બાકી એબોશ.....


આજે ગાંધીજી  અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી.આપના દેશમાં ભ્રષ્ટ્રાચાર વચ્ચે આ મહાનુભાવોની વાત કરાવી ગમે છે.નેતાઓ પણ ભ્રષ્ટાચારનો વિરોધ કરતા હોય છે.હા તેમના નામે આવી વાત આવે એટલે કહે આ તો વિરોધ પક્ષ કે કોઈ ની ચાલ છે.
        નવરાત્રી ચાલે છે.ખેલૈયાઓને મોજ કરવાનો ઉજાગરો.કલાકારોને કમાવવાનો ઉજાગરો.
વેપારીઓને ધંધો કરવાનો ઉજાગરો.પોલીસને કાયદો સાચવવા ઉજાગરો.આ બધાના ઉજાગરા વચ્ચે મોઘવારીમાં ભ્રષ્ટાચારનો સામનો કરતા કરતા આપના સૌનો  ઉજાગરો.કહેવાય છે કે ગાંધીજી પણ બજાજ પરિવાર અને તેવા અનેક મોટા બિઝનેસ જૂથો સાથે જોડતા.હા તેમના જીવનમાં,આર્થિક બાબતોમાં આ બિઝનેસ વાળા સહયોગી હતા.આજના નેતાઓની જેમ તેમના પર નિર્ભર ના હતા. નરોત્તમ મોરારજીના અવસાન પછી તેમના પુત્ર શાંતિકુમાર ગાંધીજી સાથે રહ્યા. એક વખતની વાત છે.શાન્તીકુમારે બાપુના હાથ અને પગ ની કંકુમાં પલાળી તેની છાપ આપવા બાપુને વિનંતી કરી.બાપુ કહે મારા પગની છાપ બધાં પાછળથી પૂજામાં વાપરે.મારે મારા હાથ અને પગની છાપ નથી આપવી.બાપુ શાંતિકુમાર સાથે રહેતા હતા.આર્થિક રીતે અનેક વખત તેમાની મદદ મળતી હતી.બાપુએ તેમના હાથ અને પગની છાપ ના આપી.શાન્તીકુમારે ફરી એક વખત આ વાત કરી.બાપુ કહે હું મારા હાથ અને પગની છાપ આપું પણ હરિજન માટે ફાળામાં ત્રણ લાખ રૂપિયા આપો.શાન્તીકુમારે આ શરત ના માની.
        લાલ બહાદુર શાસ્ત્રી પણ જીવ્યા ત્યાં સુધી સદીથી જીવન જીવ્યા.તેમના મૃત્યું થયું ત્યારે ભારતના આ વાળા પ્રધાનના બેન્કના ખાતામાં ના જેવી રકમ જમા હતી.ગરીબીમાં ઉછરેલા શાસ્ત્રીજીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.આજના જમાનામાં પણ તેમણે ખાસડાં(જૂના બુટ ચંપલ)ને બદલે ખાંડ આપવાની વાતે યાદ કરે છે.
        ગાંધીજીનો  જન્મ ૧૮૬૯ મા અને શાસ્ત્રીજીનો  જન્મ ૧૯૦૪મ થયો હતો.બાપુ પોરબંદર અને શાસ્ત્રીજી મોગલસારી મા થયો હતો.આ મહાન આત્માઓના આપણે અભારી છીએ કે તેમના પછી પણ આપણે તેમના નામે સદાભાવવા,ભૂખ હડતાલ કે ગાંધીચીધ્યા માર્ગે કોઈક કરવાની ધમકી આપીએ છીએ.નવરાત્રીમાં આપણે ગરબો સાંભળીએ છીએકે આજની ગાંધી છે રળિયામણી.આ ગાદી એટલે આજનો સમય.શું ફરીથી ગાંધીજી પેદા થશે???
        સોનોગ્રાફીને આધારે બાબો કે બેબી નક્કી થાય છે.શું એવી કોઈ મશીનરી શોધશે કે આપણે કહી શકીએ કે આપણો આવનાર આ જીવ ગાંધીજી જેવો કે શાસ્ત્રીજી જેવી અવતરશે?બસ એજ કે તેવી કોઈ ટેકનીક શોધાય.આવું અવતારી શકે તોજ ઠીક બાકી એબોશ.....
   

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી