એક જ ભાવ

 

ગમતી નિશાળ અને સ્વ. અરવિંદભાઈ જોષી બાળ વિજ્ઞાન કેન્દ્ર.

મારે સેવા કરવી છે.

મારે કોઈને સુખી કરવા છે.

મારાથી શું થઈ શકે કે હું કોઈને મદદ કરી શકું? આવું વિચારીને કોઈનું ભલું કરવાનો વિચાર ભગવાન જ આપે છે. ભગવાન શું કાયદાને આધીન રહી ભલું કરતાં નથી. શું કરવાથી ભગવાન રાજી થાય એ જણાવું જરૂરી છે.

किसी के काम जो आए,इ से इंसान कहते हैं।

पराया दरद अपनाए,इ से इंसान कहते हैं।


એક ગામ.

ગામની બાજુમાં એક મંદિર.

આ મંદિરમાં એક સાધુ રહે. ગામમાંથી પસાર થનાર સૌને એ રામ રામ કહે. સાધુને ખબર ન હોય કે કોઈ પસાર થાય છે, તો પસાર થનાર સાધુ ને રામ રામ કરે. આ સાધુ માટે એવું કહેવાય કે આરતી સમયે એ ભગવાન સાથે વાત કરે. રામજીના મંદિરની આ વાત સાંભળી હવેતો રોજના હજારો લોકો આવતા. આ મંદિરમાં એક નિયમ. અનોખો અને આગવો નિયમ. સાંજે અને સવારે અહીં અનેક લોકો એકઠા થાય. મંદિરમાં જે આવે એ ભગવાનના નામની માળા ફેરવે.

કોઈ એક માળાના જાપ કરે.

કોઈ અહીં એકાદ બે માળાનો જાપ કરે. સમૂહમાં માળાના જાપ પૂરા થાય. ભેગાં થયેલ સૌ મંદિરની આરતીમાં જોડાય. આરતી પછી જે ભોજન લેવાના હોય. જેમને ભગવાનની બે માળાઓ કરી હોય અને ભોજન લેવાનું હોય તે સાધુ પાસે રોકાય.ગામનાં હોય એ તો ઘરે જતાં રહે. બીજા અહીંથી નીકળી જાય.  આવું રોજનું થતું.


એક વખત એવું થયું.

સાંજનો સમય હતો. સૌ ભેગા થઈ માળા ફેરવતાં અને જાપ કરતાં હતાં. આરતીનો સમય થયો હતો. આ મંદિર હતું. આમ છતાં એક દારૂ પીધેલ માણસ અહીં આવી ગયો.

આ દારૂડિયો સાધુને કહે:' તમે અહીં જમાડો છો?' દારૂડિયાની વાત સાંભળી સાધુ એ હા કહેવા માટે માથું ઉપર નીચે કરી દીધું. દારૂ પીનાર માણસ સાધુને કહે:' મને ભૂખ લાગી છે. મારે જમવું છે.' બોલતાં બોલતાં આ પીધેલો ડોલતો હતો. સાધુએ એની સામે જોયા વગર જવાબ આપતાં જાણે કે સૂચના આપી.' આ માળા પડી છે. રામ રામ નામની બે માળા ફેરવો એટલે હું ખાવાનું આપીશ. આ સાંભળી દારૂડિયો આવડે એવું બોલતો બોલતો નીકળી ગયો. 

માળાના જપ કરવાનું પૂરું થયું.

સૌ આરતી માટે તૈયાર થયા. સાધુ આરતીની તૈયારી કરવા લાગી ગયા. આરતી શરૂ થઈ. ભગવાન રામની આરતી ઉતારવામાં આવી રહી હતી. રોજની માફક આજે ભગવાન પૂજારી સાથે વાત કરતા ન હતા. પૂજારીએ જોયું તો ભગવાનની આંખોમાં આંસુ દેખાયા હતા.

સાધુ પણ રડતા હતા.

છેવટે જાણે આકાશવાણી થઈ.ભગવાન કહે:' આજે અહીંથી એક માણસ ખાધા વગર પરત થયો.' સાધુ કહે:' એ માળા કરતો ન હતો, એટલે એને જમવાનું આપી ન શકાયું.'

આ વાત કરતાં જ અવાજમાં દુઃખ સાથે ફરી નવું બોલાયું.' ભલે ગમે તે માણસ હોય, ભગવાનમાં ભલે ન માને. એને જમવાનું આપવું જ,કારણ એ માણસ પણ, મે જ બનાવેલ છે.'

આ વાત સાંભળી સાધુ મહારાજ ને બધું જ જાણે સમજાઈ ગયું. એ દોડતા ગયા. એ માણસ ને શોધી એને જમવાનું આપી પછી સાધુ એ ભોજન લીધું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી