રમણલાલ સોની
હું તો રબ્બર ખેંચું ત્યારે લાંબુલચ થાય. ...આ ગીત ગવડાવતા રમણલાલ સોનીએ જોવા એક લાહવો છે. વર્ષ:2001ના ભૂકંપ વખતે @srishti ના સંયોજક પદ્મશ્રી અનિલ ગુપ્તા જેમણે અનેક ઇનોવેટર ને વૈશ્વિક ઓળખ આપી. સાથે નિયામક શ્રી આર.કે.ચૌધરી પ્રો. વિજયા શેરિચંદના માર્ગદર્શન અને UNICEF ના સહયોગથી મને ત્યાં કામ કરવાની તક મળી છે. ત્યારે આ કલાકાર જીવના અનોખા શિક્ષક સાથે કામ કરવાની તક મળી. એ સમયે મારા પપ્પા પણ શિક્ષક. એ ત્યાં બાળાઓને જાદુ બતાવતા. હું વાર્તાઓ કહેતો. સુરેશભાઈ જોષી(મોરબી) મંજુલાબેન ઉપાધ્યાય અને જોહરા બેન ઢોલિયા(ભુજ) અને ઘોડા વાળા મનજીભાઈ પ્રજાપતિ.
સમગ્ર દેશને સૌ પ્રથમ વખત CASTME પુરસ્કાર અપાવનાર આ ગૌરવવંતા શિક્ષકનું અનોખું સન્માન એ શિક્ષક અને નવ વિચારક શિક્ષકોના પ્રતિનિધિ તરીકે સૌનું સન્માન છે. સૌ પ્રથમ આંતર રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થાય એ પછી તત્કાલીન ભારત સરકારના માનવ સંસાધન મંત્રી અર્જુનસિંહ દ્વારા એમને રૂબરુ મળવા બોલાવ્યા. એ પછી રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક અને રાજ્યના પુરસ્કાર મળ્યા.
સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી છેલ્લા વર્ષોમાં ઉત્તમ કાર્યો સફળતા પૂર્વક કરી રહેલ છે. સમગ્ર દેશના સર્વ શ્રેષ્ઠ પ્રથમ બાલમંદિર તરીકે દક્ષિણામૂર્તિ ને એવોર્ડ. એ પછી મુરબ્બી રમણલાલ સોની નું બહુમાન. વાહ ચિલ્ડ્રન યુનિવર્સિટી. મુરબ્બી हर्षद पटेल સર...ગુરુજી ડૉ.ટી.એસ.જોષી પાવર સર અને સૌ કે જેમણે ગુજરાતના પ્રથમ ઈનોવેટર પ્રાથમિક શિક્ષક નું બહુમાન કર્યું.
Comments