HAPPY BIRTHDAY RAMJI…


રામજીનો ૨૧.૬૫.૯૭૬મો જન્મ દિવસ.

આજનો દિવસ ખાસ છે.કોઈ એપ્રિલ ફૂલ બનાવશે.કોઈ સાચી વાતને પણ એપ્રિલ ફૂલ માનશે.આજનો આ દિવસ ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્વનો છે.આજે પાંચ મહત્વના દિન વિશેષ છે.
એકતો રામજીનો જન્મ દિવસ.આ દિવસને આપણે રામનવમી કહીએ છીએ.આ ઉપરાંત સ્વામિનારાયણની પણ જયંતિ છે.સ્વામી રામદાસની આજે જન્મજયંતિ  હોવાની સાથે આજે ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ છે.દેવો માટેની આ નવરાત્રીનું અનોખું મહત્વ છે.પુષ્યનક્ષત્રમાં આજે રવિવાર છે.૯ કલાક અને ૧૨ મિનિટે આ પુષ્યનક્ષત્ર બેસશે.આજે સોનું ખરીદવાનો સોનેરી અવસર કહેવાય.પણ હા સરકારના બઝેટ પછી સોનાના વેપારીઓ હડતાલ પાડીને ઊભા છે.સરકાર લોકોની  છે.લોકશાહી દેશ છે.અને તોય લોકોએ હેરાન થવું પડે છે.

લેખની શરૂઆતમાં લખ્યું છે કે આજે રામ ભગવાનનો ૨૧લાખ ૬૫હજાર ૯૭૬ મો જન્મ દિવસ છે.આજના દિવસે રામ ભગવાનની કુંડળીનું ગુજરાતમાં વાચન થાય છે.અમદાવાદ સ્થિત કાળા રામજીમંદિરમાં વર્ષોથી રામ ભગવાનની કુંડળી વંચાય છે.દસ અંકોનો મોબાઈલ નંબર યાદ રાખનાર લોકો માટે આ વર્ષો જનરલ નોલેજ માટે લખ્યા છે.

છેલ્લા થોડાક દિવસોથી  બહાર રહેવાનું થયું.ઘરે આવ્યા ત્યારે સમાચાર જોયા કે પેટ્રોલમાં ત્રણ રૂપિયા ભાવ વધશે.જૂના પેપરમાં જોયું તો જાણવા મળ્યું કે ગોવાની નવી  સરકારે ગોવામાં પેટ્રોલનો ભાવ અગિયાર રૂપિયા ઓછો કરી દીધો.ગુજરાતમાં અદાણીએ એકલાએ સીએનજીમાં ભાવ વધાર્યો.

એક તરફ ગરમી અને બીજી તરફ મોઘવારી વધતી જાય છે.આપણે મતદાન કરવા જતા નથી અને સરકારને વાગોવીએ છીએ.હશે આજે મારા બધાંજ મિત્રોને પાંચ મહત્વના પર્વની શુભેચ્છા.
(૧એપ્રિલ ૨૦૧૨)

Comments

tamne aa lekh ane vartalaap gamshe: http://rutmandal.info/guj/2008/07/vedi/

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી