા દિવસે સવારે એ દીકરો એની સાસુને લેવા બળદ ગાડું લઈને નીકળી ગયો.સાસુમાને માં સાથે, આદર સાથે એ ઘરે લઈને સાંજે આવી પણ ગયો. વહુ એની મા આવતી જોઈ ને સીધી સામે ગઈ અને ખેતરમાં જવા કહેવા લાગી.

એની માને કહે:' આપણાં ખેતરમાં ચણા છે. તારે ખેતરમાં જવાનું અને ખેતરમાં જ રહેવાનું. ચણાના ખેતરની દેખરેખ રાખજે.હું તારા માટે ભોજન ને પાણી લઇ ને આવીશ. દીકરીની વાત સાંભળી એની મા સામે જવાબ આપતાં દીકરીને કહે:' માએ ‘બેટી, હું તારી મા છું. હું તારા ખેતરમાં કોઈ કામે કમી નઈ રાખું. કોની તાકાત છે કે ખેતર માંથી ચણા લઇ જઈ શકે!સૌ એ સાથે બેસી ભોજન લીધું. સવાર થતાં જ સાસુને ખેતરમાં મૂકવા બળદ ગાડું લઈને દીકરો નીકળી ગયો. દીકરાની મા જેટલાં ભાવિક અને સેવા કરતાં હતાં. વહુ ની મા એમાં કોઈને કશું આપે એવાં ન હતાં. એ સેવા તો શું કરે...કોઈ ને પાણી આપે એવાં હતાં. 

બે ચાર દિવસ એમ જ પસાર થઈ ગયા. એક દિવસ ફરી એવું થયું કે ભગવાન શંકર ફરી ધરતી પર આવી ગયા. એ જ ખેતરમાં. અહીં ભગવાન ને ફરી લીલા ચણા ખાવાનું મન થયું. ચાલો ને પહેલાં ચણા ખાઈ લઈએ પછી ઘરે જઈએ એવું વિચારી ભગવાન ખેતરમાં ચણા ના છોડ ઉખડતા હતા.

વહુને મા એ લાકડાંનો છૂટો ઘા કરી દિધો. આ લાકડાં સીધાં ભગવાન ને માથામાં વાગી ગયા. મારવાનું શરૂ એક લાકડી માથામાં વાગતાં ભગવાનને માથામાંથી લોહી નીકળતું હતું. ભાગવાન ને એમ કે આ દોશી તો બદલાઈ ગઈ. ભાગવાન પાછા ફરતાં હતા તોય વહુની મા લાકડાં અને પથરા ભગવાનને મારતી હતી. ગાળો બોલતી અને ધમકાવતી ડોશીને જોઈ ભગવાને એને ગધેડું બનાવી દીધી. વહુની મા ગધેડું બની ઝૂંપડીની આસપાસ ફરતી હતી. દીકરી સાંજે જમવાનું લઈ આવી. એણે એની માને ન જોઈ.

ગધેડું હતું એને લાકડી મારી દૂર કરવા એક કરતાં વધારે લાકડી મારી. આ ગધેડું માણસની જેમ બોલતું હતું વહુ ને એની માનો અવાજ સંભળાતો હતો.ધારીને જોયું તો આ અવાજ ગધેડા પાસેથી આવતો હતો. વહુ ને થયું...આવું કેમ થયું... રડતાં રડતાં એ ગધેડા ઉપર હાથ ફેરવતાં પૂછે છે. આવું કેમ થયું?' એની મા બધી વાત કરે છે. હવે એની માતાને ગધેડા માંથી માણસ બનાવવા શું કરવા વિચારે છે.બીજા દિવસથી એ ખેતરમાં જાય છે. છેવટે ભાગવાન આવે છે. વહુ એમની સેવા કરે છે. ભગવાન રાજી થાય છે. છેવટે ભાગવાન એને કશુંક આપવા જાય છે ત્યારે વહુ એની મા ને ગધેડા માણસ બનાવવા વિનંતી કરે છે.

ભાગવાન એ વહુની વાત માની જાય છે. ગધેડાના પાછળ મા આવી જાય છે. ગધેડું ગુમ થઈ જાય છે. બધાય બળદ ગાડામાં બેસી ઘરે જાય છે. સૌ ભેગા થઈ દાળ,ભાત,લાડુ,શાક અને શીરો ખાઈ વાતો કરતાં કરતાં સૂઈ જાય છે. સવારે વહુની મા ને મુકવા બળદ ગાડું તૈયાર થાય છે. વહુંની મા ને આ બળદ ગાડામાં બેસી ઘરે જાય છે.

Comments

Anonymous said…
ભગવાનને લોભ નથી ગમતો. મિત્રભાવ, નિખાલસતા જેવા ઉમદા ગુણો ખૂબ જ ગમે અને ખૂબ પ્રસન્ન થાય.તેથી ભગવાન રાજી થાય તો સોના જેવા ચારિત્રવાન બનાવે નહીતર ગધેડા જેવા માત્ર વજન ઉચકવાના કામમાં આવે એવા બનાવે.
ઓમ્ નમઃ શિવાય.
Dr.Anila Amreli

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી