RIGHT TO EDUCATION



રાઇટ ટૂ એજ્યુકેશન ૨૦૦૯ હવે અમલમાં છે.કાયદો ખૂબ જ મહત્વનો અને જરૂરી છે.અત્યારે ગુજરાતમાં આ અંતર્ગત અનેક ફેરફારો થયા છે.સરકાર પણ ખૂબ યોગ્ય રીતે તેનો અમલ થાય તેવા સતત પ્રયત્નો કરે છે.ગુજરાતમાં જૂન ૨૦૧૨થી નવા પાઠ્યપુસ્તક અમલી બને છે.આ પુસ્તકો ૨૦૧૨માં ધોરણ છ થી આઠમાં અમલી બનશે.ધોરણ એક થી પાંચના નવા પુસ્તકો જૂન૨૦૧૩ પછી અમલી બનશે.આ નવા પુસ્તકોને રાઇટ ટૂ એજ્યુકેશન ને આધીન રહી બનાવ્યા છે.આખા ભારતમાં આ એક અનોખું કદમ છે.પણ વાત છે એવી કે જયારે આવું કઈ નવું આવે કે અનેક વાત અને વિવાદ થાય.
આજે પણ આવું ક્યાંક દેખાય છે.હમણાં થોડા દિવસ પહેલાં દૂરદર્શનપરથી પ્રસારણ હતું.આખા ગુજરાતના દર્શકોએ સવાલ કર્યા.દરેકને જવાબ મળ્યો.કોઈને જરૂરી વિગતો જાણવા મળી.કોઈએ જાણકારી આપી.આ બધામાં એક સવાલ હતો.ખાનગી શાળાનાં સંચાલકોની શું ભૂમિકા હશે?તજજ્ઞએ સરસ વિગતો આપી હતી.શ્રી બુદ્ધીધનભાઈ ત્રિવેદી પહેલાં અંકમાં અને શ્રી હરેશભાઈ ચૌધરી બીજા સપ્તાહે આ ચર્ચામાં જોડાયા હતા.ખાનગી શાળાના સંચાલકોએ પચ્ચીસ ટકા બાળકો મફત લેવાના?.આવું ન કરનારની  માન્યતા રદ થાય.શું બધાંજ ધોરણમાં પચીસ ટકા કે માત્ર પહેલામાં?આવા મફત ભણતાં બાળકોનું રજીસ્ટર કે બીજું શું નિભાવવું?આ બધાંજ સવાલનો જવાબ છે.આપ આપના  સવાલનો મેઈલ કરો.આપને જવાબ મળશે.

શિક્ષકોને કઈ રીતે તૈયાર કરવા?
રાઇટ ટૂ એજ્યુકેશન માટે શું તૈયારી કરવી?
શાળાને શું વિગતો રાખવી જે ખૂબ જરૂરી છે?
શિક્ષકો કઈ રીતે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરે?
પહેલાં ધોરણમાં ગમે તે દિવસે પ્રવેશ અપાય તો ભણાવવું કઈ રીતે?
બાળકને નથી આવડતું અને વર્ગ બઢતી અપાય તો તે માટે શું કરવું?
એસ.ડી.પી.(સ્કુલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ) અને આરટીઇને કઈ રીતે જોડાય?
એસસીઈ(સ્કુલ બેઇઝ કમ્પરીહેન્સીવ ઈવેલ્યુએશન.) કઈ રીતે કરવાથી  ગુણવત્તા પ્રાપ્ત કરી શકાય?
આવા સવાલો હોય તો અમને મોકલવો.આપને જવાબ મળશે.અહીં અમે આવા એફ.એ.કયું.(FAQ)ભેગા કરી એક માર્ગદર્શિકા આપીશું.તો ચાલો,આરટીઇને વધાવીએ....


Comments

very good. collection is very instresting.
Bee The Change said…
thanks...ramol....please visit...www.bhaveshpandya.org.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી