સમય બદલાયો...રાણપુર બદલાયું...





સરકારે ગુરૂજીઓં ની પવિત્ર ફરજ નિભાવવાનો સમય વધારી દીધો.આખા રાજ્યમાં જાણે ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧(???????) ના જેવો માહોલ થયો.આ સમાજના નેતાઓ આગળ આવ્યા.જે નેતા બનવાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ ચાન્સ મળ્યો.બધા જાણે એક સાથે ભેગા થયા.પ્રત્યેકને પોતાની વાત,માગણી સાચી લાગતી હતી.એક વાત ખરી કે હું અને મારું માણસ શિક્ષક હોઈ આ સમય માટે અવઢવમાં હતાં.


ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોના પ્રતિનિધિ અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચંદુભાઈ જોશી(૦૯૯૨૫૯૫૩૦૭૨) અને સરકાર વચ્ચે ચર્ચા થઇ.સમય બદલાયો ૧૦:૫૦ થી ૫:૧૦ સુધીનો સમય થયો.મનેતો ખૂબ રાજીપો છે.મને ગમે છે.આ સમય કરનાર અને કરાવનાર બધાનો આભાર,અભિનંદન અને હાશ સાથે થોડાક સવાલો...
· શું હવે શાળાઓમાં પ્રાર્થનાસભા ૧૧:૦૦ વાગે ભરાશે?
· ૯:૩૦ ને બદલે નવા સમયે,હવે સમયસર પહોચાશે?
· આ રાહત હવે ગુણવત્તા લાવશે? (આઠ કલાકમાં પણ તેની ગેરેંટી ન હતી.)
છતાં એક ગીત યાદ આવે છે.
દુનિયામે કિતના ગામ હૈ...મેરા ગમ કિતના કમ હૈ... ઔરોકી નોકરી દેખીતો મેં અપની....
હશે,જે થયું તે સારું થયું.પણ અહી વાત કરાવી છે રાણપુર બદલાયું.આજે શનિવાર હતો.હું મુલાકાતે રાણપુર પહોચ્યો.પ્રાર્થનાનો સમય હતો.બધા બેઠા હતા.પ્રાર્થના પત્ય પછી એક છોકરો દોડતો ગયો. તેણે સાઉંડ ચાલુ કર્યું.સરસ વાગતા આ ધીમા સંગીત વચ્ચે છોકારોએ યોગ શરુકર્યા.શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે આ સરસ આયોજન કર્યું.સુરેશભાઈ કહે છે,આ સાઉન્ડ થી અમે બાળગીતો અને કવિતાઓ વગાડવા અમે આયોજન કર્યું છે.
ક્રમ
વારનું નામ
ધોરણ
કેસેટ
સોમવાર
ધોરણ ૧ અને ૨ ના ગીતો
મંગળવાર
ધોરણ ૩ ના ગીતો
બુધવાર
ધોરણ ૪ ના ગીતો
ગુરૂવાર
ધોરણ ૫ ના ગીતો
શુક્રવાર
ધોરણ ૬ ના ગીતો
શનિવાર
ધોરણ ૭ ના ગીતો
આ રીતે હાલ આયોજન કર્યું છે.આઠ દિવસથી ચાલે છે.એક વખતતો એવું થયું કે લાઈટ ના હોવાથી ટેપ ચાલુના કરી ત્યારે છોકરાં વિરામના સમયે પણ વર્ગ મા બેઠા રહ્યા.
રાણપુરમાં ખૂબ જૂનો વડલો છે.અહીનું વાતાવરણ પણ ગમે તેવું છે.આ નવા પ્રયોગથી બાળકોણે મજા પડે છે.મેદાનમાં હરતાં ફરતાં બધાજ છોકરાં બધાજ ગીત ગાય છે.સતત દસ દિવસથી બહાર હતો અને આજે રાણપુર સવારે પહોચ્યો ત્યારે આ નવીનતા જોઈ અને પોસ્ટ લખવાનું શરુ કર્યું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી