જીવતી વારતા:પૂનમચંદ





 નમસ્કાર દોસ્તો...!

આજે નવી વાર્તા સાથે આપણે મળી રહ્યા છીએ. એવા અનેક લોકો છે.જેમને એમની જીંદગીમા બધું જ દેશ માટે આપી દીધું. ન પોતાની ચિંતા કરી, ના પોતાના પરિવારની. આવા અનેક શહીદો હશે.અનેક ક્રાંતિકારીઓ હશે, જે આપણી આસ-પાસ હશે. એમના નામની થયેલી ઘટનાઓ, એના જોડે બનેલા પ્રસંગો એક વાર્તા હશે. આવા અનેક ક્રાંતિવીરો, અનેક દેશ ભક્તો. કશુંક ખાસ કરનાર વ્યક્તિઓ, અને એવા મહાનુભાવો કે જેમણે દેશ માટે,પોતાના પ્રાંત માટે, કશુંક કર્યું છે. એમને આપણે યાદ કરી રહ્યા છીએ. એમણે આપને યાદ કરીશું. 


એક નાનું ગામ.

અરવલ્લીની ગીરીમાળાઓમાં આવેલું ગામ. નાનું ગામ. તમામ પ્રકારની

વર્ણ આ ગામમાં રહે. આ ગામની અંદર જયશંકર પંડ્યા નામના એક બ્રાહ્મણ. જયશંકરના ઘરે પુત્રનો જન્મ થયો. પુત્રનું નામ પુનમચંદ. પૂનમના ચાંદ જેવો સુંદર પુત્ર. 


દિવસેના વધે એવો રાતે વધે,રાતેના વધે એવો દિવસે વધે. એ પુનમચંદે જોયું તો એના ગામમાં કોઈક વ્યક્તિઓ આવે ,બીજા દેશના દેખાતા બીજા ગોરા 

માણસો આવે છે. આપણા જેવા નહિ એવા જુદા માણસો આવે. એમના આગળ આખું ગામ ગુલામી કરે. નાનપણથી જ પુનમચંદને આ પસંદ ન હતું. શું થઇ શકે ? નાનપણથી જ પોતાનો દેશ પોતાનો નથી એવી લાગણી સાથે કામ કરતા પુનમચંદે..કેમ પણ એમના શરીરને ખડતલ બનાવ્યું . કદાચ એમના મનમાં એમ હશે, કે ખડતલ હશે તો જ આ અંગ્રેજ ગોરા સૈનિકોની  સામે લડી શકીશ. દિવસો પસાર થતાં ગયા. પુનમચંદ યુવાન હતા. એક તરફ યુવાની ,અને એક તરફ માત્રુભૂમિની ગુલામી. પુનમચંદે વિચાર્યું. હું શું કરું જેનાથી મારા ગામના લોકો, મારા આસપાસના લોકો, મારા પ્રદેશના લોકો. અંગ્રેજોની સામે લડવા માટે

તૈયાર થાય. હિંમત ભેગી કરે. એક તાકાત ઉભી થાય.

વાત જાણે એમ બની કે આ વિસ્તારમાં વર્ષોથી એક એવો નિયમ કે હોળીના દિવસે ઈલાજીનું બાવલું બને અને એ ઈલાજીના બવલાની આગળ પાછળ સૌએ પ્રદક્ષિણા કરવાની. તમને થશે આ ઈલાજી એટલે શું? 

એક વિકૃત અંગ્રેજ અધિકારી ધ્વારા બનાવેલું એક પુરુષનું નગ્ન વિકૃત બાવલુ એટલે ઈલાજીનું બાવલું.આ વિસ્તારનો મુખ્ય તહેવાર હોળી. હોળીમાં આસપાસના ૫૦૦ ગામના લોકો, ગામ દીઠ એક ઢોલ, બે ઢોલ, ત્રણ ઢોલ એમ મોટા-મોટા ઢોલ લઈને આવે. 


મિત્રો...

આખા ગામમાં આનંદ. આખા ગામમાં ખુશી. આખુ ગામ  પાંચ હજાર કરતાં વધારે  ઢોલ સાથે નૃત્ય કરતું હોય. પણ શરત એટલી કે ઈલાજીના બાવલા આગળ  એક વિકૃત અંગ્રેજ અધિકારીએ  નક્કી કારેલા નિયમમાં નગ્ન પુરુષના બાવલા આગળ પાછળ ગામના સ્ત્રી, પુરુષ ,બાળક ,યુવાન પ્રદક્ષિણા કરવાની.


 કેવો વિચીત્ર નિયમ.

એક પુરુષ શું કામ પોતાની પત્ની સાથે એક નગ્ન પુરુષના બાવલાની પ્રદક્ષિણા કરશે.એક બાળક શું કામ એના 

મમ્મી- પપ્પા જોડે એક નગ્ન પુરુષના વિકૃત બાવલાની આગળ-પાછળ ફરશે. પણ, આ એ અગ્રેજોની વિચારધારા હતી. ગુલામ રાખવાની વિચાર ધારા હતી. અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલો વનવાસી પ્રદેશ.આજની તારીખે પણ ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે. એ પ્રદેશમાં આઝાદીના પેહલાંની વાત છે. 


નક્કી કર્યું હતું એ પ્રમાણે હોળીના દિવસે અગ્રેજ અમલદારે આ પેલા વિકૃત અમલદારે એક નગ્ન પુરુષનું બાવલું ઉભું કર્યું. હોળીના દિવસે સાંજે પાંચસો ગામના માણસો ત્યાં ઢોલ લઈને વગાડશે, નૃત્ય કરશે.પણ, એ બાવલાની આગળ-પાછળ પ્રદક્ષિણા કરશે. અંગ્રેજ અધિકારી આવ્યા. એમણે એ બાવલુ ઉભું કર્યું. ઉભું કરીને ગયા.રાત્રે વચ્ચે સાંજ પડવાની છે.રાત પડવાની છે.બીજો દિવસ હોળીનો છે.પણ યુવાન પુનમચંદે એમના મિત્રોને ભેગા કાર્ય અને ચાર-પાંચ બીજા યુવાનોએ  એકઠા થઇ કશુંક નક્કી કર્યું.


શું નક્કી કર્યું હશે ? 

કોઈને ખબર નહિ. અંગ્રેજ અમલદાર, એમની ફોજ બળદ ગાડામાં બેસી . મેઘરજથી માલપુર જવા માટે રવાના થાય છે.

અંધારું થયું.

પુનમચંદે એમના મિત્રોની સાથે એક જ રાતની અંદર એ બાવલું તોડી નાખ્યું. ગામના જુદા -જુદા વિસ્તારમાં  એ બાવલાના ટુકડા ફેંકી દીધા. નમચંદ મેઘરજથી ભાગ્યા.


 એવું કેહવાય છે કે મોડાસા, ટીંટોઇ, હિંમતનગર થઇ તેઓ રાજસ્થાન પહોંચ્યા.  આ બ્રાહ્મણ ક્રાંતિકરીની

ધરપકડ થઇ. રાજસ્થાનમાંથી એમની ધરપકડ થઇ.એમના ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો. અંગ્રેજ સરકાર....


કેહવાય છે ને કે અંગ્રેજ સરકારનું રાજ એટલે  કાળા પાણીનું રાજ.


આ કાળા પાણીના રાજમાં આ પુનમચંદને જેલની સજા થઇ.છ મહિનાની જેલ ની સજા દરમિયાન રોટલા ખવડાવતી વખતે રોટલામાં લોટમાં 

સિમેન્ટ નાંખી એ રોટલા પુનમચંદને ખવડાવવામાં આવ્યા. છ મહિનાની સજા અંગ્રેજોએ આપી હતી. એ પુનમચંદ ચાર મહિનાના અંતે જેલમા જ મૃત્યુ પામ્યા. આજે આ ક્રાંતિવીરની યાદમા, ક્રાંતિકારીની યાદમાં મેઘરજ ગામમાં જાહેર રોડ છે. સ્વર્ગસ્થ  સ્વાતંત્રસેનાની પુનમચંદ જયશંકર પંડ્યા માર્ગ છે. એમનું 

બાવલું છે. અને,એ ગામની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થામાં આજની તારીખે પણ પુનમચંદ પંડ્યાનું બાવલુ છે. આ સ્ટેચ્યુ આજે પણ આપણે ત્યાં મેઘરજ ગામમા જોવા મળશે.મેઘરજ ગામની હાઈસ્કૂલમાં જોવા મળશે.


આવી અનેક જીવતી વાર્તા સાથે, સત્ય ઘટનાઓ સાથે 90.4FMમાં ફરીથી મળીશું.


જય હિન્દ .જય ભારત.



આ વાર્તા સાંભળવા માટે ક્લિક કરો.

પૂનમચંદની વાર્તા ઇલાજીનું બાવલું સાંભળો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી