સહિયારી વારતા...



એક હતો રાજા.તેને વા જા વગાડવાનું ખૂબ ગમે.તેને વાજુ વગાડવાનું ફાવે નહિ.રાજાને ચેન ના પડે.રાજાને તો હવે કશું જ ના ગમે.રાજા ના ખાય કે ના આરામ કરે.બસ, વાજા વગાડનાર ને શોધવામાં જ પોતાનો સમય પસાર કરે.આ રાજાને વાજા વગાડવાના જ વિચાર આવે.નગરના લોકો પણ વિચારે.રાજાને આ વાજા વગાડનું શીખવાની જરૂર કેમ પડી હશે? રાજાને વાળી વાજા વગાડવાનું શીખીને શું કામ છે? પણ આતો રાજા,વાજા અને વાંદરા.તેમને તો કોણ સતાવે?
આ તરફ બે મહિનાની મહેનત પછી એક વાજા વગાડનાર માનસ મળી ગયો.આ માણસ સંગીતના બધા જ સાધન વગાડતા આવડે.આ કલાકાર તો ધોળકા વગાડે,તબલા વાઘદે,વજુ પણ વાગડે અને સંતુર પણ વગાડી જાણે.રાજા આ માણસને મળીને ખુશ થયો હતો. આ કલાકાર રાજસભામાં રાજાની બાજુમાં જ બેસે.રાજાએ આ કલાકાર પાસેથી જુદા જુદા વાજા વગાડવાનું શીખવાની તૈયારી ચાલુ કરી દીધી હતી.ર રાજા એ વાજા વગાડવાની શરૂઆત કરી.રાજા બધું કામ છોડી આ કલાકારની પાસે બેસી જાય.
રાજા રાગડા તાણીને ગાય.થાપોટ મારી સાજ પણ ખખડાવે.ફૂંક મારી વાંસળી અને પીપૂડી પણ વગાડે.આડો,અવળો અવાજ આવે..આવાજ આવે અને રાજા હરખાય.રાજાને પણ મજા આવતી હતી.
એક દિવસની વાત છે.રાજા અને કલાકાર બગીચામાં બેઠા હતા.કલાકારના હાથમાં મંજીરા હતા.કલાકાર હાથમાં બાંધીને આ મંજીરા વગાડતો હતો.સરસ મજાનો ઠંડો પવન આવતો હતો.રાજા કોઈ વાત પર બોલતા હતા.આ કલાકાર મંજીરા વગાડવાની ધૂનમાં હતો.તેમને વિવાદ થયો.રાજાએ કલાકારને દુ:ખ થાય તેવું કહી દીધું.બસ,કલાકારને દુ:ખ થયું.
કલાકાર કહે:હવે હું રાજાજી તમને હું ના શીખવી શકું.તમે કલાનું અપમાન કારો છો.મારાથી કલાનું અપમાન સહન ન થાય.હું જાઉં છું.આટલું બોલી કલાકારતો ગયો.બગીચામાંથી રાજાને નમન કરી ને તે ગયો.રાજાને હતું કે આ કલાકાર પાછો આવશે.પણ કલાકાર બીજા દિવસે પણ મહેલમાં ના દેખાયો.આમ કરતા કરતા દિવસો પસાર થયા.
હવે શું થશે?આ વારતા જોડાક્ષર વગર અડધી લખી છે.આ વારતા આપણે આગળ ધપાવવી છે.
આપ મને મારા મેઈલ આઈડી માં વારતા મોકલવો.સારો જવાબ આપનારની વારતા સાથે આ વારતા લખાશે.આ માટે મને શ્રી રાકેશ પટેલ(નાવાનાદીસર)શ્રી મનન બુદ્ધાદેવા(રાજકોટ),શ્રી હેમંત વાઘેલા(અમદાવાદ)પ્રણવ વ્યાસ(અમરેલી) અને બીજા મિત્રો મદદ કરવાના છે.આપણે આ રીતે સહિયારી વારતા લખી ફરીથી નેશનલ રેકોર્ડ કરવો છે.મારી ૮૭૪ વારતા અને ગીતો ને નેશનલ રેકોર્ડ માં સ્થાન મળ્યું જ છે.હવે સાથે મળી આ રીતે વારતા આગળ ધપાવી શું.આ વારતા એસ.આર.જી. ના ફેઈસ બૂક માં અને મારા બ્લોગ માં લખું છું.જવાબની સહિયારી વારતાનો મેઈલ કરવા વિનંતી.
Blog.innovationbhaveshpandya.blogspot.com.
સંપર્ક:- ૦૯૪૨૮૧૩૬૯૧૮ અને ૦૯૯૨૫૦૪૪૮૩૮

Comments

Anonymous said…
ભાવેશભાઇ, ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન. ખૂબ સરસ કામ તમે કરો છો અને હું એમાં હવેથી જોડાઉં છું..
લતા જ. હિરાણી

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી