એક જ દફતર ....





પ્રજ્ઞા અભિગમ.આ અભિગમ ગુજરાતમાં કાર્યરત છે.હાલ ધોરણ એક થી ચારમાં આ અભિગમ ગુજરાતમાં ચાલે છે.ભારત દેશમાં ગુજરાત આ અભિગમને ખૂબ આગવી રીતે ચલાવે છે.ધોરણ એક અને બે માં પ્રજ્ઞા અભિગમથી હાલ ગુજરાતમાં ૨૫૦૦ શાળાઓ છે.

આ શાળાઓની ગણી વાતો જાણવા જેવી છે. શિક્ષણના વ્યક્તિનેતો મજા પડે તેવું છે.
છોકરોં પોતાની ઝડપથી શીખે તેવું અહી જોવા મળે...
અરે ટેણીયાંનું આ જોવા માટે આપણે ગણું D... LEARN કરવું પડે.



       અભી કુચ્છ નહિ બીઘડા, અભી યહ સચ બોલતે હૈ.
દો ચાર કિતાબે પઢકર વો ભી હમજેસે હો જાયેંગે.

દરેક બાળક માટે પોતાના વિકાસનું યોગ્ય રીતે વિકસિત માળખું એટલે પ્રજ્ઞા અભિગમ.
મારે એક અનુભવ શેર કરવો છે...
અંબિકાનગર મારી શાળા.અહી એક છોકરી બીજા ધોરણમાંથી ગઈ.તેના બાપા આવીને દાખલો લઇ ગયા.તેના બાપુજીને મળવા અમે ગયાં.આ છોકરી કહે: મારે ભણવું છે.મેં કહ્યું નોતું ભણવું ને?મેં કહ્યું તારા બાપા શું કરે છે?તે કહે બકરાં ચારે છે.તે એક જ દફતર હતું...મારો ભાઈલો પેલામાં આયો....મારા બાપાએ મારું દફતર તેને આપ્યું.હું દફતર વગર કેમ નિહારે આવું.મારું નામ કાઢી લીધું હતું.અર્જુનીનો દાખલો કાઢી લીધાના બીજા દિવસે આ રજો આવ્યો.રજો(ભાઈ) શાળામાં પહોચ્યો.રજો શાળામાં આવ્યો.દફતર સાથે આવ્યો.સાહેબે તેને દફતર લીધા વગર શાળામાં આવવાની વાત કરી.રજાનો બાપો દફતર પકડી રાજા ને દોરતો બીજાદિવસે આવી પહોચ્યો.તેણે આ દફતર વગરની વાત સાંભળી.તેણે તો અર્જુનીનો દાખલો કપાવી લીધો હતો.રસીક્ભાઈએ બધી વાત કરી.સમજ આપી.અર્જુનીનો દાખલો ફરીથી આજ શાળામાં નોધવામાં આવ્યો. આવા અનેક વણદેખ્યા લાભ ઉપરાંત ચોક્કસ રીતે દરેક બાળકની ડપે શીખવાની સુવિધા આપતો આ અભિગમ આજે ગુજરાતની એક અભિનવ ઘટના છે.આવા નવીન અભિગમ ધરાવતા આ કાર્યમાં મને કામ કરવાનો...અનેક નૂતન અનુભવો પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે.આ કારણેજ મને આ અંબિકાનગરની શાળામાં એક અર્જુની મળી.મનેતો ખૂબ માંજ પડી.આ અર્જુની અંબિકાનગરની એક અનોખી પ્રજ્ઞા છે.
શ્રી હરેશ ચૌધરીના આભાર સાથે...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી