કલામ ને સલામ...
અબુલ પકીર જૈનુંલાબદિન અબ્દુલ કલામ. આપણાં સૌના અબ્દુલ કલામ. આ વાત છે વર્ષ:૨૦૦૭ ની છે. તમિલનાડુ જિલ્લાના ત્રિચી જિલ્લા પોલીસ અધિક્ષક. એમનું નામ કલિયા મૂર્તિ.
રાષ્ટ્રપતિ કલામ સાહેબે સીધો કાલિયા મૂર્તિને ફોન કર્યો. કલામ સાહેબે પૂછ્યું તમારા જિલ્લામાં થુરેયુર નામ નું એક ગામ છે. કલામ પૂરા વિશ્વાસથી બોલતાં હતાં. સવાલ સાંભળી પોલીસ અધિક્ષક હા પાડે છે.પોલીસ વડા ને કલામ સાહેબ કહ્યું આ ગામમાં સરસ્વતી નામની એક દીકરી છે. તેની ઉંમર માત્ર ૧૭ વર્ષની છે. એના લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. આ દીકરીના લગ્ન જબરદસ્તીથી થઈ રહ્યા છે. લગ્ન જેની સાથે થાય છે એ વ્યક્તિની ઉંમર ૪૩ વર્ષની છે. કલામ સાહેબ મુદ્દા એક પછી એક બોલી રહ્યા હતા. કલામ સાહેબે પોલીસ અધિકારીને સૂચના આપતાં કહ્યું: ' મને જાણવા મળ્યું કે દીકરી લગ્ન કરવા તૈયાર નથી. તે ધોરણ: ૧૨માં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાને હતી. તે હજુ આગળ ભણવા માગે છે. શું તમે એ દીકરીને મદદ કરી શકો છો ?' આટલું બોલી કલામ ફોન ઉપર અટકી ગયા. સામેથી યસ સર ... જય હિન્દ સર... અવાજ આવે છે. આ તરફ કલામ સાહેબ ફોન મૂકી દે છે.
જે થયું... એ હવે જુઓ..
માત્ર એક કલાકમાં થુરેયુર ગામમાંDYSP , DSP ,SP ,DIG સહિત પોલીસ કાફલો આમદામ અને તકજામ સાથે લગ્ન સ્થળે પહોંચી ગયો. પોલીસે માતાપિતાને સમજાવી લગ્ન રદ કરાવ્યા. આ અંગે પોલીસ ને જાણવા મળ્યું કે, ગરીબીને થોડો સમય નાથવા આ દીકરી વેચવામાં આવી હતી. પૈસાના અભાવે આ નિર્ણય દીકરીના બાપાએ જ લીધો હતી. જિલ્લા પોલીસ વડાએ દીકરી સરસ્વતીને પૂછ્યું: ' દીકરી, તું આગળ ભણવા માંગે છે? તું શું ભણવા માંગે છે. તારે ક્યાં ભણવું છે?' દીકરી લગ્નના માંડવામાં એના જિલ્લાની એક પ્રસિદ્ધ કોલેજનું નામ બોલે છે. અહીં તે કોમ્પુટર સાયન્સમાં ભણવા માંગે છે. તેને સીધો કોલેજમાં પ્રવેશ મળી ગયો. કોલેજમાં પ્રવેશ માટેની બધી જ વ્યવસ્થા આ જિલ્લાના પોલીસ વડાએ કરી હતી. એડમિશન અને હોસ્ટેલમાં પ્રવેશ અપાવ્યો એ પછી પોલીસ વડાએ દીકરી સરસ્વતીને પૂછ્યું:' રાષ્ટ્રપતિને તારા લગ્નની ખબર કેવી રીતે પડી? ' સરસ્વતી કહે: ' મે જ તેમને ફૉન કર્યો હતો.'
એમનો નંબર સરસ્વતીને કેવી રીતે મળ્યો એ વાત પોલીસ અધિકારી વિચારતા હતા. ત્યાં સરસ્વતી કહે: ' વાત એમ હતી એક વખત તેમની શાળાના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ કલામ હાજર રહેવાના હતાં. ત્યારે સરસ્વતી મે પૂછ્યું કે મારા જેવી છોકરીઓ નો વિકાસ કેવી રીતે થઇ શકે ?' મારા પ્રશ્નના જવાબમાં કલામ સાહેબ કહ્યું: ' શિક્ષણ જ આ જવાબ છે. શિક્ષણ મેળવવું એ અધિકાર છે. બસ,
ત્યાર બાદ તેઓએ મને તેમનું પર્સનલ સંપર્ક નંબર હોય એવું વિજીટીગ કાર્ડ આપ્યું. મારી મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કર્યું ત્યારે કલામ સાહેબને ફૉન પર વાત કરી. મને તો એટલી જ ખબર છે કે મેં એમને કોલ કરીને વાત કરી હતી.
આજે...
આજે આ સરસ્વતી નામની યુવતી હ્યુસ્ટન ખાતે માઈક્રોસોફ્ટ કંપનીમાં માસિક ત્રણ લાખ રૂપિયાના પગાર ઉપર વિદેશમાં સ્થાઈ થઈ છે. તે અત્યારે નોકરી કરી પરિવાર સાથે જીવન જીવે છે.
Comments
ખૂબ ખૂબ સરસ...
આજે કેટલાક સત્તાધીશો તો પોતે જ પ્રશ્ર્નો ઉભા કરતા હોય છે.
જેઓ
આ પ્રસંગ વાંચીને માત્ર પ્રશ્ર્નો ઉભા ન કરે તો પણ ધન્યવાદ.
અમરત્વ પ્રાપ્ત કરનાર શ્રી કલામ સાહેબની જેમ
આવી દીકરીઓનો પુનઃ ઉદ્ધાર કરવો એ તો કોઈક વીરલાઓ જ કરી શકે.
જય હિન્દ.
Dr.Anila Amreli