નથી ચોર્યા...નથી ચોર્યા...એક નાની છોકરી.તેનું નામ ચેતના.તેણે નાનો ભાઈ.નાના ભાઈનું નામ રોનક.તેઓ શહેરની એક સરકારી શાળામાં ભણે.ચેતના સાતમાં ધોરણમાં અને રોનક પાંચમાં ધોરણમાં ભણે.સરકારી શાળા હોય એટલે બધું જ સરકારી.સરકાર આરોગ્ય ચકાસણી કરાવે.(સરકારી...)મધ્યાહન યોજનાનો લાભ મળે. (સરકારી....)આ બધું જ સરકારી હતું.આ બે ભાઈ બહેનનું નસીબ પણ જાણે સરકારી હતું.તેના બાપાએ ખેતીમાં ભાગ રાખ્યો હતો.ભાગ પૂરો થયો.તેના બાપને વતનમાં જવાનું થયું.
આ છોકરાંનું ભણવાનું અટક્યું.તે તેની માસીના ઘરે રહ્યાં.મા અને બાપ થરાદના એક અંતરિયાળ ગામમાં રહે.થરાદ એટલે માત્ર બનાસકાંઠા જ નહિ ગુજરાતમાં પણ ખૂબ જ અંતરિયાળ કહેવાય તેવું નાનું ગામ.તાલુકો.છોકરાં માસી જોડે રહીને ભણે.ભણવા માટે માસીના ઘરે રહે.થોડો સમય થયો.માસીને કોઈક વાતની ચૂક આવી.હવે તેણે તેનાં ભાણિયો ખમતા ન હતાં.ચેતના અને રોનકનો બાપ તેના ખાવા અને રહેવાનો ખર્ચ તેમની માસીને આપતો હતો.ગરીબ માણસ.તે બીજું કરે પણ શું?
હવે છોકરાંની માસી આ છોકરાંને પરેશાન કરવા લાગી.તેમને ખાવા પણ આપતી ન હતી.ચેતનાની મા છેલ્લે  આવી ત્યારે તેણે સો સો  રૂપિયા આપ્યા હતા.આ છોકરાં બે મહિનાથી હોટલનો  નાસ્તો કરી રહેતાં હતાં.ભાઈ અને બહેનના કુલ બસો રૂપિયા નાસ્તામાં વપરાઇ ગયા.
આ નાનાં ભાઈ બહેને જમવાનું ક્યાં મળે છે તે જાણી લીધું હતું.જીવવા માટે ખાવું તો પડે...!તેમણે માસીના ઘરમાંથી પૈસા લઇ ખાવાનું કર્યું.તે હવે જીવવા માટે ખાતાં હતાં.ખાવા માટે ચોરી કરતાં હતાં.માત્ર ચારસો રૂપિયાની તેમણે ચોરી કરી.થોડાક દિવસોમાં ચોરી પકડાઈ.

આ છોકરાં ઉપર સાત હજાર રૂપિયાની ચોરીનો કેસ થયો.પોલીસે ભાઈ અને બહેનની ધરપકડ કરી. છોકરાના બાપને પોલીસે આ વાતની જાણ કરી.આજે આ ભાઈ અને બહેન બાળ સંરક્ષણ ગૃહમાં છે.તેમને  હું મળ્યો.છોકરી કહે:‘શાળા માં સડેલું અને ગંદકીવાળું આનાજ આવે. માસી ખાવાનું ન આપે.મારા બાપા મજુરી કરી અમને પૈસા આપે.અમને પૈસા પહોચાડે.માસીને ત્યાં રહેવાના પૈસા આપે.અમારાં જમવાના પણ પૈસા આપે..’રોનક કહે:મારા બાપાએ માસીને પૈસા આપ્યા હતા.આ પૈસામાંથી મે જમવા માટે ચોરી કરી.મે સાત હજાર રૂપિયા નથી ચોર્યા... નથી ચોર્યા...અહીં એક જ શબ્દ સંભાળતો હતો. નથી ચોર્યા... નથી ચોર્યા...નથી ચોર્યા...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી