નોખા અનોખા
માત્ર દસ ધોરણ પાસ આ માણસની કુનેહ અને આવડતને લીધે તે આજે ગુજરાતી ગૌરવના સ્લોગન સાથે વી ટી.વી.નું સંચાલન કરી રહ્યા છે.
ગુજરાત કાયમ અનોખી ભાત પડે છે.આવી નવી ભાત પાડનાર શ્રી સતીશભાઈ મોરી.ગુજરાતની પ્રથમ HD.ચેનલ શરુ કરવાનું ગૌરવ ધરાવતા શ્રી મોરીને થોડા દિવસો પહેલા રૂબરૂ મળવાનું થયું.હું અમદાવાદ હતો.અમે તેમણે મળ્યા.માત્ર દસ ધોરણ પાસ આ માણસની કુનેહ અને આવડતને લીધે તે આજે ગુજરાતી ગૌરવના સ્લોગન સાથે વી ટી.વી.નું સંચાલન કરી રહ્યા છે.
શિક્ષન અને સંસ્કાર માટે બધુજ કરી છુટવાની વાત કરનાર સતીશભાઈ એ મને શિક્ષણમાં અનોખું કામ કરતા માણસોની એક સીરીજ બનાવવાની વાત કરી.મેં તેમણે આ માટે મારી સહમતી આપી.થોડા સમય પછી આ નવી ગુજરાતી સમાચાર ચેનલ માં મારા અને તમારા મિત્રો દેખાશે.
innovation is most in education.ગુજરાત સરકારે કમિશન બનાવ્યું છે.આઈ.આઈ.એમ.ધ્વારા પણ ભારતમાંથી innovative teachers પસંદ કરી ચુકેલ છે.આ યાદીમાં મારી સાથે ગુજરાતના અનેક મિત્રો પણ હતા.આવા ગુજરાતમાં હાલ વીસથી બાવીસ મિત્રોને હું ઓળખું છું.મારે વી ટી.વી.માટે બાવન એપિસોડ બનાવવા છે.જો આપ આવા મિત્રોને ઓળખતા હોવ અથવા આપનું શિક્ષણમાં અનોખું કામ હોય તો મારો સંપર્ક કરશો.
જે રાહ પર બધાં ચાલતા હોય તેવી રાહ પર ચાલવાને બદલે નવો રસ્તો બનાવનાર...અનોખી ઢબથી શીખવનાર...માટે નોખા અનોખા કાર્યક્રમમાં આપણે સાથે કામ કરીશું.ચાલો આપણે ગુજરાતને ગૌરવ અપાવનાર મિત્રોનો એક નાનો વિચાર વી ટી.વી.ના માધ્યમથી દેશ અને દુનિયામાં ફેલાવી ગૌરવના સહભાગી બનીએ.
ભાવેશ પંડ્યા(૦૯૪૨૮૧૩૬૯૧૮)
Comments