અધૂરું ભણતર....અનેકને ભણાવે.


આપણો દેશ ભારત.અનેક ખાસિયત ધરાવતો દેશ.અનેક વિધતા ધરાવતા પ્રદેશ અને એવાજ લોકો.એક વખત અમારે કોઈ કામથી બિહાર જવાનું થયું.અમે બિહારની રાજધાની પટના હતા.અહીં અમારા માર્ગદર્શક અને  સાથી સુકુમાર મિશ્ર હતા.સુકુમાર એક એનજીઓ(નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રમુખ હતા.
અહીં તેમની સાથેનું અમારું  કામ પુરું થયું.આમારી રીટન ટિકિટ હતી.અમારી પાસે સમય હતો.અમે સુકુમારજી ને કહ્યું:’અહીં નજીકમાં શું જોવા જેવું છે?’
સવાલ સાંભળીને તે કહે:’શું કોઈ અભણ માણસ આખા ગામને ભણાવે તેવું તમારે જોવું છે?’મને મનમાં થયું કે કદાચ કોઈ ભૂવો કે મહંત હશે જે કશુંક કરી ગામના લોકોને છેતરતો હશે.પહેલાં તો  અમે ના પાડી.સુકુમાર કહે આવું તમને ક્યારેય નહિ  જોવા મળે.અને અમે તેમની સાથે જોડાયા.

પટનાથી બસો કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં અકરોહી  પહોચ્યા.આ ગામ રામગઢ તાલુકામાં પડતું હતું.રામગઢ તાલુકો કૈમૂર જિલ્લામાં આવે.આ ગામ આખા પ્રદેશમાં ચોરો માટે ખ્યાતી ધરાવતું હતું.આખા ગામમાં કોઈ સરકારી મકાન કે સરકારનો  માણસ ન હતો.આખા ગામમાં સિત્તેર ઘર હતા.આ બધાંજ લોકો મુસહર સમાજના હતા.ઈંટોના ભઠ્ઠામાં લોકો મજુરી કરતાં હતા.રાજ્યમાં ગમેતે જગ્યાએ ચોરી થાય.પોલીસ આવીને અહીંથી ગમેતે બે ચાર જણને પકડી જાય.

આ ગામમાં  સૌથી વધારે ભણેલો માણસ એટલે ગુરૂજી.તેમને આખું  ગામ ગુરૂજી તરીકે જ ઓળખે.તેમણે જોઈને મને નવાઈ લાગી.તેમની પાસે એક રેડિયો હતો.સુકુમારજી કહે આ ગુરૂજી.તે ભણવામાં ખૂબ હોશિયાર હતા. તે બાજુના ગામની સરકારી શાળામાં ભણતાં હતા.તેમના પિતાજીનું અવસાન થતાં તેમણે ભણવાનું છોડી દીધું. તેમની વધુ ભણવાની આશા અધૂરી રહી.હવે શું કરવું ગુરૂજી વિચારતા હતા.ત્યાં સરસ્વતી પૂજાનો તહેવાર આવ્યો.આ વાત આજથી બે દાયકા પહેલાની છે.ત્યારે તેમણે ત્રણ છોકરાં સાથે તેમની ઝુંપડી પાસે એક શાળા તૈયાર કરી.અહીં રોજ છોકરાં આવે.નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી સૌ ભણે.શાળા પતાવીને ગુરૂજી મજુરીએ જાય.સાંજે પરત ફરી  ફરી છોકરાં ભેગા કરે.તેમને વાર્તા અને ગીતો સંભળાવે.અહીં છોકરાં ગણિત અને બે ભાષામાં હિન્દ અને અંગ્રેજી  શિક્ષણ મેળવે.ત્રીજા ચોથા ધોરણ સુધી તે છોકરાને અહીં ભણાવે.વધુ ભણવા માટે તે છોકરાને પાસેના ગામે મોકલે.આ રીતે કરતાં કરતાં તેના અનેક વિદ્યાર્થીઓ ભણ્યા.
પાઠ્યપુસ્તક અને અન્ય સુવિધાનો અભાવ છતાં અહીંથી ભણતરની શરૂઆત કરનાર અનેક ભણ્યા છે.આ શાળામાંથી રંજન મુસહર,રામાયણ મુસહર અને બ્રીસન મુસહર બીકોમનો અભ્યાસ કરે છે.આ શાળાનાં વિદ્યાર્થી અને સરકારી બાબુ બનેલા રામપ્યારે કહે છે:’મને ગોરૂજીએ ભણાવ્યો,માટીમાંથી માણસ બનાવ્યો.’
જે માણસ ભણી  શક્યો નથી તે માણસ તેના વિચારોની  વિશાળતાથી શું કરી શકે? તે આ ગુરૂજી પાસેથી જાણી શકાય છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી