આવા હતા લંકેશ રાવણ...

 


આ જુદો પ્રસંગ છે.

લંકા ના અધિપતિ ની વાત છે.

રાવણ ખાલી શિવ ભક્ત,વિદ્વાન તેમજ બુદ્ધિ વિહીન નથી. પણ, માનવતાવાદી પણ હતો. એને ભવિષ્ય ની ખબર હતી. રાવણ ને ખબર હતી કે શ્રી રામથી જીત મેળવવી શક્ય નથી. જ્યારે તુલસી કૃત રામ ચરિત  માનસમાં લખ્યુ છે કે, રાવણ પાસે જામવંત જી નિમંત્રણ આપવા માટે લંકા જવાનું કહેવા માં આવ્યું. જામવંત જી મોટા શરીરના હતા. એ કુંભકર્ણ થી થોડા જ પાતળા હતા.લંકા માં રક્ષકો પણ હાથ જોડી ને રસ્તો બતાવી રહ્યા હતા. આ રીતે જામવંત ને લંકામાં  કોઈને પૂછ્વું ના પડ્યું. રાવણ જાતે લંકામાં અભિવાદન કરતા જોવા મળ્યા.જામવતે હસતા મુખે કહ્યું કે હું અભિવાદન નું પાત્ર નથી. હું વનવાસી રામ નો દૂત થ ન



આવ્યો છું. શ્રી રામે તમને સાદર પ્રણામ કહ્યું છે. રાવણે સવિનય્ કહ્યું: ' તમે મારા પિતાના ભાઈ થાઓ છો. આ રીતે તમે મારા પૂજ્ય છો. કૃપા કરીને આસાન ગ્રહણ કરો. જો તમે અમારું નિવેદન સ્વીકાર કરશો તો હું સાવધાન થઈ ને સાંભળી શકીશ.

જામવંત જી એ  કોઈ ચિંતા વિના આસાન ગ્રહણ કર્યું. રાવણે પણ આસાન ગ્રહણ કર્યું.તે પછી જામવંત જી એ કહ્યું કે વનવાસી રામે સાગર સેતુ નિર્માણ ઉપરાંત સ્વ શક્તિ  પ્રમાણે  લિંગની સ્થાપના કરવા માંગે છે. આ અનુષ્ઠાન ને પૂરું કરવા માટે બ્રાહ્મણ,વૈદ જાણકાર અને આચાર્ય આવે ઈચ્છા પ્રગટ કરે છે. હું એમની તરફથી તમને આમંત્રણ આપવા માટે આવ્યો છું.

પ્રણામ...

આટલું બોલી જામવંત જી શાંત રહ્યા. પ્રતિક્રિયા આપતાં રાવણે હસતા મુખે કહી નાખ્યું કે મહેશ્વર લીંગની સ્થાપના રામ દ્વારા કરવા માં આવે છે. બિલકુલ ઠીક શ્રી રામ મહેશ્વર ના ચરણોમાં પુરી ભક્તિ છે. જીવન માં પહેલી વાર કોઈએ રાવણને બ્રાહ્મણ માન્યો છે. રાવણને કોઈએ આજે આચાર્ય તરીકે ઓળખ્યો છે. અહીં સવાલ એ છે કે, રાવણ એટલો મૂર્ખ હશે કે એ ભારત ના પ્રથમ પ્રસંશિત ઋષિના સગા ભાઈ મહર્ષિ વશિષ્ટનું આમંત્રણ ને મારા આરાધ્ય એવા શિવની સ્થાપના માટે આચાર્ય પદ રાવણ સ્વીકાર કરે છે. 

રાવણે કહ્યું: ' રામને કહેજો કે  એમનું આચાર્ય પદનો મેં સ્વીકાર કર્યો છે.જામવંત જી અહીંથી પસાર થયા. વિદાય આપ્યા પછી તરતજ લંકેશ્વર એ સેવકોને જરૂરી સામગ્રીના સંગ્રહ હેતુનો આદેશ આપ્યો. રાવણ પોતે અશોક વાટિકા પહોચ્યા. પૂજાના આચાર્ય તરીકે કર્તવ્ય થાય એ નિભાવવા તૈયારી કરી.  અહીં રાવણ જાણે છે કે વનવાસી રામ જોડે શું છે અને શું હોવું જોઈએ? અહીંથી તે અશોક વાટિકામાં જાય છે. અશોક વાટિકામાં પહોંચતા જ રાવણે સીતાને કહ્યું કે ' રામ લંકા ઉપર વિજયની કામનાથી સમુદ્ર કિનારે મહેશ્વરના અંશ સમાન લિંગનાની સ્થાપના કરવા જઈ રહ્યા છે અને મને આચાર્ય તરીકે નિમંત્રણ આપ્યું છે.યજમાનનું અનુષ્ઠાન પૂરું થાય એ જવાબદારી આચાર્યની પણ હોય છે.' સીતા સાથે રાવણ વાત કરે છે. તે સીતાજી ને કહે છે: ' તમને ખબર છે કે અર્ધાનગી વિનાનું અનુષ્ટાન અધૂરું રહે છે. મારા માટે વિમાન આવે છે. એનાં ઉપર બેસી જજો. એમાં એક વાતનું ધ્યાન રાખજો કે ત્યાં પણ તમે મારા પાસે જ રહેશો. અનુષ્ઠાન પૂરું થાય એ પછી તમારે અહિયાં આવવા માટે વિમાન માં ફરી બેસી જવાનું છે. ' સીતાજી કહે: ' આપ એ અનુષ્ઠાનમાં મારા સ્વામીના આચાર્ય છો. 

મારા સ્વામીના આચાર્ય એટલે આપ મારા આચાર્ય. આ જાણી સીતાજી એ બંને હાથ જોડીને માથું નમાવ્યું. રાવણે પણ સીતાજી ને  'સૌભાગ્યવતી ભવ' કહીને બે હાથ ઉચકીને ભરપુર આશીર્વાદ આપ્યા. સીતાજી બીજા જરૂરી ઉપકરણ સાથે આકાશ માર્ગેથી સમુદ્ર માર્ગે આવ્યા. આદેશ મળે ત્યારે આવજો એમ કહીને સીતાજીને ત્યાં જ બેસાડી રાખ્યાં. સવ્યમ રામ ની પાસે ગયા.જામવંત રાવણને લઈને પૂજા સ્થળે આવતા હતા. તેમની સાથે તેમના ભાઈ,મિત્ર અને સેના પણ રાવણ પાછલ ચાલતી હતી. શ્રી રામ રાવણ ના  સ્વાગત માટે પહેલાં થી જ તૈયાર હતા. શ્રી રામ સ્વાગત સહકાર માટે પહેલી જ હાજર હતા. નજીક આવતા જ વનવાસી રામ આચાર્યને હાથ જોડીને પ્રણામ કરે છે. આચાર્ય રાવણ છે. જેમની સાથે યુધ્ધ કતવાનું છે. આમ છતાં આચાર્ય તરીકે રાવણ શ્રી રામ ને દીર્ઘાયુ ભવ અને વિજયી ભવ એવા આશીર્વાદ આપે છે. 


ભૂમિ પૂજન  દરમિયાન રાવણ આચાર્ય રાવણે કહ્યું: ' યજમાન આપનાં અર્ધાનગી ક્યાં છે ?કૃપા કરીને એમને આસન આપો.'  શ્રી રામે હાથ જોડીને વિનંતી કરતાં પાર્થના કરી કે, ' હું એ માટે અત્યારે  અસમર્થ છું. અત્યારે આચાર્ય તરીકે આપ સર્વોચ્ચ છો. મારા આ અભાવમાં પણ આપ મારું  અનુષ્ઠાન પૂરું કરી શકો છો.' આ સાંભળી આચાર્ય બનેલ રાવણ કહે છે ' વિકલ્પના અભાવમાં આચર્યથી શક્ય બને. પરંતુ  એ અન્ય વિકલ્પમાં જ શક્ય છે. એ વિકલ્પ એટલે તમે અવિવાહિત હોવ, વિધુર હોવ કે આપે ધર્મપત્ની નો ત્યાગ કર્યો  હોય તો જ શક્ય બને.  તમે વનવાસી છો, સન્યાસી પણ નથી.આ પરિસ્થતિ  વિના તમે પત્ની વિના અનુષ્ઠાન કઈ રીતે કરી શકો છો ?' આ સાંભળી રામ કહે: ' કોઈ રસ્તો બતાવો આચાર્ય કોઈ સાધન, ઉપકરણને અનુષ્ઠાન મુજબ મને માર્ગ બતાવો.' રાવણ કહે: ' જો આપને સ્વીકાર હોય તો કોઈને મોકલી આપો. સાગર  નજીક વિમાનમાં  આપનાં પત્ની બેઠાં છે.' શ્રી રામે હાથ જોડી માથું નમાવીને મૌન રહીને આ સર્વ શ્રેષ્ઠ યુક્તિ ને સ્વીકારી. 

કહેવાય છે કે શ્રી રામના  આદેશથી વિભીષણ મંત્રી સાથે પુષ્પક વિમાન પાસે ગયા. તેઓ સીતાજી સાથે પરત આવ્યા. ગણપતિ પૂજન, કળશ સ્થાપના ને નવ ગ્રહ અર્ચન માટે આચાર્ય એ પૂછ્યું લિંગ વિગ્રરહ્ય ગઈ કાલની રાત્રીના પહેલાં પ્રહાર માં પવન પુત્ર કૈલાસ ગયા છે.આજુ સુધી આવ્યા નથી.આવતા જ હશે.આચાર્ય એ આદેશ આપી દીધો કે મોડું ન કરી શકાય. અત્યારે ઉત્તમ સમય છે. ઉત્તમ મૂરહત છે. આચાર્ય એ એટલે કે રાવણે નિયમ મુજબ લિંગનું નિર્માણ કર્યું. ઉત્તમ મુરતમાં પીઠ બનાવી શ્રી રામ અને સીતાજી એ ત્યાં પૂજા અર્ચના કરી.

આવા હતા દશાનન રાવણ.

જે દુશ્મનને સફળ બનાવવા અને પોતે હારી જવાના છે એ જાણવા છતાં સીતાજીને અખંડ સૌભાગ્યવતી બનવા અને શ્રી રામને વિજય પ્રાપ્ત થાય એ માટે  આશીર્વાદ આપે. 

(લોકવાર્તા ને આધારે...)


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી