ડિજિટલ વિશ્વ:૧


 


આપણી આસપાસ આધુનિકતા સાથે ડિજિટલ જીવન શૈલી દ્વારા અનેક ફેરફાર સામે આવ્યા છે. આ ફેરફાર ક્યારેક સુવિધા તો ક્યારેક અગવડ ઉભી કરે છે. આ બંને વચ્ચે યોગ્ય જીવન શૈલીનો વિકાસ અને જાગૃતિ માટે Radio પાલનપુર 90.4 એફ એમ, સ્માર્ટ નવી દિલ્હી અને જર્મન એમ્બેસી દ્વારા  Radio પાલનપુર ઉપર પ્રસારિત શ્રેણી અભિજિતસિંહ રાઠોડના સૌજન્યથી આપ સુધી પહોંચાડી રહ્યો છું.


 

RJ RAVI : અમારા બધા શ્રોતાઓને હેલો અને નમસ્કાર, તમારા પોતાના કોમ્યુનિટી રેડીયો રેડીયો પાલનપુરમાં  સ્વાગત છે..

RJ AR  :  અમારી શ્રેણી 'ડિજિટલ રાઇટ્સ એ હ્યુમન રાઇટ્સ'માં ફરી સ્વાગત છે. જ્યાં આપણે નાગરિકો તરીકે ડિજિટલ વિશ્વમાં આપણા અધિકારો વિશે જાણકારી મેળવીએ છીએ. આર.જે રવી ! શું તમને યાદ છે કે આપણે અગાઉના એપિસોડમાં શું ચર્ચા કરી હતી?

RJ Ravi : હા, હા, હું કહુ છું!.. રાકેશજીના પ્રશ્નોએ મને ડિજિટલ વિશ્વ વિશે વધુ વિચારવા માટે પ્રેરિત કર્યો. આ દિવસોમાં બધું જ ઓનલાઈન છે અને ઈન્ટરનેટ વગર એવું લાગે છે કે દુનિયા થંભી ગઈ છે. આપણે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ; ફેસબુક પર મિત્રો બનાવવા, ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ પર વિડિયો જોવા અથવા તો Whatsapp પર આપણા પરિવાર અને મિત્રો સાથે ચેટ કરવા. આ ડિજીટલ વિશ્વે આપણને ઘણા લોકો સાથે જોડવામાં મદદ કરી છે.

RJ AR : અને હું મોટાભાગની સાંજે સ્ટુડિયોમાં હોઉં છું, મને ખરીદી કરવા માટે ભાગ્યે જ સમય મળે છે. તેથી હું બધું ઓનલાઈન ઓર્ડર કરું છું. મારી પાસે મારું સરનામું, મારા ડેબિટ કાર્ડની વિગતો અને બધું જ એપ્સ પર સચવાયેલ છે કે નહી તેની મને ખાતરી નથી પણ RJ રવી, એક વસ્તુ જે મને હજી પણ પરેશાન કરી રહી છે તે અધિકારોનો પ્રશ્ન છે. આ ડિજિટલ વિશ્વમાં આપણને કયા અધિકારો હોઈ શકે?

RJ RAVI : હા તમારી જેમ જ, મને પણ એ જ વિચાર આવ્યો. મને ખાતરી છે કે આપણી જેમ આપણા ઘણા વાચન કર્તાઓ પણ એટલા જ મૂંઝવણમાં હશે. શું આપણે ડિજિટલ વિશ્વના નાગરિક છીએ?

RJ AR : ભાઈ, આ સવાલ હાલમાં તો મારી જાણકારી બહારનો છે.  એ માટે પ્રથમ મારે એ સમજવાની જરૂર છે કે ડિજિટલ વિશ્વ કેવી રીતે કાર્ય કરે છે અને જ્યારે આપણે આ જગ્યાને નેવિગેટ કરીએ ત્યારે આપણે જોખમ કેવી રીતે ટાળી શકીએ.

RJ RAVI : હા, ચોક્કસ! આપણે બધા નેટ બ્રાઉઝ કરી રહ્યા છીએ અને ફુટ પ્રિન્ટ ની જેવા આપણા બ્રાઉઝીંગના નિશાન છોડી રહ્યા છીએ. પરંતુ વધુ સ્પષ્ટતા મેળવવા માટે ચાલો જોઈએ કે અજય તેના નગર અંતરજાલ નગરમાં શું કરે છે.

RJ AR: હા અને કદાચ તેમના દ્વારા જ આપણને આપણા પ્રશ્નોના જવાબો પણ મળી શકે છે- તો પછી આપણે આટલો સમય કેમ બગાડીએ છીએ- ચાલો આપણે અંતરજાલ નગર જઈએ અને જાતે શોધીએ!

અજય, એક ડિલિવરી સ્ટાર્ટ-અપનો ગૌરવશાળી માલિક હતો જેણે અંતરજાલ નગરના રહેવાસીઓની ડિલિવરી સેવાની જરૂરિયાતો પૂરી કરી હતી. તેમના ગ્રાહકો તેમની કંપની દ્વારા ઓફર કરવામાં આવતી ઝડપી ડિલિવરી સેવાઓથી ખુશ હતા. અજયને તેનું કામ એટલું ગમતું હતું કે ઘણી વખત તે પોતે જ નગરના ચોક્કસ ગ્રાહકોને પાર્સલ એકઠા કરીને પહોંચાડતો હતો. ટેક્નોલોજીએ તેને આકર્ષિત કર્યો હતો. તેને ડીજીટલ દુનિયા સાથે પ્રેમ હતો. તેને લાગ્યું કે તેનું જીવન સરળ બની ગયું છે. તેણે તેની યાદશક્તિનો ઉપયોગ કરવાની જરૂર ન હતી - રસ્તાઓ, સરનામાં વગેરે યાદ રાખવાની પણ જરુર નથી. તે વસ્તુઓને ઓનલાઈન ઓર્ડર કરી શકે છે, તેના ગ્રાહકોનું નેટવર્ક લગભગ કોઈ પણ ખર્ચ વિના વધારી શકે છે. તેને તેના સ્માર્ટફોનમાં એક નવી દુનિયા મળી ગઈ હતી.

    જોકે, પોસ્ટમાસ્ટર રાકેશ સાથેની તેની મુલાકાતે તેને હેરાન-પરેશાન કરી મુક્યો હતો. રાકેશજીએ ઈન્ટરનેટની નવી દુનિયા સામે તેમના તમામ પ્રતિકાર સાથે કેટલાક પ્રાસંગિક પ્રશ્નો ઉભા કર્યા હતા. અને આ પ્રશ્નો અજયને પરેશાન કરી રહ્યા હતા. તેણે પોતાને કહેવાનો પ્રયાસ કર્યો કે પોસ્ટમાસ્ટર રાકેશજી વૃદ્ધ છે અને ઇન્ટરનેટ કેવી રીતે કામ કરે છે તેની તેમને કોઈ જાણકારી નથી. કોમ્પ્યુટર કેવી રીતે શરૂ કરવું તે જાણતા ન હોય તેવા કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન અધિકારો- ડિજિટલ અધિકારો, ડેટાની માલિકી વગેરે વિશે કેવી રીતે પ્રશ્નો ઉભા કરી શકે. પરંતુ તે પણ ક્યાં કશું જાણતો હતો? કેવી રીતે વાસ્તવિક દુનિયા અને ડિજિટલ વિશ્વ સમાન હોઈ શકે? પરંતુ અજયે રાકેશની ગમે તેટલી ટીકા કરે, પણ તેણે આ પ્રશ્નોના જવાબો શોધવાની જરૂર હતી.

        અજયે ખુબ વિચાર કર્યો. તેણે કહ્યું, “જ્યારે મેં ઈન્ટરનેટ અને ઓનલાઈન એપ્સની મદદથી મારી પોતાની કંપની સ્થાપી, ત્યારે ઈન્ટરનેટ યુઝરના અધિકારો ક્યારેય મારા મગજમાં નહોતા આવ્યા. અને માત્ર અધિકારો જ નહીં પરંતુ તેમનું રક્ષણ પણ કરવું. ઓહ ડિયર મે મારી જાતને કયા વિચારોમાં ફસાવી દિધી છે? આનાથી મારી ઊંઘ ઊડી જાય તે પહેલાં, મારે કોઈ એવી વ્યક્તિને શોધવી જોઈએ જે મને આ વિશે વધુ કહી શકે. હવે મને પરેશાન કરી રહેલા પ્રશ્નોની મને ઝડપી નોંધી લેવા દો. શું મારી પાસે ડિજિટલ સ્પેસમાં અધિકારો છે?  જો હા, તો પછી આ અધિકારો શું છે? મને તેમની શા માટે જરૂર છે?  હું તેમને કેવી રીતે સુરક્ષિત કરી શકું, " અજય સતત પોતાની જાત સાથે વાત કરી રહ્યો હતો. જો કે હજુ તેને પોતાની કપંનીનું ઘણું કામ કરવાનું બાકી હતું. તેને ડિલિવરીના તમામ ડેટાને ગૂગલ શીટ પર મૂકવાના છે અને ગૂગલ શીટને પેરેન્ટ કંપની સાથે શેર પણ કરવાના છે. તેણે પોતાની ચિંતાઓને પાછળ રાખીને ડિલિવરી અને તેના કામને પ્રાથમિકતા આપવી પડી.

         અંતરજાલ નગર, એક સમયે નિંદ્રાધીન જૂનું નગર, ઝડપથી તકનીકી વિકાસનું સાક્ષી બની રહ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરમાં નાની આઈટી કંપનીઓની હાજરી વધી રહી છે. આવી જ એક આઈટી ફર્મ સ્માર્ટ સોલ્યુશન્સ હતી. IT ઉદ્યોગમાં તેમની હાજરી સ્થાપિત કરવાની આશામાં, સ્માર્ટ સોલ્યુશન્સે ત્રણ વર્ષ પહેલાં આધાર સ્થાપવા માટે અંતરજાલ નગર જેવા ઝડપથી વિસ્તરતા શહેરની પસંદગી કરી હતી. અજયની ડિલિવરી સ્ટાર્ટ-અપ માટે ક્લાઉડ સેવાઓ આપનારી આ કંપની જ હતી.

અજયનું આજના દિવસનું પ્રથમ કામ સ્માર્ટ સોલ્યુશન્સ પર વપરાયેલ લેપટોપ એકત્રિત કરવા માટેનું હતું. જે કંપની તેમની CSR પહેલના ભાગરૂપે જનહિત એનજીઓને આપી રહી હતી. ઘણી વખત ઓફિસમાં હોવા છતાં, આદતના અભાવે અજય ગુગલ મેપ્સ પર ગયો, તેનું ડેસ્ટિનેશન પસંદ કર્યું અને નેવિગેશન બટન દબાવ્યું. એક રીતે તે ખુશ હતો. તેણે બહુ વિચારવું પડ્યું નહિ. ફક્ત  ટાઈપ કરો અને એપ્લિકેશને તેને તેનું મનપસંદ સરનામું બતાવ્યું અને ચાવી દબાવવા પર- તેની સફર નક્કી થઈ ગઈ હોય તેવું લાગ્યું. નકશામાં બતાવ્યા પ્રમાણે- તે બરાબર 14 મિનિટમાં પહોંચી ગયો. તેણે તેનું વાહન પાર્ક કર્યું, અને તે પાછળ ફર્યો કે તેણે રાહુલને જોયો.

 

અરે રાહુલ ભાઈ, તમે અહીં કેમ રાહ જુઓ છો, હું સીધો તમારી ઓફિસમાં જ આવવાનો હતો.

રાહુલે તેને અટકાવીને કહ્યું, 'તમે અમારા મહત્ત્વના ક્લાયન્ટ છો', હું તમને કેમ અવકારવા ન આવું.

 

(વધુ આવતા અંકમાં)

 


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી